ETV Bharat / state

Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં માં જગદંબાના બેઠા ગરબાનું છે અનોખુ ધાર્મિક મહત્વ

author img

By

Published : Mar 28, 2023, 7:13 PM IST

Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં માં જગદંબાના બેઠા ગરબાનું છે અનોખુ ધાર્મિક મહત્વ
Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં માં જગદંબાના બેઠા ગરબાનું છે અનોખુ ધાર્મિક મહત્વ

સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગ મુજબ વિક્રમ સવંતના વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે તે પૈકીની ચૈત્રી નવરાત્રી ધાર્મિક દ્રષ્ટિએ તેમજ અનુષ્ઠાન માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમિયાન માઇ ભક્તો દ્વારા પ્રાચીન બેઠા ગરબાનું આયોજન થાય છે, જેમાં માઇ ભક્તો ધાર્મિક આસ્થા સાથે જોડાઈને માતાજીના ગરબા સાથે નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે.

ચૈત્રી નવરાત્રીમાં માં જગદંબાના બેઠા ગરબાનું ધાર્મિક મહત્વ

જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં વિક્રમ સવંત ના એક વર્ષ દરમિયાન ચાર જેટલી નવરાત્રી આવતી હોય છે. જેમાં ગુપ્ત નવરાત્રી શાકંભરી નવરાત્રી આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી આ ચાર નવરાત્રીનું સનાતન ધર્મમાં આસ્થા અનુષ્ઠાન અને પૂજનને લઈને અલગ અલગ ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Handicraft exhibition: રાજકોટમાં નોર્થ ઇસ્ટ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ કારીગરોનો જમાવડો, વિવિધ હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન

બેઠા ગરબાનું કરાયું આયોજન: જે રીતે આસો નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા માતાજીના ગરબા લેવામાં આવે છે, તે જ રીતે પરંતુ ધાર્મિક અને પ્રાચીન પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના પ્રાચીન અને ગરબા લેવાની પરંપરા આજે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જળવાયેલી જોવા મળે છે. જુનાગઢમાં આવેલા અને 800 વર્ષ પૌરાણિક વાઘેશ્વરી મંદિરે પણ ચૈત્રી નવરાત્રીના દિવસે બહેનો દ્વારા બેઠા ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષોએ માં જગદંબાની આરાધના કરીને બેઠા ગરબામાં ભાગ લીધો હતો.

ધાર્મિક દ્રષ્ટિએ બેઠા ગરબાનું મહત્વ: ચૈત્ર નવરાત્રી ને જગતજનની માં જગદંબાના અનુષ્ઠાન તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ જપ અને તપનું વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં આદિ અનાદિ કાળથી ચાલતું આવતું જોવા મળે છે. નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન કોઈ પણ ભક્ત પોતાની ઈચ્છા આસ્થા અને શક્તિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરી શકે છે.

આ પણ વાંચો: Chaitra Navratri 2023 : જાણો મહાસપ્તમી પર પૂજા કરવાના આસાન ઉપાય અને ફાયદા

બેઠા ગરબામાં ભક્તો શું કરે: કેટલાક માઇ ભક્તો ચૈત્ર નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે, તો કેટલાક ભક્તો નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના મંદિરે બેઠા ગરબાનું આયોજન કરીને માતાજીની પ્રાચીન પરંપરા મુજબ અનુષ્ઠાન અને પૂજા કરતા હોય છે. તેજ રીતે બેઠા ગરબા પણ માતાજીને અર્પણ કરવામાં આવે છે સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા મુજબ ભાવથી કરાયેલા બેઠા ગરબા માતાજીના સાનિધ્યે પ્રત્યેક માઈ ભક્તને ખૂબ પુણ્યશાળી ફળ આપતા હોય છે. જેથી નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન પ્રત્યેક ભક્ત બેઠા ગરબાથી લઈને અનુષ્ઠાન ઉપવાસ તેમજ જપ અને તપના ધાર્મિક કાર્યમાં ભાગ લેતા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.