ETV Bharat / state

રાજાધિરાજના દર્શન કરી નવા વર્ષને વધાવવા આવનાર ભાવિકોની સગવડ માટે ડાકોર સજ્જ

author img

By

Published : Jan 1, 2023, 4:29 PM IST

crowd of devotees on Ranchhodraiji Temple Dakor
crowd of devotees on Ranchhodraiji Temple Dakor

નવા વર્ષની શરૂઆતમાં ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પાડવાની શક્યતા (crowd of devotees on Ranchhodraiji Temple Dakor) છે. તેને લઈને પુરતો બંદોબસ્ત કરવામાં આવે (managemant of dakor temple ready to serve) છે. દર્શનનો સમય લાંબો રાખવામાં આવે છે જેને લઈ દરેક ભાવિક સરળતાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

યાત્રાધામ ડાકોર ખાતે નવા વર્ષે યાત્રિકોની ભીડની શક્યતાઓ

ખેડા: 2023ના નવા વર્ષનો પ્રારંભ વીકેન્ડમાં થતો હોઈ નવા વર્ષને વધાવવા હરવા ફરવાના સ્થળો સહિત યાત્રાધામોમાં (weekend of new year) મોટી સંખ્યામાં લોકો ઊમટવાની શક્યતાઓ (crowd of devotees on Ranchhodraiji Temple Dakor) છે. યાત્રાધામ ડાકોર ખાતે રવિવારે નિયમિત રીતે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોઈ દરેક ભાવિક સરળતાથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટેની કાયમી વ્યવસ્થા કરેલી (crowd of devotees on Ranchhodraiji Temple Dakor) છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પુનમ તેમજ રવિવાર અને તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. મંદિરે દર્શન માટે તત્પર ભાવિકોની લાંબી કતારો લાગે (managemant of dakor temple ready to serve) છે.

ડાકોર રણછોડરાયજી મંદિર
ડાકોર રણછોડરાયજી મંદિર

નવા વર્ષને વધાવવા ભાવિકોની ભારે ભીડ ઉમટવાની શક્યતા: નવા વર્ષની શરૂઆત રવિવારે થતી હોઇ હરવા ફરવાના સ્થળો સહિત ધાર્મિક સ્થળોએ નવા વર્ષને વધાવવા ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. જેને લઈ આ સ્થળોએ પુરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે. યાત્રાધામ ડાકોર (Ranchhodraiji Temple Dakor) ખાતે નિયમિત રીતે ભાવિકોનો વિશાળ પ્રવાહ ઉમટતો હોઈ ટેમ્પલ કમિટિ તેમજ પોલિસ અને તંત્ર દ્વારા યાત્રીઓની સગવડને લઈને કાયમી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેને લઈ દરેક ભાવિક સરળતાથી મંદિર પહોંચી શકે અને ભગવાનના દર્શન કરી (Ranchhodraiji Temple Dakor) શકે.

આ પણ વાંચો પાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના વિરોધમાં સુરતમાં જૈન સમાજનો વિરોધ

મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરી શકે તે માટે કાયમી વ્યવસ્થા: ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે દર્શન માટેની તૈયારી બાબતે વાત કરતાં ટેમ્પલ કમિટીના ઈન્ચાર્જ મેનેજર રાકેશભાઈ દવેએ જણાવ્યું (Rakesh Dave manager of the temple committee) હતું કે શનિ રવિવારે નિયમિત રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તેને લઈને પુરતો બંદોબસ્ત કરવામાં આવે છે. દર્શનનો સમય લાંબો રાખવામાં આવે છે જેને લઈ દરેક ભાવિક સરળતાથી દર્શન કરી ધન્યતા અનુભવે (Ranchhodraiji Temple Dakor) છે.

આ પણ વાંચો પવિત્ર તીર્થ સ્થાનો સમેત શિખર અને શેત્રુંજય પર્વતની સુરક્ષાને લઈ જૈન સમાજ રસ્તા પર

દર પૂનમે ભરાઈ છે મેળો: આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય (Ranchhodraiji Temple Dakor) છે. ઘણા લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.