ETV Bharat / state

આજે સમગ્ર દેશમાં ફળોની રાણીનો કેરી દિવસ મનાવવામાં આવી રહ્યો

author img

By

Published : Jul 22, 2021, 12:06 PM IST

દેશમાં ફળોની રાણીનો કેરી દિવસ મનાવવામાં આવી રહ્યો
દેશમાં ફળોની રાણીનો કેરી દિવસ મનાવવામાં આવી રહ્યો

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી થઈ રહી છે. પાછલા એક વર્ષ કરતા પણ વધુ સમયથી સૌરાષ્ટ્રમાં થતી કેસર કેરી આજે દેશ-દુનિયાના સીમાડાઓ વટાવીને સ્વાદના શોખીનો માટે ખૂબ જ આદર અને માન-પાન મેળવી રહી છે. સૌરાષ્ટ્રમાં 20 કરતા વધુ જાતોની કેરીની ખેતી આજે પણ થઈ રહી છે. કેરીઓ સ્વાદ અને તેની સોડમને કારણે જ કેરી રાષ્ટ્રીય ફળ તરીકે પણ સ્થાન પામી છે.

  • દેશમાં આજે કેરી દિવસની ઉજવણી થઇ રહી
  • ગીરમાં કેસરની સાથે આજે 20 કરતા વધુ કેરીની જાતોની ખેતી થઇ રહી
  • જૂનાગઢના નવાબ કેરીના શોખીન હતા

જૂનાગઢ : આજે દેશમાં કેરી દિવસની ઉજવણી થઇ રહી છે. સ્વાદના શોખીનો માટે ખૂબ જ આદર, સ્થાન-માન અને સન્માન મેળવતા ફળ તરીકે વર્ષમાં એક વખત આવતી ફળોની રાણી કેરી ખૂબ જ આદર મેળવી રહી છે. જેનો રાષ્ટ્રીય ફળ તરીકે પણ સ્વીકારવામાં આવી છે.

ઉષ્ણ કટિબંધ વિસ્તાર ધરાવતા રાજ્યમાં પણ કેરીની ખેતી થઈ રહી

ગુજરાત સહિત રાજ્યના કેટલાક ઉષ્ણ કટિબંધ વિસ્તાર ધરાવતા રાજ્યમાં પણ કેરીની ખેતી થઈ રહી છે. પરંતુ ગીરની કેસર કેરી સ્વાદના શોખીનો અને રસિકો માટે અદકેરું માન અને સન્માન ધરાવી રહી છે. જેને કારણે ગીરમાં પાકતી કેસર કેરી આજે દેશ-દુનિયાના સીમાડા વટાવીને સ્વાદની સોડમ ફેલાવી રહી છે.

આ પણ વાંચો : લખનઉમા એક એવો બાગ જ્યા 40 પ્રકારની કેરી એક જ ઝાડ પર

કેરી જંગલી ફળ તરીકે ઓળખાય

જૂનાગઢના નવાબને કેરીના શોખીન માનવામા આવતા હતા. કેરી આમ તો જંગલી ફળ તરીકે ઓળખવામાં આવે છે. તેનું મોટેભાગે ગરમ પ્રદેશોમાં સફળતાપૂર્વક વાવેતર થતું હોય છે. પરંતુ કેરીના શોખીન એવા જૂનાગઢના નવાબે કેટલીક દેશી કેરીઓની જાતને ગીરમાં કેરીની અનેક જાતની ખેતી શરૂ કરવી હતી.

નવાબ દ્વારા પ્રોત્સાહન આપતા ગીરમાં કેરી જોવા મળે

જે-તે સમયે નવાબ દ્વારા પ્રોત્સાહન આપતા ગીરમાં કેસર કેરીની સાથે અન્ય કેટલીક દેશી જાતની કેરીઓ જેવી કે આમ્રપાલી, કોકમ, નીલમ, જમાદાર, નિલેશ્વરી અને જૂનાગઢના નવાબની ખાસ પસંદ સમી અમરપસંદ ગિરિરાજ વજીર પસંદ બાદશાહ પસંદ અને ફઝલી જાતની દેશી કેરી આજે ગીરમાં જોવા મળે છે. આ પ્રકારની કેરીની જાતોની ખેતી ખૂબ જ મર્યાદિત અને કેટલાક વિસ્તારોમાં જ થતી જોવા મળે છે. આ પ્રકારની કેરીનું સાર્વત્રિક ધોરણે વેચાણ થતું નથી પરંતુ આંબાવાડીઓમાં આજે પણ આ પ્રકારની કેરી ઉનાળા દરમિયાન ચોક્કસ જોવા મળે છે.

આ પણ વાંચો : આશ્ચર્ય ! : આ કેરીની સુરક્ષા માટે રાખવામાં આવી 'Z Plus' સિક્યુરિટી

ગીર વિસ્તારને કેસર અને કેસરી સાથે પણ સરખાવાય

ગીર વિસ્તારમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી વિસ્તારને કેસર કેરીના હબ તરીકે વર્ષોથી ઓળખવામાં આવે છે. ગીર વિસ્તારને કેસર અને કેસરી સાથે પણ સરખાવવામાં આવે છે. અહીં ઉત્પાદિત થતી કેરી સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવે છે.

દેશમાં ફળોની રાણીનો કેરી દિવસ મનાવવામાં આવી રહ્યો

કેટલાક વર્ષોથી કચ્છમાં પણ કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું

આ સિવાય દક્ષિણ ગુજરાતની ખાસ કરીને નવસારી પંથકના વિસ્તારમાં કેશર આફુસ અને લંગડો કેરીની ખેતી આજે પણ થઈ રહી છે. કેટલાક વર્ષોથી કચ્છમાં પણ કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગીરની કેરી અને તેમાંય ખાસ કરીને 20 કરતા વધુ જાતોની અલગ-અલગ કેરી આજે પણ સ્વાદના શોખીનો માટે એક અદકેરૂ માન-સન્માન અને આદર મેળવી રહી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.