ETV Bharat / state

Randhan Chhath : સંવાદિતા સાથે બનેલો ખોરાક અને મીઠાઈ, રાંધણ છઠ પર્વની સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઈ છે લોક પરંપરા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 3:33 PM IST

Randhan Chhath : સંવાદિતા સાથે બનેલો ખોરાક અને મીઠાઈ, રાંધણ છઠ પર્વની સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઈ છે લોક પરંપરા
Randhan Chhath : સંવાદિતા સાથે બનેલો ખોરાક અને મીઠાઈ, રાંધણ છઠ પર્વની સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઈ છે લોક પરંપરા

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારની મોટી ધામધૂમ જોવા મળે છે. જેમાં શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠ આજનો દિવસ બહેનો માટે રસોડામાં અવનવી વાનગીઓ બનાવવામાં જતો જોવા મળે છે. જૂનાગઢમાં પણ બહેનો રસોઇઘરમાં રાંધણ છઠ મનાવવામાં વ્યસ્ત જોવા મળી હતી.

રાંધણ છઠ મનાવવામાં વ્યસ્ત બહેનો

જૂનાગઢ : શ્રાવણ વદ છઠ એટલે કે આજે રાંધણ છઠનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રાચીન પરંપરા અનુસાર રાંધણ છઠના દિવસે મહિલાઓ જન્માષ્ટમીના તહેવારને લઈને મીઠાઈની સાથે ખોરાક બનાવવાની જે પ્રાચીન પરંપરા છે તે ગામડાની લોક સંસ્કૃતિમાં આજે પણ જળવાયેલી જોવા મળે છે. જે શહેરના લોક જીવનમાંથી દૂર થતી જોવા મળે છે.

આજે રાંધણ છઠ : શ્રાવણ વદ છઠના દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવારમાં ઘરે બનાવેલી મીઠાઈ અને ભોજન પ્રસાદ બનાવીને ઇષ્ટદેવને અર્પણ કર્યા બાદ ગ્રહણ કરવાની જે પ્રાચીન પરંપરા છે, તે આજે ગામડાની લોક સંસ્કૃતિમાં જળવાયેલી જોવા મળે છે. વર્ષો પૂર્વની પરંપરા અનુસાર સાતમ આઠમના તહેવારોમાં ચાર દિવસ સુધી ઘરે બનાવેલું ઠંડુ ખાવાની પરંપરા હતી. જે આજે શહેરી જીવનમાંથી બિલકુલ લુપ્ત થઈ ગયેલી જોવા મળે છે, પરંતુ ગામડાની લોક સંસ્કૃતિમાં સમાજ જીવનની આ વ્યવસ્થા આજે પણ જળવાયેલી જોવા મળે છે.

એક સમયે રાંધણ છઠનો તહેવાર પ્રત્યેક રસોડામાં ખૂબ જ ઉત્સાહભેર મનાવવામાં આવતો હતો. સમય બદલાયો, આજની આધુનિક મહિલાને રસોડામાં સાત આઠ દિવસ સુધી સમય પસાર કરવો અને તેમાં પણ જાતે ભોજન બનાવવુ કંટાળાજનક લાગી રહ્યું છે. જેને કારણે રાંધણ છઠનો તહેવાર શહેરમાંથી દૂર થતો જાય છે. પરંતુ આજે પણ ગામડાની લોક સંસ્કૃતિમાં રાંધણ છઠનું આગવું અને અનોખું મહત્વ છે. જેને કારણે જ અમે આજે જન્માષ્ટમીના તહેવારને લઈને રસોઈ બનાવવાની શરૂઆત કરી છે. વિલાસબેન (સ્થાનિક)

સંવાદિતા સાથે બને છે ભોજન : શ્રાવણ મહિનો શરૂ થાય એટલે કોઈ પણ મહિલા જન્માષ્ટમીના તહેવારને લઈને ઠંડી મીઠાઈ અને ભોજનની સાથે પ્રસાદ બનાવવાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળતી હોય છે. એક અઠવાડિયા સુધી સતત ભોજન બનાવવાની આ પ્રક્રિયા ચાલતી જોવા મળે છે. જેમાં સૌથી મોટું પરિબળ એટલે સંવાદિતા. આઠ દિવસ સુધી ઘરની તમામ મહિલાઓ ભોજન બનાવવામાં સતત મશગુલ રહે છે. જેમાં સંવાદિતાની સાથે પૌષ્ટિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનતી હોય છે. જે આરોગ્યની સાથે સમાજ જીવનના અને ખાસ કરીને પ્રત્યેક પરિવારોમાં સંવાદિતાના અભાવને કારણે જે ઉણપ જોવા મળે છે તેને દૂર કરવા માટે પણ રાંધણ છઠનો આ તહેવાર અતિ મહત્વનો માનવામાં આવતો હતો.

લોક સંસ્કૃતિ ગામડાઓમાં આજે પણ જીવંત : રાંધણ છઠનો તહેવાર વર્ષો પૂર્વે પ્રત્યેક ઘર અને રસોડામાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવતો હતો. એક અઠવાડિયા સુધી રસોડામાં અવનવી મીઠાઈઓ અને તેની સુગંધો સૌ કોઈને લલચાવી રહી હતી. પરંતુ આધુનિક શહેરીકરણના આ સમયમાં આજે આ પ્રાચીન પરંપરા શહેરના રસોડામાંથી જાણે કે ગુમ થઈ ગયેલી જોવા મળે છે. પરંતુ સંસ્કૃતિ સમાન આ પરંપરાને આજે ગામડાની બહેનો સાચવીને બેઠી છે. દેશી ચૂલામાં લાકડા નાખીને જે મીઠાઈ બનાવવામાં આવે છે તેમાં સંવાદિતા ભળવાને કારણે તેનો સ્વાદ પણ સૌથી અલગ તરી આવે છે.

  1. શું હોય છે રાંધણ છઠનું વિશેષ મહત્વ આવો જાણીએ વિગતવાર
  2. પાટણમાં રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો
  3. શીતળા સાતમના દિવસે આ રીતે કરો પુજા, પરિવારમાં રહેશે સુખ-શાંતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.