ખેડામાં નગરપાલિકામાં 60.68 અને તાલુકા પંચાયતોમાં 69.47 ટકા મતદાન થયું

author img

By

Published : Mar 1, 2021, 3:27 PM IST

ખેડામાં નગરપાલિકા

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદારોએ મતદાન કર્યું હતું. ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓમાં 60.68 અને 8 તાલુકા પંચાયતોમાં 69.47 ટકા મતદાન યોજાયું હતું.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડામાં ઉત્સાહપૂર્વક મતદાન થયું
  • ખેડામાં નગરપાલિકા માટે 60.68 ટકા મતદાન
  • તાલુકા પંચાયતો માટે 69.47 ટકા મતદાન થયું

ખેડા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

સૌથી વધુ કઠલાલ નગરપાલિકામાં 78.91 ટકા મતદાન થયું

ખેડા જિલ્લાની 5 નગરપાલિકા માટે 60.68 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ કઠલાલ નગરપાલિકામાં 78.91 ટકા મતદાન થયું હતું. જિલ્લાની 5 નગરપાલિકાઓ માટે યોજાયેલા મતદાનમાં કુલ 2,75,724 મતદારોમાંથી 1,67,305 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

ખેડામાં નગરપાલિકામાં 60.68 અને તાલુકા પંચાયતોમાં 69.47 ટકા મતદાન થયું

નગરપાલિકા માટે મતદાનની ટકાવારી

  • નડિયાદ - 55.57
  • કપડવંજ - 68.44
  • કણજરી - 78.25
  • કઠલાલ - 78.91
  • ઠાસરા - 70.21

તાલુકા પંચાયત માટે મતદાનની ટકાવારી

  • નડિયાદ - 63.18
  • માતર - 68.77
  • ખેડા - 76.04
  • મહેમદાવાદ - 69.55
  • મહુધા - 70.85
  • ઠાસરા - 74.02
  • વસો - 68.18
  • ગળતેશ્વર - 69.54

ખેડા નગરપાલિકામાં 76.04 ટકા મતદાન થયું

ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયતો માટે 69.47 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ ખેડા નગરપાલિકામાં 76.04 ટકા મતદાન થયું છે. ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયત માટે યોજાયેલા મતદાનમાં કુલ 9,24,896 મતદારોમાંથી 6,42,572 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ખેડા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.