ETV Bharat / state

માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ, સાંસદ રમેશ ધડુક રહ્યા હતા હાજર

author img

By

Published : Apr 5, 2021, 8:02 PM IST

માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ
માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ

માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં 30 માર્ચના રોજ હનુમાન મંદિર અને બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થયો હતુો. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ હાજર રહ્યા હતા. સરકાર કોરોના સંક્રમણને લઈને તકેદારીઓ રાખવા સૂચના આપી રહી છે તો બીજી તરફ સરકારમાં જ સામેલ સાંસદ દરજ્જાના વ્યક્તિ કાર્યક્રમોમાં હાજરી આપીને સરકારના જ નિયમનો ખુલ્લેઆમ ભંગ પણ કરી રહ્યા છે.

  • માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં યોજાયો લોક ડાયરો
  • ડાયરામાં કોરોના સંક્રમણના તમામ નિયમોનું ખુલ્લેઆમ ભંગ
  • પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ રહ્યા હતા ઉપસ્થિત

જૂનાગઢઃ જિલ્લામાં માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં ગત 30 માર્ચના દિવસે હનુમાન મંદિર અને બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક, ગાયક કલાકાર ગીતા રબારી સહિત મોટી સંખ્યામાં ગામલોકોએ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. ડાયરામાં હાજર કેટલાય લોકોએ માસ્ક પહેરવા સુધીની તસ્દી લીધી ન હતી. એક તરફ સરકાર કોરોના સંક્રમણને લઈને તકેદારી રાખવા માટેના બુંગણા ફુકી રહી છે તો બીજી તરફ સરકારના જ જનપ્રતિનિધિ આ પ્રકારના નિયમનો ભંગ થતો હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.

માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ

આ પણ વાંચોઃ થરાદમાં ગીતા રબારીના ડાયરાનો વિવાદઃ આયોજકની ધરપકડ, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગ હરકતમાં

આ ડાયરાનો હાલ વીડિયો વાયરલ થયો છે. જેને લઇને હવે પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે, જે વ્યક્તિ કે સંસ્થા એ ડાયરાનું આયોજન કર્યું છે તેના વિરુદ્ધ જાહેરનામાના ભંગ સુધીની પોલીસ ફરિયાદ થઇ શકે છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ સમગ્ર મામલે હાલ તપાસ નીચે છે. પોલીસ ફરિયાદ થયા બાદ જે કોઈપણ કસૂરવાર વ્યક્તિ હશે તેમજ આ કાર્યક્રમનું આયોજન જે કોઇપણ સંસ્થા કે વ્યક્તિ દ્વારા કરાયું હશે તેના વિરુદ્ધ કોરોના ગાઈડલાઈડના જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લોકગાયક ગીતા રબારીએ લોકોને વાઈરસથી બચવા ઘરે રહેવા કરી અપીલ

સરકારના જનપ્રતિનિધિ અને જન જાગૃતિ ફેલાવતા કલાકારો જ કરી રહ્યા છે નિયમનો ભંગ

કોરોના સંક્રમણ સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણની ચુસ્ત ગાઇડલાઇન જાહેર કરાઈ છે, તેમ છતાં સરકારના જનપ્રતિનિધિઓ આ પ્રકારના નિયમ ભંગ કરતાં જાહેર કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે. લોક સાહિત્યકાર ગીતા રબારી કોરોના સંક્રમણ કાળમાં ચેપ ઓછો ફેલાઇ તે માટે જનજાગૃતિના પ્રતિનિધિ તરીકે પણ જોવા મળતી હતી, ત્યારે ડાયરામાં ગીતા રબારી પણ કલાકાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તે સ્પષ્ટ બતાવી આપે છે કે લોકપ્રતિનિધિ અને લોક સાહિત્યકાર કોરોનાને લઈને કેટલાક ગંભીર રહેશે હવે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ સુધીની તજવીજ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.