ETV Bharat / state

Kheda News : હત્યાના મામલામાં 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કપડવંજ કોર્ટ

author img

By

Published : Apr 18, 2023, 7:47 PM IST

Kheda News : હત્યાના મામલામાં 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કપડવંજ કોર્ટ
Kheda News : હત્યાના મામલામાં 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કપડવંજ કોર્ટ

ખેડા જિલ્લાના કપડવંજમાં નારના મુવાડા ગામમાં 2020માં બનેલી હત્યાના કેસમાં કપડવંજ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. પાડોશીઓ વચ્ચે ઉકરડા બાબતે બોલાચાલી બાદ એક વ્યક્તિની હત્યાની ઘટના બની હતી. જેમાં જીવલેણ હુમલો કરનાર પાડોશી પરિવારના 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ઉકરડા બાબતે થઇ હતી હત્યા

ખેડા : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નારના મુવાડા ગામે થયેલી હત્યાના મામલામાં કપડવંજ કોર્ટે ચૂકાદો આપ્યો હતો.કપડવંજ કોર્ટ દ્વારા 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પાડોશી સાથે બોલાચાલી થતાં કુટુંબીઓએ ભેગા મળી હુમલો કરી હત્યા નિપજાવી હતી જે કેસ ચાલી ગયો હતો.

2020માં બની હતી હત્યાની ઘટના : કપડવંજ તાલુકાના નારના મુવાડા ગામે વર્ષ 2020માં થયેલી હત્યાના મામલામાં કપડવંજ કોર્ટે એક જ કુટુંબના 7 સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યાનું કારણ જોઇએ તો ઉકરડા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં ઘટના ઘટી ગઇ હતી.

ઉકરડો હટાવવા બબાલ : કપડવંજ તાલુકાના નારના મુવાડા ખાતે રહેતા પશુપાલક વિનોદભાઈ જેઠાભાઈ પ્રજાપતિ પોતાના ઘરે પશુ રાખી પોતાનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ઘરની પાસે આવેલા ઉકરડાની બાબતમાં ઘરની નજીકમાં રહેતા ભવાનભાઈ પરમાર સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તારીખ 5 મે 2020ના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં ભવાનભાઈ પરમાર વિનોદભાઈ પ્રજાપતિના ઘર પાસે આવેલા અને ઉકરડો હટાવવા માટેની જાણ કરી હતી. આ સમયે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.આ બોલાચાલી બાદ મરણ જનાર વિનોદભાઈના પિતા અને તેમના ભાઈ તમામ બાબતની ફરિયાદ કરવા માટે કપડવંજ પોલીસ સ્ટેશન ગયાં હતાં.

આ પણ વાંચો Kheda News : 405 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટે 14 વર્ષની આપી કેદ

હત્યાની ઘટના : વિનોદભાઈ અને તેમના ધર્મ પત્ની શીતલબેન ઘરે હતા. તે વખતે આશરે 6 વાગ્યાના અરસામાં આરોપી ભવાનભાઈ પરમાર ફરીથી મરણ જનાર વિનોદભાઈ અને તેમના ધર્મપત્ની શીતલબેનને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. આ બોલાચાલી ઉગ્ર બની હતી. આરોપી ભવાનભાઈ હાથમાં લાકડી લઈ પાછા ગયેલા આરોપી ભવાનભાઈ અને તેમના કુટુંબના બીજાં 7 સભ્યો મૃતક વિનોદભાઈ પ્રજાપતિને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ખેંચી લઇ આવી જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર ઈજાઓ થતા વિનોદભાઈ પ્રજાપતિને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટર દ્વારા વિનોદભાઈ પ્રજાપતિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ બનાવમાં વિનોદભાઈને બચાવવા જતાં શંકરભાઈ ઐતાભાઈ પ્રજાપતિ, શીષભાઈ શંકરભાઈ પ્રજાપતિ અને રમીલાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઘાયલ થયા હતા. હુમલાખોરોએ પથ્થરમારો પણ કર્યો હતો.

કપડવંજ રૂરલ પોલિસ સ્ટેશને નોંધાયો હતો ગુનો : આ બનાવ મામલે મૃતકના પત્ની શીતલબેન પ્રજાપતિએ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આઈપીસી 302, 149 મુજબ ગુનો દાખલ કરી કુલ 8 ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો Kheda Crime News : પોતાની પત્ની પર દુ્ષ્કર્મ કરાવનાર નરાધમ પતિને 10 વર્ષ કેદની સજા ફટકારાઈ

આજીવન કેદની સજાનો ચૂકાદો : આજે આ કેસ કપડવંજની સેશન્સ કોર્ટના જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આ કેસમાં 3 ઈન્જર્ડ આઈ વીટનેસની જુબાની અને મેડીકલ એવિડન્સ તેમજ અન્ય પુરાવાઓ નામદાર કોર્ટે ધ્યાનમાં લીધા હતાં.સરકારી વકીલ મીનેશ પટેલે 17 જેટલા સાહેદો અને 36 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમજ દલીલોને ધ્યાનમાં રાખી આરોપી ભવાનભાઈ ઉર્ફે લાલો બુધાભાઈ પરમાર, વિજયભાઈ બાબુભાઈ પરમાર, અજાભાઈ બાબુભાઈ પરમાર, બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ જીવાભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સોમાભાઈ પરમાર, જયેશભાઇ ઉર્ફે ભગાભાઈ ઉદાભાઈ પરમાર, સુનીલભાઈ જયંતિભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં અલ્પેશ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈનુ ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.