ETV Bharat / state

ઉમાધામ ગાઠીલાના નવા પ્રમુખની કરાઈ વરણી, કોણ બન્યા નવા પ્રમુખ

author img

By

Published : Apr 3, 2023, 7:15 AM IST

ઉમાધામ ગાઠીલાના નવા પ્રમુખની કરાઈ વરણી, કોણ બન્યા નવા પ્રમુખ
ઉમાધામ ગાઠીલાના નવા પ્રમુખની કરાઈ વરણી, કોણ બન્યા નવા પ્રમુખ

ઉમિયા માતાજીના સંસ્થાન અને કડવા પાટીદાર સમાજની જગ્યા ગાંઠીલા ખાતે કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે યુવાન પાટીદાર અગ્રણી નિલેશ ધુલેશિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, પાછલા ઘણા વર્ષોથી વાલજીભાઈ ફળદુ ઉમાધામ ગાઠીલાના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા, ત્યારે હવે યુવાન હાથમાં સંસ્થાનું શુકાન આવ્યું છે.

જૂનાગઢઃ ઊંઝા સીદસર બાદ જૂનાગઢના વંથલી નજીક આવેલી ઉમાધામ ગાઠીલા સંસ્થાને આજે નવા પ્રમુખ મળ્યા છે. કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં યુવાન પાટીદાર અગ્રણી નિલેશ ધુલેશિયાની સંસ્થાનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેવો વર્તમાન પ્રમુખ વાલજીભાઈ ફળદુનું સ્થાન લેશે પાછલા ઘણા વર્ષોથી વાલજીભાઈ ફળદુ ઉમાધામ ગાઠીલાના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા જેની આજે વિદાય થઈ રહી છે.

આ પણ વાંચોઃ Valsad News: ધરમપુરમાં 8 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું નાણાપ્રધાને કર્યું લોકાર્પણ, 9 ગામોને થશે ફાયદો

ધાર્મિક સ્થાન માનવામાંઃ ગુજરાતમાં ઊંઝા સીદસર અને ત્યાર બાદ ઉમાધામ ગાઠીલા સંસ્થા કડવા પાટીદારોની આસ્થા અને સામાજિક ઉત્થાન માટે ખૂબ જ મહત્વનું ધાર્મિક સ્થાન માનવામાં આવે છે જેમાં યુવાન પાટીદાર અગ્રણી નિલેશ નિલેશિયાને પ્રમુખ તરીકેનું શુકાન સોંપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં સંસ્થાના વિકાસની સાથે સમાજ શૈક્ષણિક સામાજિક અને માનસિક દ્રષ્ટિએ વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો કરવા નવા ચુટાયેલા પ્રમુખ નિલેશ ધુલેશિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીપૂર્વે યોજાયું હતું મહા સંમેલનઃ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે જૂનાગઢમાં સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ઉમા ખોડલ ની પૂજા કરીને પાટીદારોએ રાજકીય રીતે પણ તેમની સક્રિયતાના દર્શન તમામ રાજકીય પક્ષોને કરાવ્યા હતા પાછલા ઘણા વર્ષોથી માણાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાય તેને લઈને સમાજમાં મનોમંથન ચાલી રહ્યું હતું ત્યારે જૂનાગઢમાં યોજાયેલ મહાસંમેલનમાં સીદસર ઉમાધામના પ્રમુખ તેમજ ઉમાધામ ગાઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુએ સંયુક્ત રીતે સમાજને સમાજના હિતમાં સંગઠિત થવાની હાકલ કરી હતી. ત્યારબાદ બંને પ્રમુખોએ તમામ રાજકીય પક્ષોને કડક શબ્દોમાં પાટીદાર સમાજના ઉમેદવારોને વિધાનસભામાં ટિકિટ મળે તે માટેની વાત પણ કરી હતી.

આ પણ વાંચોઃ Salim Durani: જામનગરમાં સિક્સરના શહેનશાહની નિકળી અંતિમયાત્રા, પૂર્વ કપ્તાન અજય જાડેજા પણ જોડાયા

માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યઃ જુનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક મતદારોની દ્રષ્ટિએ પાટીદાર બહુલિક બેઠક માનવામાં આવે છે ત્યારે ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર અરવિંદ લાડાણી સામે ભાજપના દિગ્ગજ નેતા અને પુર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાનો પરાજય થયો હતો હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ બિલકુલ આવવાની તૈયારીમાં છે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોથી લઈને મતદારોના જાતિગત અને સામાજિક ગણિતો બેસાડવા માટે કમર કસી લીધી છે.

લોકસભા બેઠક પર પાટીદારની પકડઃ આવા સમયે જુનાગઢ લોકસભા બેઠક પર પાટીદાર મતો પર ખૂબ સારી પકડ ધરાવે છે, ત્યારે પાટીદાર સમાજને રાજકીય રીતે સંગઠિત કરવા માટે પણ યુવાન પાટીદાર અને ભાજપના નેતા નિલેશ ધુલેશિયાને ઉમાધામ ગાંઠીલા સંસ્થાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હશે ચોક્કસપણે ઉમાધામ ગાંઠીલા ધર્મ સાથે જોડાયેલી સંસ્થા છે જેમાં પાટીદાર સમાજના ઉત્થાન માટેના તમામ કાર્યો કરવામાં આવે છે પરંતુ રાજકીય દ્રષ્ટિએ કોઈપણ સમાજના મતદારો તમામ રાજકીય પક્ષો માટે મહત્વના હોઈ શકે ત્યારે જુનાગઢ જિલ્લાની લોકસભા પર પાટીદાર મતદારો પણ ખૂબ નિર્ણાયક છે આવા સમયે યુવાન ને પ્રમુખ તરીકે મળેલી જવાબદારી ધાર્મિક સંસ્થાના વિકાસની સાથે સમાજને એકજુટ રાખવાની સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં સારું પરિણામ મળે તે માટે પણ હોઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.