ETV Bharat / state

Junagadh News : ખેડૂતોની સમસ્યા અંગે ભાજપ-કોંગ્રેસની એક માંગ, જાણો શું છે મામલો..

author img

By

Published : Jul 28, 2023, 7:39 PM IST

Gujarat Monsoon 2023
Gujarat Monsoon 2023

કોડીનાર અને સોમનાથના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા અને વિમલ ચુડાસમાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. તેઓએ ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય તેમજ તાકિદે નુકસાનનો સર્વે થાય તેવો આગ્રહ કર્યો છે. ખેડૂતોને રાજ્યની સરકાર મદદ કરે તેવી માંગ કરી છે. ત્યારે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ અને ભાજપ એક સાથે રજૂઆત કરી રહ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો હશે.

જુનાગઢ : સોરઠ વિસ્તારમાં પાછલા દોઢ મહિના દરમિયાન અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં મોટે ભાગે લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં ૧૨૫ ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં જગતના તાતની ખેતી ચોમાસુ સંકટમાં ફસાયેલી જોવા મળે છે. જેમાંથી ઉગારવા માટે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોડીનારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં ખેડૂતોની મુશ્કેલીમાં સરકાર સહાય કરે તેમજ જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સરકાર જાહેર કરે તે માટે પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે.

ખેડૂતોની સમસ્યા અંગે ભાજપ-કોંગ્રેસની એક માંગ
ખેડૂતોની સમસ્યા અંગે ભાજપ-કોંગ્રેસની એક માંગ

આશ્ચર્યજનક કિસ્સો : સોરઠ પંથકમાં જરૂર કરતાં વધુ વરસાદ એક મહિના દરમિયાન નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ ચોમાસાના બે મહિના બાકી છે. જિલ્લાના સરેરાશ વરસાદ કરતા પણ 30% વરસાદ વધુ જોઈ ચૂકેલા જિલ્લાના ખેડૂતો માટે હવે તો વરસાદ આફત રૂપ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લામાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, મગ, તલ, શેરડી સહિત અનેક ચોમાસું પાકોને વરસાદી પાણી નુકસાન કરી રહ્યું છે. જેના તરફ રાજ્ય સરકારનું ધ્યાન પહોંચાડવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂતોને પડતી મુશ્કેલીના સવાલને લઈને એક સાથે આવ્યા છે. અગાઉ ધારાસભ્યો રજૂઆત કરતા હતા પરંતુ એક સાથે રજૂઆત થઈ હોય તેવા કિસ્સા ભાગ્ય જોવા મળતા હતા.

ભાજપ-કોંગ્રેસની એક માંગ : સોરઠ પંથકના ખેડૂતો પણ અતિ વરસાદને કારણે લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે રાજ્યની સરકાર સમક્ષ મદદની નજરે જોઈ રહ્યા છે. આવા સમયે કોડીનાર અને સોમનાથના ધારાસભ્યએ સરકારને પત્ર લખીને ખેડૂતોની મુશ્કેલી પ્રત્યે સરકારનું ધ્યાન આકર્ષિત થાય તે માટે પ્રયાસ કર્યા છે. આ સિવાય વિસાવદર, માંગરોળ, માળીયા, તાલાલા અને માણાવદર તાલુકામાં પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ચોમાસુ પાકને પારાવાર નુકસાન થયું છે.

ધારાસભ્યોની માંગ : જો સરકાર ધારાસભ્યોના પત્રને ધ્યાને રાખીને સર્વે કરાવે તેમજ નુકસાનનું વળતર આપે તો તમામ ખેડૂતોને તેનો યોગ્ય ફાયદો મળી શકે તેમ છે. પરંતુ હજુ સુધી સરકારે કોઈ પણ પ્રકારના સર્વે કે ખેડૂતોને રાહત આપવાની વાત કરી નથી. આજે બે ધારાસભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. બની શકે સરકાર આગામી દિવસોમાં ખેડૂતોને કોઈ વચગાળાની રાહત કે નુકસાનનો સર્વે કરવાનો લઈને નિર્ણય કરી શકે છે.

  1. Gujarat Monsoon 2023 : ગુજરાતના જળબંબાકાર કરનાર મેઘો હવે આવનારા દિવસોમાં વિરામ લઈ શકે ?
  2. Gir Somnath Monsoon Update : કોડીનાર પંથક થયો પાણી-પાણી, બે કલાકમાં 4 ઇંચ વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.