ETV Bharat / state

ખેડાના વડથલ પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Jun 28, 2020, 12:59 PM IST

ખેડાના વડથલ પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
ખેડાના વડથલ પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

ખેડા જિલ્લામાં વડથલ પાસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવતી ઘરેથી શનિવારે ગુમ હતી પરંતુ રવિવારે યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા ભારે ચકચાક મચી ગઇ હતી. કેનાલ પાસે માટી સખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરી હતી,જ્યારે મહુવા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે..

ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના વડથલ પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહુધાના બલોલ ખાતેથી ગઈકાલે શનિવારે ગુમ થયેલી યુવતીનો રવિવારે કેનાલમાંથી મૃતદેહ મળી આવતા મહુધા પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

  • વડથલ પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
  • મૃતદેહ મળી આવતા મોટી સંખ્યામાં લોકો કેનાલ પર એકત્ર થયા
  • મહુધા પોલિસ ઘટના સ્થળે પહોંચી
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મહુધા તાલુકાના વડથલ ગામ પાસે આવેલી કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા મોટી સંખ્યામાં લોકો કેનાલ પર એકત્ર થયા હતા. ઘટના અંગે પોલિસને જાણ કરવામાં આવતા મહુધા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવતી મહુધા તાલુકાના બલોલના જમિયત નગરની નજમાબાનુ ઈમરાન કુરેશી હોવાની ઓળખ થઈ હતી. જે શનિવારે જમિયત નગર બલોલથી ગુમ થઈ હતી. જેની વધુ કપાસ પોલીસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.