ETV Bharat / state

Kutch Dam: હાલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં વરસાદ પૂર્વે 30 ટકા પાણી ઉપલબ્ધ

author img

By

Published : Jun 21, 2021, 5:00 PM IST

Kutch Dam:  હાલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં વરસાદ પૂર્વે 30 ટકા પાણી ઉપલબ્ધ
Kutch Dam: હાલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં વરસાદ પૂર્વે 30 ટકા પાણી ઉપલબ્ધ

કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ અને માધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના આવેલી છે જે અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ (Kutch Dam) આવેલા છે જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ (Dam) આવેલા છે.

  • કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના 180 અને મોટી સિંચાઇના યોજનાના 20 Dam
  • હાલ 30 ટકા જેટલું પાણી ઉપલબ્ધ, 1 ગેટેડ જ્યારે 19 અનગેટેડ ડેમો
  • 24 કલાક કાર્યરત રહે તેવું ફ્લડ સેલ (Flood Sell) શરૂ કરાયું

    કચ્છઃ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ ( Tappar Dam) છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો (Dam) અનગેટેડ સ્કીમ છે.હાલ વરસાદ શરૂ થયાની પહેલાં ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના ડેમોમાં 30 ટકા જેટલું પાણી (Water) ઉપલબ્ધ છે.
    હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.62 મીટર છે


    કચ્છના જુદાં જુદાં તાલુકામાં 20 મધ્યમ સિંચાઇના ડેમો

    કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ (Dam) આવેલા છે.

આ પણ વાંચોઃ નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન


વર્તમાનમાં 30 ટકા જેટલું પાણી ઉપલબ્ધ

હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં (Dam) વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.62 મીટર છે જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે 11724 કયુબિક ફૂટ અને વર્તમાનમાં કુલ 81.870 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે.

સાઇટ SOને એલર્ટ રખાયા

હાલ જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે અને વરસાદ વરસી પડશે ત્યારે દરેક ડેમ (Dam) પર સાઇટ એસઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે અને તેમને હાલ આ ઋતુમાં એલર્ટ રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે

કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ


આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સિંચાઇ વર્તુળ દ્વારા ચોવીસ કલાક કાર્યરત એક ફ્લડ સેલ (Flood Sell) ચાલુ રાખવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે તથા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.