ETV Bharat / state

2018 Drug case: પાકિસ્તાનથી જખૌ ઉતરેલું ડ્રગ્સ ગાંધીધામથી...

author img

By

Published : May 25, 2021, 7:07 PM IST

2018 Drug case
2018 Drug case

2018માં ATSએ 14.84 લાખની અંદાજિત કિંમતનું 4.9 કિલો હીરોઇન ડ્રગ્સ ઝડપી પાડયું હતું. જેમાં વધુ તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(National Investigation Agency)એ અમદાવાદની NIAએ કોર્ટમાં ગાંધીધામના ટ્રાન્સપોર્ટર ઇન્દ્રેશકુમાર નિશાદ વિરુદ્ધ સલાયામાં ઝડપાયેલા ડ્રગ્સના પ્રકરણમાં NDPS એક્ટના વિવિધ સેક્શનો હેઠળ ચાર્જસીટ દાખલ કરી હતી. જેમાં ટ્રક મારફતે પાકિસ્તાનથી આવેલા 300 કિલો ડ્રગ્સ(DRUGS)ના જથ્થાને ગાંધીધામથી પંજાબ લઈ જવાયો હતો તેવું જણાવવામાં આવ્યું હતું.

  • ગાંધીધામથી ટ્રક મારફતે ડ્રગ્સ અમૃતસર લઈ જવાયું
  • NIA દ્વારા ગાંધીધામના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ચાર્જશીટ
  • જખૌ નજીક ઉતરેલા 2018ના ડ્રગ્સ પ્રકરણની તપાસ આગળ વધી
  • વધુ 7 આરોપીની ધરપકડ

કચ્છઃ વર્ષ 2018માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ATS દ્વારા 12 ઓગસ્ટ 2018ના રોજ અઝીઝ અબ્દુલ ભાગદની અંદાજે 14.84 લાખ રૂપિયાના 4.949 કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ વધુ તપાસ કરતાં રફીક સુમરા, નઝીર અહેમદ, અર્શદ સોતા ઉર્ફે રાજુ દુબઈ, મંજુર અહેમદ, રઝાક સુમરા, કરીમ સિરાજ, સુનીલ બારમાસેને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઇ

500 કિલો હેરોઇન પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઘડાયું હતું

2 જુલાઈ 2020ના આ પ્રકરણમાં NIA દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી અને 8 આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આરોપી અર્શદ રજાક સોતા ઉર્ફે રાજુ દુબઈ અને 2 પાકિસ્તાનના શખ્સો હાજીસાબ અને નબી બક્સે દુબઈમાં ષડયંત્ર રચીને 500 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી દરિયાના રસ્તે ગુજરાતમાં ઘુસાડવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા

પાકિસ્તાની બોટ દ્વારા જખૌ નજીક ઉતારવામાં આવ્યું ડ્રગ્સ

ડ્રગ્સ પાકિસ્તાનના રહેવાસી અઝીઝ ભાગડની પાકિસ્તાનની માછીમારી બોટ નાગની મુસ્તફા દ્વારા ભારતીય સમુદ્રની જળસીમામાં જખૌ પોર્ટથી 7-8 માઈલ દૂર પ્રવેશ કરીને સદોસલા ગામ પાસે ખાડો ખોદીને તેમાં સંતાડવામાં આવ્યું હતું.

ડ્રગ્સનો અન્ય જથ્થો પણ પહોંચાડ્યો

આ ઉપરાંત વધુ તપાસમાં 300 કિલો જેટલો નાર્કોટિક ડ્રગ્સ(Narcotic Drugs)નું કન્સાઇન્મેન્ટ અક્ષર ટ્રાન્સપોર્ટ દ્વારા પંજાબના અમૃતસર તથા જમ્મુ અને કાશ્મીરના રહેવાસી નાઝીર અહેમદ, મંજુર અહેમદ અને ફરાર આરોપી સિમરંજીતસિંહ સંધુ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ટ્રકમાં લાકડાની પેનલ વચ્ચે છુપાવીને ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું

બાકીના 200 કિલો હેરોઇનનો જથ્થો રઝાક સુમરાથી એમડી સિરાજ, સુનીલ બારમાસેને પહોંચાડવામાં આવ્યું હતું. જેને ગાંધીધામના ટ્રાન્સપોર્ટર ઇન્દ્રેશ કુમારને આપવામાં આવ્યું હતું અને તેના દ્વારા ટ્રકમાં લાકડાની પેનલ વચ્ચે ડ્રગ્સને છૂપાવીને અમૃતસરમાં પહોંચાડવામાં આવ્યું હતું.

વધુ તપાસ શરૂ

નવેમ્બર 2020માં NIA દ્વારા ગાંધીધામના ટ્રાન્સપોર્ટર ઈન્દ્રેશ કુમાર નિશાદની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.