ETV Bharat / state

ETV Bharatની ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામની મુલાકાત

author img

By

Published : May 16, 2021, 5:41 PM IST

ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકાસ કરવા માટે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. ગામમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિકાસ કાર્યો માટે આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મહામારી કોરોનાના પગલે વિકાસના કાર્યો આગળ વધી શક્યા નથી. કોરોના મહામારીમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના આદર્શ ગામમની પરિસ્થિતિ શું છે ? તેમજ સ્થાનિક આગેવાનો, તંત્ર અને સાંસદ દ્વારા ગામમાં શું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંગે ટીંબાના મુવાડા ગામની મુલાકાત લઇ જાણીએ ગામની પરિસ્થિતિ વિશે...

  • ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે દત્તક લેવાયું
  • ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
  • સાંસદ દ્વારા નિયમિત મુલાકાત લઈ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાય

ખેડા : પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે દત્તક લેવામાં આવ્યું છે. અત્યારે કોરોના મહામારી વચ્ચે ગામમાં પણ સંક્રમણમાં વધારો જોવા મળ્યો હતો. ગામમાં વધી રહેલા સંક્રમણને લઇ ગ્રામ પંચાયત દ્વારા એક મહિના ઉપરાંતના સમયગાળા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે ગામમાં હાલ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત

ગામમાં 10 દર્દીઓ આઇસોલેશન હેઠળ છે
ગામમાં લોકડાઉન પહેલા 25 કેસ નોંધાયા હતા. હાલ 12 જેટલા એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જ્યારે અન્ય બે દર્દીઓ થર્મલ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ છે. જ્યાં તાલુકાના કુલ 29 દર્દીઓ દાખલ છે. ગામમાં કોરોનાને કારણે અત્યાર સુધી પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા છે.

ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત

આ પણ વાંચો : મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર, સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું

ગામમાં પ્રાથમિક શાળા ખાતે આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યુંગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સંક્રમણ વધતુ અટકે તે માટે સતત કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં ગામને સેનેટાઈઝ કરવા ઉપરાંત ગામમાં સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્યલક્ષી સર્વે કરવા સાથે ટેસ્ટિંગ તેમજ રસીકરણની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગામમાં પ્રાથમિક શાળા ખાતે આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ગામમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે પણ આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત

આ પણ વાંચો : ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો

દર્દીઓ માટે ભોજન તેમજ નિયમિત જ્યુસ અને ફ્રૂટનું વિતરણ થઇ રહ્યું

ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત

તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણ વધતું અટકે તે માટે કામગીરી કરાઈ રહી છે. સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓ માટે વિવિધ સેવા સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. જેમાં દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા તેમજ દર્દીઓને નિયમિત જ્યુસ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે 15 જેટલા વેપોરાઈઝર આપવામાં આવ્યા છે.

ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ટીંબાના મુવાડા ગામની મુલાકાત
કોવિડ કેર સેન્ટર ખાતે પાંચ ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ થઇસાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા દત્તક લેવાયેલા ગામની વારંવાર મુલાકાત લઇ ગામની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાંસદ દ્વારા દર્દીઓને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બને તે માટે વહીવટી તંત્રને રજૂઆત બાદ કોવિડ કેર સેન્ટર ખાતે પાંચ ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તેમજ ઓક્સિજન બેડની સુવિધા વધે તે માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાંસદ દ્વારા જરૂરિયાત ઉપસ્થિત થાય તો તે મુજબ જરૂરી વ્યવસ્થા કરાવવા કામગીરી કરવામાં આવી રહી છે. ગામ સહિત તાલુકાની સતત ચિંતા રાખી ગામની સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું રતનસિંહ રાઠોડ જણાવી રહ્યા છે.
ટીંબાના મુવાડા ગામની મુલાકાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.