ખેડાના અરેરામાં મહાદેવ મંદિરની જમીનમાં પંચાયત ભવનની કામગીરી હાથ ધરાતા વિવાદ

author img

By

Published : Sep 14, 2022, 7:08 PM IST

ખેડાના અરેરામાં મહાદેવ મંદિરની જમીનમાં પંચાયત ભવનની કામગીરી હાથ ધરાતા વિવાદ

ખેડાના નડિયાદ તાલુકાના અરેરા ગામમાં મહાદેવ મંદિરને ફાળવાયેલી જમીનમાં નવીન પંચાયત ભવન બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈ વિવાદ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. Controversy over Arera Panchayat Bhawan Land allotted to Mahadev temple in Kheda

ખેડા જિલ્લાના અરેરા ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિર ( Arera Mahadev Temple) માટે વર્ષ 1993માં ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી તળાવ કિનારે જમીન ફાળવવામાં આવી હતી. જ્યાં મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે. મંદિર બનીને તૈયાર થયા બાદ થોડી કામગીરી બાકી હતી. જે દરમ્યાન મંદિરની કામગીરી કરનાર વડીલોમાંથી કેટલાકનું નિધન થતા મંદિરની કામગીરી બંધ રહી હતી. ખેડાના અરેરામાં મહાદેવ મંદિરની જમીનમાં મંદિરમાં સ્થાપના કરવામાં આવી નથી પરંતુ હાલ મંદિર બનીને તૈયાર છે.

1993માં ગ્રામ પંચાયતનો ઠરાવ કરી મંદિરને જમીનની ફાળવણી થઈ હતી

મંદિરની જમીનમાં પંચાયત ભવન બનાવવાનો ઠરાવ કરાયો તાજેતરમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી મંદિર માટે ફાળવાયેલી જમીનમાં નવીન પંચાયત ભવન બનાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાવા પામ્યો છે. મંદિરને ફાળવેલી જમીનમાં જ મંદિર બનાવાયુ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ત્યાં પંચાયત ભવન બનાવવાની કામગીરી ( Panchayat Bhawan Building )હાથ ધરાઈ છે. જેને લઈ અરજદાર દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બાબતે તાલુકાના અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત ( Controversy over Arera Panchayat Bhawan Land allotted to Mahadev temple in Kheda )કરવામાં આવી છે.

મંદિરની જમીનમાં પંચાયત ભવનની કામગીરીની તપાસની માગણી સમગ્ર મામલે કાયદેસર તપાસ કરી મંદિરની ( Arera Mahadev Temple ) જમીન છોડી પંચાયત ભવનની કામગીરી કરવા અને જો તેમ ન થાય તો ગામમાં અન્ય સ્થળે પંચાયત ભવન બનાવવા માટે માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.