જાણો, જર્મનીના પ્રવાસીએ કચ્છના આ 100 વર્ષથી પણ જૂના ભુંગા જોઈ શું કહ્યું?

author img

By

Published : Jun 29, 2021, 5:24 PM IST

કચ્છ

સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારનું હોડકો ગામ કે જ્યાં આજે પણ લોકો ભુંગા અને નળિયા વાળા ઘરમાં રહે છે. અહીં 100 વર્ષથી પણ જૂના ભુંગા આવેલા છે, કચ્છના લોકો આજે પણ તે ભંગાઓમાં રહે છે.

  • 105 વર્ષ જૂનાં ભુંગામાં આજે પણ રહી રહ્યા છે લોકો
  • પાકા મકાન કરતા ભુંગામાં રહેવું વધારે અનુકૂળ
  • ભુંગો જોઈને જર્મનીના પ્રવાસીઓ પ્રભાવિત

કચ્છ: હોડકોએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે. આ ગામમાં 400 જેટલા પરિવારો રહે છે, અહીં મુખ્યત્વે જત, મારવાડા,મુસ્લિમ અને દલિત જાતિના લોકો રહે છે. હોડકો ગામમાં 100 વર્ષથી પણ જૂના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળા ઘરો આવેલા છે. અહીંના લોકો આજે પણ ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. અમુક લોકો પાસે પાકા મકાન પણ છે, પરંતુ લોકોને ભુંગામાં રહેવાનું વધુ અનુકૂળ આવે છે.

ભૂંગા
બન્ની વિસ્તારનું હોડકો ગામ

આ પણ વાંચો: મુંબઈના ઉદ્યોગપતીએ 136 કરોડનું ઘર ખરીદ્યું

પેઢી દર પેઢી લોકો અહીં રહે છે

ગામમાં સ્થાનિક સુમાર ભૂરા 105 વર્ષ જૂના ભુંગામાં રહે છે. તેઓના વડીલ અહીં 250થી 300 વર્ષ પૂર્વેથી રહેતા આવ્યા છે અને હવે પેઢી દર પેઢી અહીં જ રહે છે. આ ભુંગા મુખ્યત્વે માટીના બનેલા હોય છે, જેમાં લાકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે તથા છત માટે જુદાં જુદાં પ્રકારના ઘાસનો તથા નળિયાંનો ઉપયોગ કરવામાં આવે છે.

કચ્છના હોડકો ગામમાં છે 100 વર્ષથી પણ જૂના ભૂંગા

ભુંગામાં ઠંડક માટે છાણનું લીપણ

ભુંગાની બનાવટમાં છાણનું લીપણ કરવામાં આવે છે, જેના કારણે ભુંગામાં ઠંડક રહે છે. આ ઉપરાંત ભુંગાની અંદરની બાજુએ માટીકામ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે અને લાકડાઓનો ઉપયોગ કરીને ભુંગાની છતને ભુંગાની દીવાલો સાથે ટેકો આપવામાં આવે છે.

ભૂંગા
બન્ની વિસ્તારનું હોડકો ગામ

ઘણા વર્ષો સુધી કોઈ પણ જાતનું નુકસાન ભુંગાને થતું નથી

આ ભુંગાની ખાસિયત એ છે કે, તેમાં ન તો વરસાદ આવે છે કે, ન તો તડકો આવે છે અને આવા ભુંગામાં સો-સો વર્ષ સુધી કોઈ જાતનું નુકસાન પણ નથી થતું.

આ પણ વાંચો: શિમલામાં આલીશાન ઘરમાં વિધિવત ગૃહપ્રવેશ કરશે પ્રિયંકા વાડ્રા

જર્મનીના લોકો 100 વર્ષ જૂનો ભુંગો જોઈ થયા પ્રભાવિત

કચ્છ પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ વિકસ્યું છે, ત્યારે અવારનવાર અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. ત્યારે આ ગામની મુલાકાત દરમિયાન જર્મનીથી આવેલા પ્રવાસીઓ આ ભુંગો જોઈને પ્રભાવિત થયા હતા અને તેમણે સુમારને આવો જ આબેહૂબ ભુંગો જર્મનીના લીપ્ઝિગ સિટી (Leipzig City)માં બનાવી આપવા વાત કરી હતી. તો વર્ષ 2005માં જર્મનીના લીપ્ઝિગ સિટીમાં આવેલા ગ્રાસી મ્યૂઝિયમમાં બનાવી આપ્યો હતો.

ભૂંગા
અંદરની બાજુએ માટીકામ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે

જાણો શું કહ્યું આ ભુંગામાં રહેનારે?

100 વર્ષથી જૂના ભુંગામાં રહેતા સુમાર ભુરાએ Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અત્યારે મકાન પાકા થઈ ગયા છે. છતાં પણ એમને ભુંગામાં રહેવાનું વધારે અનુકૂળ આવે છે.

ભૂંગા
છત માટે જુદાં જુદાં પ્રકારના ઘાસનો થાય છે ઉપયોગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.