ETV Bharat / state

Junagadh News : ઘરમાં બાળક હોય તો સાવધાન, બાળકે ઘરમાં પડેલો પદાર્થ ખાઈ જતા થયું મૃત્યુ

author img

By

Published : Feb 28, 2023, 1:20 PM IST

Junagadh News : ઘરમાં બાળક હોય તો સાવધા, કેશોદમાં બાળકે ઘરમાં પડેલો પદાર્થ ખાઈ જતા મૃત્યુ
Junagadh News : ઘરમાં બાળક હોય તો સાવધા, કેશોદમાં બાળકે ઘરમાં પડેલો પદાર્થ ખાઈ જતા મૃત્યુ

જૂનાગઢના કેશોદમાં બાળકના મૃત્યનો ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. માસૂમ બાળક ઘરમાં પડેલો ઝેરી પદાર્થ ખાઈ જવાથી મૃત્યુ પામ્યો છે. બાળકના મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકનો માતમ છવાયો છે.

કેશોદમાં ચિંતાજનક કિસ્સો સામે આવ્યો

જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં બાળક મૃત્યુનો ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં રાખવામાં આવેલો કોઈપણ હાનિકારક કે ઝેરી પદાર્થ નાના બાળકોના મૃત્યુનું કારણ બની શકે છે. કેશોદમાં શંકાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મામાના ઘરે આવેલા બાળકનું અજાણે ઘરમાં પડેલી ઝેરી પદાર્થ ખાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. આ પ્રકારે માસૂમ બાળકનું મૃત્યુ થતાં પરિવાર સાથે સમગ્ર કેશોદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંંચો : Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા

ઝેરી પદાર્થ કોઈપણને મૃત્યુ નોતરી શકે: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં દરેક પરિવારની આંખો ખોલતો કિસ્સો સામે આવ્યો હશે. મામાના ઘરે આવેલા પાંચ વર્ષના બાળકનું ઘરમાં પડેલા ઝેરી પદાર્થ ખાવાને કારણે મૃત્યુ થવાનો કિસ્સો સામે આવ્યો છે. માત્ર પાંચ વર્ષના બાળકનો અકસ્માતે ઝેરી પદાર્થ ખાઈ લેતા મૃત્યુ નીપજ્તા સમગ્ર કેશોદ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કેશોદ તાલુકાના ખીરસરા ગામે મામાના ઘરે આવેલા બાળકે ભૂલથી ઘરમાં પડેલો કોઈ પદાર્થ ખાઈ લેતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. પાંચ વર્ષના બાળકનું મૃ્ત્યુ થતા સમગ્ર કેશોદ પંથકમાં નિરાશાના કાળા વાદળ છવાઈ ગયા હતા.

આ પણ વાંંચો : Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું

અખાદ્ય પદાર્થ બની શકે છે મૃત્યુનું કારણ : મામાના ઘરે આવેલા પાંચ વર્ષના બાળકે અકસ્માતે કોઈ ઝેરી પદાર્થ આરોગી લેતા તેનું મૃત્યુ થયું છે. સમગ્ર મામલાને લઈને મૃતક બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમાં પણ ઝેરી પદાર્થ ખાવાને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલામાં કેશોદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. કોલીની એ જણાવ્યું હતું કે, હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ બાળકનું મૃત્યુ અજાણતા ઝેરી પદાર્થ ખાવાને કારણે થયું છે. તેમ છતાં સમગ્ર મામલામાં કોઈ શંકાસ્પદ કામગીરી અથવા તો ઘટનાક્રમ જોડાયેલો છે કે નહીં તેને લઈને પણ કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કપડા અથવા નાના મોટી વસ્તુ સફાઈ કરવા માટે કેટલીક પ્રકારના કેમિકલ લોકો ઘરમાં રાખતા હોય છે. ત્યારે બાળક અજાણતા કઈ ખાવાની વસ્તુ સમજીને આરોગતા હોય ત્યારે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.