ETV Bharat / state

વાહનોના વધતા વ્યાપની વચ્ચે જૂનાગઢના આ ધોરીમાર્ગ બની રહ્યા છે અકસ્માતના એપિસેન્ટર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 6:55 PM IST

વાહનોના વધતા વ્યાપની વચ્ચે જૂનાગઢના આ ધોરીમાર્ગ બની રહ્યા છે અકસ્માતના એપિસેન્ટર
વાહનોના વધતા વ્યાપની વચ્ચે જૂનાગઢના આ ધોરીમાર્ગ બની રહ્યા છે અકસ્માતના એપિસેન્ટર

જૂનાગઢ જિલ્લાના વંથલીથી લઈને ગડુ સુધીનો રાજ્ય ધોરી માર્ગ તેમજ જૂનાગઢથી અમરેલી તરફ જવાનો બિલખા નજીકનો ધોરી માર્ગ મુખ્યત્વે જૂનાગઢ જિલ્લામાં અકસ્માતના એપિસેન્ટર બની રહ્યા છે. પાછલા એક મહિના દરમિયાન 315 જેટલા કિસ્સાઓ માર્ગ અકસ્માતના નોંધાયા છે.

જૂનાગઢ : સતત વાહનોનો વ્યાપ વધી રહ્યો છે તો સાથે સાથે ચાર માર્ગીય ધોરીમાર્ગ પણ હવે દરેક જગ્યા પર જોવા મળે છે. તેની વચ્ચે અકસ્માતોના કિસ્સાઓ પણ ખૂબ વધતા જોવા મળે છે. જૂનાગઢમાં વંછલીથી ગડુ રોડ અને જૂનાગઢથી અમરેલીનો માર્ગ પકડો તો આ વાતની ખાતરી થયા વિના નહીં રહે. ગત એક માસની જ વાત કરીએ તો 315 જેટલા કિસ્સાઓ માર્ગ અકસ્માતના આ રોડ પર નોંધાયા છે.

ધોરીમાર્ગો અકસ્માતનું કેન્દ્ર : ટેકનોલોજીના વ્યાપની વચ્ચે વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આવા સમયે મોટાભાગના ધોરી માર્ગો કે જે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાઈ રહ્યા છે. તેમાં પણ હવે વિસ્તૃતિકરણ થઈને મોટા ભાગના તમામ માર્ગો ચાર માર્ગીય બની રહ્યા છે. સુવિધાઓ વધી રહી છે તો દરરોજ વાહનોની સંખ્યા પણ વધતી જવા મળે છે. તેની વચ્ચે અકસ્માતના કિસ્સાઓ પણ હવે સતત વધી રહ્યા છે. પાછલા 30 દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં અકસ્માતોના 315 જેટલી ઘટનાઓ બની હતી. જેમાં એક મહિના દરમિયાન 20 કરતાં વધુ વ્યક્તિઓના મોત થયા છે. સતત વધતી સુવિધાઓની વચ્ચે અકસ્માતોની વણઝાર પણ ખૂબ જ ચિંતા ઉપજાવી છે.

જૂનાગઢથી સોમનાથ અને અમરેલીનો માર્ગ એપિસેન્ટર : જૂનાગઢથી સોમનાથ અને જૂનાગઢથી અમરેલી તરફનો રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોનું મૂળ કેન્દ્ર બની રહ્યો છે. વંથલીથી લઈને ગડુ સુધીના માર્ગમાં હાઇવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ ટુ-વ્હીલર વાહનોના અકસ્માતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જૂનાગઢથી અમરેલી તરફ જતા રાજ્ય ધોરીમાર્ગમાં પણ આ જ પ્રકારે અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં મોટે ભાગે બાઈક અને મોટરકાર વચ્ચેના અકસ્માતોની સંખ્યા ખૂબ વધારે છે. આ બંને ધોરીમાર્ગ પર કોઈ ચોક્કસ નિર્ધારિત જગ્યા પર સતત અકસ્માતો થાય છે તેવું સામે આવ્યું નથી પરંતુ ધોરી માર્ગ પર અકસ્માતોની સંખ્યા પાછલા વર્ષોની સરખામણીએ સતત વધી રહી છે.

108ના મેનેજરે આપી વિગતો : જૂનાગઢ જિલ્લામાં 108નું સંચાલન કરતા મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ પાછલા એક મહિના દરમિયાન 108એ કરેલી કામગીરીની વિગતો આપી છે.ં મહેન્દ્રસિંહ જણાવે છે કે પાછલા 30 દિવસ દરમિયાન અકસ્માતના 305 કેસ 108ની એમ્બ્યુલન્સને મળ્યા છે. પરંતુ કોઈ ચોક્કસ સ્થળ કે ચોક્કસ માર્ગ પર સતત અકસ્માતના કિસ્સાઓ હજુ સુધી સામે આવ્યા નથી.

  1. ગાંધીનગરમાં 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસ યોજાઇ, દેશના સિવિલ એન્જીનિયરોને કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીનો મોટો સંદેશ
  2. શંખેશ્વરને જોડતો રૂની મુજપુર માર્ગ ખખડધજ હાલત તો જૂઓ, તંત્ર આળસ ખંખેરે તેવી સ્થાનિકોની માગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.