ETV Bharat / state

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, આ રીતે રાખવી પડશે કાળજી નહિતર બની શકે છે કાલયોગ

author img

By

Published : Nov 7, 2022, 4:09 PM IST

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

8 નવેમ્બર 2022ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ(last lunar eclipse of the year) થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણની શરૂઆત(Beginning of lunar eclipse) 8 નવેમ્બરે બપોરે 2 ને 39 મિનિટે શરૂ થશે અને પછી મધ્યકાળ 4 ને 29 મિનિટે થશે. ગ્રહણની સમાપ્તિ(End of eclipse) સાંજે 6 ને 19 મિનિટે રહેશે. ગ્રહણનો સુતક સમય સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જો કે આ ચંદ્રગ્રહણ દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક જ જોવા મળશે.

ખેડા: કારતક પૂનમ અને દેવ દિવાળીએ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ(last lunar eclipse of the year) જોવા મળશે. ચંદ્રગ્રહણની શરૂઆત(Beginning of lunar eclipse) 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે અને પછી મધ્યકાળ 4:29 કલાકે થશે. ગ્રહણની સમાપ્તિ(End of eclipse) સાંજે 6.19 કલાકે રહેશે. ગ્રહણનો સુતક સમય સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જો કે વિવિધ પ્રદેશોમાં ચંદ્ર ઉદયનો સમય અલગ-અલગ હોય છે. ચંદ્રગ્રહણ ભારતમાં સાંજે 5:20 વાગ્યાથી ચંદ્ર ઉદય સાથે દેખાશે. આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. સૂતક ગ્રહણના 9 કલાક પહેલા એટલે કે સવારે 8 ને 20 મિનિટે શરૂ થશે અને સાંજે 6 ને 20 મિનિટે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણને કારણે મંદિરો રહેશે બંધ: ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો અશુભ માનવામાં આવે છે. તેથી મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે. જેને પગલે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતાં હોય છે જેને લઈને વહેલી સવારે 3 વાગ્યે મંદિર ખુલશે અને બપોરે 1 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે. ત્યારબાદ રાજાધિરાજ રણછોડરાયજી ભગવાન પોઢી જશે અને દર્શનાર્થીઓને પ્રવેશ બંધ રહેશે. ઉપરાંત શામળાજી ખાતે પણ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિરના દરવાજા ભાવિક ભક્તો માટે બંધ રાખવામાં આવશે.

ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ ?

  • મંદિરના દરવાજા બંધ રાખવા જોઈએ
  • દેવી-દેવતાઓને સ્પર્શ ન કરવાં જોઈએ
  • વ્યક્તિએ ઝાડ અને છોડને સ્પર્શ ન કરવું જોઈએ
  • મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ
  • કાતર, છરી, સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ
  • વ્યક્તિએ ન તો ભોજન બનાવવું જોઈએ અને ન ખાવું જોઈએ
  • ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન જવું જોઈએ
  • ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ

ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ ?

  • ચંદ્રગ્રહણ દરમિયાન દાન કરવું જોઈએ
  • દેવતાઓની પ્રાર્થના અને મંત્રનો જાપ કરવો જોઈએ
  • ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરવું જોઈએ
  • ગંગાજળનો મંદિર અને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ

ચંદ્રગ્રહણ કેમ થાય છે ?

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ ભારત, દક્ષિણ પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને હિંદ મહાસાગર સહિત ઘણા એશિયન દેશોમાં જોવા મળશે. ખગોળશાસ્ત્ર અનુસાર જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને તે દેખાતો નથી આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.