ETV Bharat / state

ભુજમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

author img

By

Published : Aug 18, 2020, 11:10 PM IST

rain in Bhuj
ભુજમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ

કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મંગળવાર સાંજથી ભુજમાં પણ વરસાદ શરૂ થયો છે. ભૂજમાં આજે મંગળવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારથી ભુજમાં ઝરમર વરસાદ સાથે સાંજે મુશળધાર વરસાદ વરસતા દિનભરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના અંજારમાં ત્રણ ઈચ, નખત્રાણામાં એક ઇંચ, ભચાઉમા દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

કચ્છઃ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મંગળવાર સાંજથી ભુજમાં પણ વરસાદ શરૂ થયો છે. ભૂજમાં મંગળવારે સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભુજમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

ડિઝાસ્ટર મામલતદાર કચેરી ભુજના સત્તાવાર આંકડા મુજબ આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કચ્છના અંજારમાં 85 મિ.મી, નખત્રાણામાં 26 મિ.મી, ભચાઉમાં 43 મિ.મી, ભુજમાં 73 મિ.મી વરસાદ નોંધાયો છે.

rain in Bhuj
ભુજમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

જિલ્લામાં 2 દિવસથી સારા વરસાદને પગલે અનેક ડેમ તળાવો છલકાઈ ગયા છે તેમજ અનેક ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને પગલે મંગળવારે મુન્દ્રાના જુના બંદર રોડનો પુલ તુટી જતાં વાહન વ્યવહાર બંધ થયો છે, તેમજ મંગળવારે મુન્દ્રામાં તળાવ વધામણા સમયે એક યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે.

rain in Bhuj
ભુજમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ

ભુજમાં ધોધમાર વરસાદને પગલે ભુજના બસ સ્ટેશન સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી અનેક સમસ્યાઓ ઉદભવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.