ETV Bharat / state

Junagadh News : જૂનાગઢમાં ટમેટા અને શાકભાજીના ભાવોમાં ઘટાડો તો ડુંગળીના ભાવોમાં અસહ્ય વધારો

author img

By

Published : Aug 14, 2023, 9:38 PM IST

શાકભાજી અને ટમેટામાં લાલચોળ તેજીના દિવસો વચ્ચે ભાવ ઘટ્યાં હોવાના રાહતના સમાચાર પણ છે, તો સાથે ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો હોવાના ચિંતાભર્યા ખબર પણ મળી રહ્યાં છે. જૂનાગઢ શાકભાજી બજારની વાત કરીએ તો ટમેટાના કિલોનો ભાવ શું છે અને ડુંગળીમાં કેટલો વધારો થયો તે જૂઓ.

Junagadh News : જૂનાગઢમાં ટમેટા અને શાકભાજીના ભાવોમાં ઘટાડો તો ડુંગળીના ભાવોમાં અસહ્ય વધારો
Junagadh News : જૂનાગઢમાં ટમેટા અને શાકભાજીના ભાવોમાં ઘટાડો તો ડુંગળીના ભાવોમાં અસહ્ય વધારો

હવે ડુંગળી રડાવશે

જૂનાગઢ : લીલા શાકભાજી ટમેટા બાદ હવે સુકી ડુંગળી બજાર ભાવોમાં ઊંચકાઈ રહી છે. આજથી એક મહિના પૂર્વે લીલા શાકભાજી અને ટમેટાના બજાર ભાવ અત્યાર સુધીના ઐતિહાસિક સ્તરે જોવા મળતા હતા. એક મહિના સુધી બજાર ભાવોમાં ખૂબ જ તેજી જોવા મળી, ત્યારબાદ તેમાં ઘટાડો નોંધાયોને આજે શાકભાજી અને ટમેટા પ્રતિ કિલો 50 રુપિયાની આસપાસ વહેંચાઈ રહ્યા છે. તેમાં હવે ડુંગળી બળતામાં ઘી હોમી રહી હોય તે પ્રકારે પ્રતિ કિલોના બજાર ભાવોમાં પાછલા એક મહિનામાં 20 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. જે શાકભાજીના ભાવ ઘટાડાની અસરને ડુંગળીનો ભાવ વધારો બિનઅસરકારક બનાવી રહ્યો છે.

ભારે વરસાદને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ રહ્યો હતો. પરંતુ વરસાદે વિરામ લેતા જ સ્થાનિક બજાર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી શાકભાજીની આવક હવે બિલકુલ પૂર્વવત બની રહી છે. જેને કારણે ટમેટા સહિત તમામ પ્રકારની લીલી શાકભાજીના બજાર ભાવ 50 રુપિયાની આસપાસ પ્રતિ કિલોએ જોવાઈ રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં શાકભાજીની આવકમાં વધારો થશે. જેને કારણે પણ પ્રતિ કિલોના બજાર ભાવોમાં હજુ પણ ઘટાડો નોંધાવાની પૂરી શક્યતાઓ છે...અલ્તાફ કચ્છી(શાકભાજીના વેપારી)

શાકભાજીના ભાવ ઘટ્યા તો ડુંગળીના ભાવો ઊંચકાયા : પાછલા એક મહિનાથી લીલા શાકભાજી અને ખાસ કરીને ટમેટા બજાર ભાવોને લઈને સામાન્ય લોકોની સૌથી મોટી પરેશાનીનું કારણ બન્યા હતાં. ટમેટા જૂનાગઢના ઈતિહાસમાં સૌથી મહત્તમ બજાર ભાવે વેચાતા હતાં. તો બીજી તરફ શાકભાજી પણ પ્રતિ એક કિલો સો રૂપિયાની આસપાસ જોવા મળતું હતું. લીલા શાકભાજીમાં જોવા મળતો વધારો 45 દિવસ સુધી રહ્યા બાદ હવે લીલા શાકભાજીનું બજાર ક્રમશઃ ખૂબ નીચે આવી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના બજાર ભાવ વધુ તળિયે આવે તેવી શક્યતાઓ છે. તેની સામે હવે ડુંગળીના ઊંચકાઈ રહેલા બજાર ભાવ ગ્રાહકોની સાથે વેપારીઓની ચિંતા પણ વધારી રહ્યા છે.

અતિભારે વરસાદ ત્યારબાદ તૈયાર ડુંગળીમાં જે બગાડ થયો છે જેને કારણે ભાવો વધી રહ્યા છે વધુમાં રાજ્ય બહારની આવક પણ ખૂબ મર્યાદિત બની છે સ્થાનિક ડુંગળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે જેને કારણે પ્રતિ દિવસે ડુંગળીમાં પ્રતિ કિલોએ છૂટક બજારમાં સરેરાશ પાંચ રૂપિયાની આસપાસ વધારો થઈ રહ્યો છે જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે...અનિલભાઈ( ડુંગળીના વેપારી)

પાછલા 15 દિવસમાં પ્રતિ કિલોએ 20નો વધારો : ટમેટા અને લીલા શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાની આસપાસ જોવા મળતા હતા. આ સમયે ડુંગળી 10 રુપિયાથી લઈને ખૂબ જ ગુણવત્તાયુક્ત 20 રૂપિયા પ્રતિ કિલો વહેંચાતી હતી. શાકભાજીના બજાર ભાવમાં ઘટાડો થયો તેની સામે હવે ડુંગળીના બજાર ભાવોમાં પાછલા 15 દિવસમાં ₹20 નો પ્રતિ કિલો વધારો થયો છે. જથ્થાબંધ બજાર ભાવમાં ડુંગળીનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી જોવા મળે છે જે રિટેલ બજારમાં ચાલીસ રૂપિયા સુધી જોવા મળે છે.

ડુંગળીના પાકને નુકસાન : પાછલા દિવસો દરમિયાન વરસાદના પ્રમાણને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. તો જે તૈયાર ડુંગળી હતી તેને પણ વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે નુકસાન થયું છે. જેને કારણે ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. જેને પગલે બજાર ભાવ દરરોજ ઊંચકાઈ રહ્યા છે. પ્રતિ કિલો ડુંગળીના ભાવમાં પ્રતિદિન સરેરાશ પાંચ રૂપિયાની આસપાસનો વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં હજુ પણ ડુંગળીનો ભાવ વધવાની શક્યતાઓ ડુંગળીના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

  1. Decrease in prices of vegetables : શાક માર્કેટમાં શાકભાજીની આવક વધવાથી કિંમતોમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો
  2. Bhavnagar News : ભાવનગરમાં ટામેટાના ભાવે હવે બેવડી સદી મારી, ગ્રાહક અને દુકાનદાર બંનેમાં હાયકારો
  3. Onion Price Hike: ટામેટા બાદ હવે ડુંગળી લોકોને રડાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.