ETV Bharat / state

વયોવૃદ્ધ ખેલાડીઓએ સ્પર્ધામાં દેખાડ્યો દમ, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ

author img

By

Published : Dec 12, 2022, 6:17 PM IST

વયોવૃદ્ધ ખેલાડીઓએ સ્પર્ધામાં દેખાડ્યો દમ, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ
વયોવૃદ્ધ ખેલાડીઓએ સ્પર્ધામાં દેખાડ્યો દમ, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ

જૂનાગઢમાં અનોખી સ્પર્ધાનું કરાયું આયોજન (Seniors Competition Junagadh) કરવામાં આવ્યું હતું. 60 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના વયોવૃદ્ધ ભાઈઓ અને બહેનો માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો પણ આટલી ઝડપથી (fast paced competition) ચાલી શકે નહી. વયોવૃદ્ધ ખેલાડીઓએ દેખાડ્યો પોતાનો દમ.

જૂનાગઢમાં તમે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું સાંભળ્યું હશે. પરંતુ જૂનાગઢમાં એક અનોખી સ્પર્ધાનું ઓયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને શરમાવી દીધા હશે. તમને અત્યારે વિચારતા હશો કે એવી તકે કઇ સ્પર્ધા કે જેમાં યુવાનોને શરમાવી દીધા હતા. તો જૂનાગઢમાં અનોખી આ સ્પર્ધામાં ભવનાથની ગીરી(Giri foothills of Bhavnath) તળેટીમાં 60 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના વયોવૃદ્ધ ભાઈઓ(Seniors Competition Junagadh) અને બહેનો માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 46 જેટલા ભાઈઓ અને 29 જેટલી બહેનો ભાગ લીધો હતો. એટલી ઝડપી ચાલ હતી કે આટલી ચાલ તો યુવાનો પણ ના ચાલી શકે.

વયોવૃદ્ધ ખેલાડીઓએ સ્પર્ધામાં દેખાડ્યો દમ, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ

યુવાનો જેવી સ્ફૂર્તિ વયોવૃદ્ધ ખેલાડીઓએ દાખવી યુવાનો જેવી સ્ફૂર્તિ દેખાડી હતી. આ સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વયોવૃદ્ધ ભાઈઓ અને બહેનોએ શારીરિક ક્ષમતા સાથે ઝડપી ચાલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજે એક તરફ યુવાનો શારીરિક કસરતથી દૂર થતા જાય છે. જ્યારે 60 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના વૃદ્ધ ખેલાડીઓએ ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લઈને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને તે પણ વહેલી સવારના 6:00 વાગ્યાની આસપાસ ગુલાબી ઠંડીની વચ્ચે દર્શાવીને 85 વર્ષના ખેલાડીઓએ યુવાન જેવી સ્ફુર્તિ સાથે સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

યુવાનો શારીરિક કસરત આજની સ્પર્ધામાં ભાગ લેનાર ઓસમાણ સુમરા મણિશંકર ઓઝા અને ભાનુબેન પટેલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિનિયર સિટીઝન(Senior citizen at international level) માટે આયોજિત થતા રમતગમત ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેડલ મેળવવાની જ્વંલંત સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભાનુબેન પટેલ મણિશંકર ઓઝા અને ઓસમાન સુમરા ત્રણે વિજેતા સ્પર્ધકોએ તેમની વય જૂથમાં પ્રથમ ક્રમે રહ્યા હતા વિજેતા બનેલા તમામ વયોવૃદ્ધ ખેલાડીઓ યુવાનોને કસરત થકી શારીરિક ક્ષમતા વધે તે માટે કસરતને દૈનિક જીવનનો ભાગ બનાવવાની સાથે સાથે કસરતો થકી યુવાનો રમત ગમતના ક્ષેત્રમાં પણ ખૂબ સારું કામ કરી શકે છે. તેને લઈને આજે વિજેતા થયેલા તમામ ખેલાડીઓએ યુવાનોને રમતગમતના ક્ષેત્રમાં કસરત થકી આગળ આવવાની હાકલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.