ETV Bharat / state

Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 5:22 PM IST

આધુનિક ખોરાક અને અનિયમિત જીવન પદ્ધતિ હૃદયરોગ જેવી પ્રાણઘાતક બીમારીને વણજોઈતું નિમંત્રણ આપી રહી છે. આ પ્રતિભાવ છે જૂનાગઢના ડોક્ટર ડી પી સાવલિયાનો. દિનચર્યામાં શારીરિક શ્રમનો સંપૂર્ણ અભાવ અને મગફળી સિવાયના અન્ય ખાદ્યતેલોનો થઈ રહેલો બહોળો ઉપયોગ કારણભૂત ગણાવતાં વધુ વાતચીત કરી હતી.

Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ
Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ
પ્રાણઘાતક બીમારીને વણજોઈતું નિમંત્રણ

જૂનાગઢ : પાછલા કેટલાક મહિનાથી ગુજરાતમાં હૃદય રોગના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળે છે. ખાસ કરીને યુવાન વયે હૃદય રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગુજરાતમાં હૃદય રોગથી થયેલા મોતને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચોકી ઉઠી છે. આવા સમયે જૂનાગઢના તબીબ ડો ડી પી સાવલિયાએ હૃદય રોગને લઈને આધુનિક સમયની જીવન પદ્ધતિ ની સાથે અનિયમિત દિનચર્યા અને શરીરને હકારાત્મકની જગ્યાએ નકારાત્મક પોષણ આપતા ખોરાક ખાદ્ય તેલ અને ફાસ્ટ ફૂડની સાથે સતત માનસિક તાણ યુવાન વયે હૃદય રોગને કારણે યુવાનોને ભરખી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

ડોક્ટર ડી પી સાવલિયાએ આપ્યો પ્રતિભાવ : આયુર્વેદાચાર્ય અને પૂર્વ મેડિકલ ઓફિસર ડો. ડી પી સાવલિયાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને હૃદય રોગના હુમલાને કારણે તેમના તથ્યો જણાવ્યા હતાં.

વર્તમાન સમયમાં મગફળીના તેલની જગ્યા પર અન્ય ખાદ્યતેલોનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેને કારણે ઉપયોગી એમિનો એસિડનું પ્રમાણ શરીરમાં જળવાતું નથી. વધુમાં એમિનો એસિડ યુક્ત મગફળીના તેલને ગરમ કરવાથી કે કોઈ પણ તળેલી ચીજવસ્તુઓ ખાવાથી મગફળીના તેલમાં રહેલા એમિનો એસિડનું વિઘટન થાય છે અને ત્યારબાદ મગફળીના તેલમાંથી પણ એમિનો એસિડનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવાની સાથે હૃદય રોગ જેવી બીમારીથી દૂર રહેવા માટે એમિનો એસિડયુક્ત મગફળીનું તેલ કે ગાયનું ઘી ગરમ કે ઉકાળ્યા વગર સીધું લેવામાં આવે તો હૃદય અને હૃદયના સ્નાયુઓને ખૂબ મજબૂતી પ્રદાન થશે. જો એમિનો એસિડયુક્ત મગફળીનું તેલ કે ગાયના ઘીનો ઉપયોગ ગરમ કે ઉકાળ્યા વગર સીધો કરવામાં આવે તો તેને કારણે કસમયે હૃદયના ધબકારા અટકી જાય છે તેને બંધ કરવામાં આપણને સફળતા મળી શકે છે...ડોક્ટર ડી. પી. સાવલિયા ( પૂર્વ મેડિકલ ઓફિસર )

ઉપયોગી કોલેસ્ટ્રોલનો શરીરમાં અભાવ : શરીરમાં સારો અને ખરાબ એમ બે પ્રકારનો કોલેસ્ટ્રોલ જોવા મળે છે. સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખરાબ કોલેસ્ટ્રોલને મર્યાદામાં રાખવાની સાથે હૃદયને નુકસાન ન થાય તે માટે ઉપયોગી બને છે. પરંતુ વર્તમાન સમયમાં ઉપયોગીની જગ્યા પર ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં પ્રત્યેક વ્યક્તિના શરીરમાં જોવા મળે છે. તેની પાછળ સારા કોલેસ્ટ્રોલને શરીરમાં કુદરતી રીતે નિર્માણ કરતા એમિનો એસિડયુક્ત ખોરાક કે ખાદ્યતેલોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. તેને વિપરીત ખરાબ અને ખાસ કરીને હૃદયને નુકસાન કરતા કોલેસ્ટ્રોલ ધરાવતા ખાદ્યતેલ અને ખોરાકનું પ્રમાણ અતિ વધી ગયું છે. જેને કારણે હૃદયને રક્ષણ આપતા સારા કોલેસ્ટ્રોલની જગ્યા પર નુકસાન કરતો ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેથી યુવાનવયે કોઈ પણ વ્યક્તિનું હૃદય હાંફી જાય છે જેને કારણે તે વ્યક્તિ ને હૃદયરોગ ભરખી જતો જોવા મળે છે.

મગફળીમાં એમિનો એસિડનું પ્રમાણ પુષ્કળ : મગફળીના તેલમાં એમિનો એસિડનું પ્રમાણ પુષ્કળ જોવા મળે છે. જેને કારણે શરીરમાં એલડીએચ કોલેસ્ટ્રોલ એટલે કે હૃદય અને તેના સ્નાયુને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વનું પરિબળ સાબિત થાય છે. હૃદયને મજબૂતી ની સાથે સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ એમિનો એસિડ મગફળીના તેલમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ વર્તમાન સમયમાં મગફળીની જગ્યા પર અન્ય ખાદ્ય તેલોનો ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં એમિનો એસિડનું પ્રમાણ નહીવત હોય છે. જેને કારણે હૃદયને રક્ષણ આપતા સારા કોલેસ્ટ્રોલની જગ્યા પર ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય છે જેથી યુવાન વયે કોઈ પણ વ્યક્તિનું હૃદય અચાનક થંભી જાય છે અને જેતે વ્યક્તિનું મોત હૃદય રોગના હુમલાને કારણે થાય છે. આ પ્રકારના ખૂબ જ ચિંતાજનક કિસ્સાઓ વર્તમાન સમયમાં ખૂબ વધી રહ્યા છે જે સૌથી મોટી ચિંતાનો વિષય પણ બની રહે છે.

  1. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...
  2. Gujarat Heart Attack: નવરાત્રિમાં હાર્ટ એટેકના 830 ઈમરજન્સી કોલ, સૌથી વધુ અમદાવાદમાં 228 કેસ, રાજ્ય સરકાર દ્વારા કમિટીનું ગઠન
  3. Heart Attack: હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા- એક વર્ષમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.