ETV Bharat / state

જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીના પ્રચારમાં જોવા મળી રહ્યો છે નિરુત્સાહ

author img

By

Published : Feb 17, 2021, 11:01 PM IST

gujarat news
gujarat news

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર 6ની એક બેઠક પર પેટાચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી જંગમાં જોવા મળતાં ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં ચૂંટણી પ્રચારને લઈને હજુ સુધી કોઈ હલચલ જોવા મળતી ન હતી. સામાન્ય દિવસોની માફક વોર્ડ નંબર 6નું વાતાવરણ જોવા મળતું હતું. રાજકીય પક્ષોની કાર્યાલયની આસપાસ પક્ષના બેનર સિવાય સમગ્ર વોર્ડમાં ચૂંટણી પ્રચારને લઈને કોઈ ગરમાવો હજુ સુધી જોવા મળતો નથી.

  • જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં પ્રચારમાં જોશનો અભાવ
  • ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પણ જોવા મળ્યા સૂમસામ
  • ચૂંટણી પ્રચારમાં જોવા મળતી નિરસતા પેટા ચૂંટણીને લઈને હોઈ શકે છે

જૂનાગઢ: મનપાની વોર્ડ નંબર 6ની એક બેઠક પર પેટાચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી જંગમાં જોવા મળતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ચૂંટણી પ્રચારને લઈને હજુ સુધી કોઈ હલચલl જોબા મળતી ન હતી સામાન્ય દિવસોની માફક વોર્ડ નંબર 6નું વાતાવરણ જોવા મળતું હતું. રાજકીય પક્ષોની કાર્યાલયની આસપાસ પક્ષના બેનર સિવાય સમગ્ર વોર્ડમાં ચૂંટણી પ્રચારને લઈને કોઈ ગરમાવો હજુ સુધી જોવા મળતો નથી.

મનપાની પેટા ચૂંટણીના પ્રચારમાં જોવા મળી રહ્યો છે નિરુત્સાહ

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીના પ્રચારમાં જોવા મળી રહી છે નિરસતા

આગામી રવિવારે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 6ની એક બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજવામાં જઈ રહ્યું છે. ચૂંટણી પ્રચાર બંધ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો ચૂંટણીપ્રચારમાં નિરસતા દાખવતા હોય તેવું લાગી રહ્યું છે. Etv ભારતે વોર્ડ નંબર 6ની મુલાકાત કરી હતી. જેમાં ચૂંટણી પ્રચારને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા નિરસતા દાખવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ દ્રશ્યો પરથી લાગી રહ્યું હતું. સામાન્ય ચૂંટણીઓની જેમ ચૂંટણીપ્રચારમાં હજુ સુધી કોઈ ગરમાવો જોવા મળતો નથી, ત્યારે મતદાનને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં ચૂંટણી પ્રચારમાં નિરસતા જોવા મળી રહી છે.

જૂનાગઢ મનપા
જૂનાગઢ મનપા

મતદારો મોંઘવારીને લઈને વ્યક્ત કરી રહ્યા છે આક્રોશ

Etv ભારતની ટીમે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયની મુલાકાત પણ કરી હતી, ત્યારે કાર્યાલયો ખુલ્લા જોવા મળતા હતા. પરંતુ કાર્યાલયની અંદર એક પણ રાજકીય પક્ષનો કે ચૂંટણી લડતા ઉમેદવારનો કાર્યકર હાજર જોવા મળ્યો ન હતો. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, ચૂંટણી પ્રચારને લઈને ઉમેદવારોથી માંડીને રાજકીય પક્ષના કાર્યકરોમાં ચૂંટણી પ્રચારને લઈને કેટલી હદે નિરસતા જોવા મળી રહી છે. વધુમાં Etv ભારતે વોર્ડ નંબર 6ના મતદારોનો પણ સંપર્ક કર્યો હતો, ત્યારે પેટાચૂંટણીમાં સતત વધી રહેલી મોંઘવારી એકમાત્ર મુદ્દો હશે એવું મતદારોના અભિપ્રાય પરથી સ્પષ્ટ જાણવા મળ્યું હતું. સામાન્ય સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો મતદાન કરતા હોય છે, પરંતુ આ વખતે સતત વધી રહેલી મોંઘવારીને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોંઘવારી પણ એક મુદ્દો બની રહ્યું છે. જેને લઈને આગામી 21 તારીખે મતદારો મતદાન કરવા પણ જઈ શકે છે.

જૂનાગઢ મનપા
જૂનાગઢ મનપા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.