ETV Bharat / state

સહકારી મંડળીના ચેરમેને આર્થિક ગોલમાલ કર્યાની રજૂઆત મામલતદાર સુધી પહોંચી

author img

By

Published : Jun 16, 2021, 11:12 AM IST

સહકારી મંડળીના ચેરમેને આર્થિક ગોલમાલ કર્યાની રજૂઆત મામલતદાર સુધી પહોંચી
સહકારી મંડળીના ચેરમેને આર્થિક ગોલમાલ કર્યાની રજૂઆત મામલતદાર સુધી પહોંચી

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ભંડુરી ગામની સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા 90 લાખ કરતાં વધુના આર્થિક ગોલમાલ કરી હોવાનુ સામે આવ્યું હતું. જેને લઇને 100 જેટલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને ચેરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

  • ભંડુરી સેવા સહકારી મંડળીમાં 90 લાખ કરતા વધુની ગોલમાલની ફરિયાદ
  • 100 જેટલા ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
  • મૃતક ખેડૂતના નામે પણ મંડળીમાંથી રૂપિયા ઉપાડ્યાની ફરિયાદ

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ભંડુરી ગામની સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા 90 લાખ કરતાં વધુના આર્થિક ગોટાળા કર્યા હોવાનું સામે આવતા 100 જેટલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને ચેરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ વધુ એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદ પ્રક્રિયાને લઇને ગોલમાલ ઉગ્ર બને તેવી શક્યતા

આર્થિક ગોલમાલ કરી હોવાની નોંધાય ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાની ભંડુરી સેવા સહકારી મંડળીના ચેરમેન મોહનભાઈ ગોધાસરા દ્વારા ખેડૂતોના 90 લાખ કરતા વધુ રૂપિયાની આર્થિક ગોલમાલ કરી હોવાની ફરિયાદ નોંધાય હતી. જ્યારે આજે માળીયા હાટીના મામલતદારને 100 કરતા વધુ ખેડૂતોએ એક સાથે રજૂઆત કરીને ચેરમેન વિરુદ્ધ નાણાંકીય ઉચાપત અને ગોલમાલની ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જન અધિકાર મંચ દ્વારા આજે ખેડૂતોની સાથે રહીને સમગ્ર મામલામાં તાકીદે કાર્યવાહી કરવાની મામલતદાર સમક્ષ માગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જામનગર: સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાની ફરિયાદ

ચેરમેન દ્વારા મૃતકના નામે પણ પૈસા ઉઠાવવાનો લગાવ્યો આરોપ

ભંડુરી સેવા સહકારી મંડળીના ચેરમેન મોહનભાઈ ગોધાસરા દ્વારા વર્ષ 2019માં અવસાન પામેલા ખેડૂતના નામે વર્ષ 2020માં રૂપિયા ઉપાડ્યાનો સનસનીખેજ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. વધુમાં સહકારી મંડળીમાં રજીસ્ટર ખેડૂતોએ 30 હજારના ઉપાડની સામે તેમની પાસે 3 લાખનું દેવું હોવાનું પણ સહકારી મંડળીએ મનસ્વી રીતે નિર્ણય લેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. વધુમાં સહકારી મંડળીના ચેરમેન મોહનભાઈ દ્વારા બોગસ આધાર પુરાવાઓ ઊભા કરીને ચોરવાડમાં પામેલી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી કેટલીક રકમ ઉપાડી લીધાની સનસનીખેજ વિગતો પણ ખેડૂતે મામલતદારને આપી છે અને સમગ્ર મામલામાં સેવા સહકારી મંડળી લિ.ના ચેરમેન મોહનભાઈ સામે પગલા લેવાની માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.