Junagadh Jain Samaj : જૂનાગઢના વણિક પરિવારે લગ્ન પ્રસંગમાં નૌકાસી સંઘ જમણનું આયોજન કર્યું

author img

By

Published : Feb 3, 2023, 3:41 AM IST

જૂનાગઢના જૈન સમાજમાં એક નવી પરંપરાને શરૂ કરી

જૂનાગઢના શાહ પરિવારને ત્યાં લગ્નના પ્રસંગનું આયોજન થયું હતું. ત્યારે આજના દિવસે જૂનાગઢના વણિક પરિવારે જૈન પંથના તમામ લોકોને સહ પરિવાર નૌકાશી સંઘ જમણ (Naukasi Sangh Jamana in marriage )નું નોતરું આપીને શાહ પરિવારે જૈન સમાજમાં (Junagadh Jain Samaj )એક નવી પરંપરાને શરૂ કરી છે.

લગ્નના પ્રસંગમાં જૈન ધર્મની ઊંચી ભાવના જોવા મળી

જૂનાગઢ : જૂનાગઢના શાહ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. આ તકે તેમણે જૂનાગઢ શહેરમાં રહેતા જૈન પંથના તમામ પરિવારોને નૌકાસી સંઘ જમણમાં આમંત્રિત કરીને શહેર અને જિલ્લામાં લગ્ન પ્રસંગમાં એક નવી પહેલની શરૂઆત કરી છે જેને ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે.

નવી પરંપરાના સાક્ષી : આજના દિવસે અંદાજિત 5 હજાર કરતાં વધારે જૈન પંથના વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં નૌકાસી સંઘ જમણ ગ્રહણ કરીને જૂનાગઢમાં એક નવી પરંપરાના સાક્ષી બની રહ્યા છે. જૈન ધર્મમાંનૌકાસી જમણને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ જમણવારમાં હાજરી આપવા આવેલા પ્રત્યેક વ્યક્તિનું કપાળ પર કુમકુમ તિલક કરીને તેની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ભાવથી ભોજન કક્ષમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે.

આ પણ વાંચો જૈન સાધુ સાધવી બનવું કંઈ સહેલું નથી, જાણો કેવા આકરા હોય છે જમવાના નિયમો

જૈન ધર્મના ચારેય ફીરકા આમંત્રિત : જૈન ધર્મમાં ચારેય ફીરકા એટલે કે પંથનું પણ ખૂબ મહત્વ જોવા મળે છે. સ્થાનકવાસી દેરાસર વાસી દિગંબર અને મૂર્તિપૂજક આ ચારેય ફીરકા કે પંથને સામૂહિક રીતે આજના નૌકાસી જમણમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજના આ નૌકાસી જમણને જૈન ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચારેય ફીરકાઓના શ્રાવક અને શ્રાવિકાઓ કે જેમાં નવકાર મંત્રનો જાપ કર્યો હોય તે તમામ આજના દિવસે નૌકાસી ભોજન સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ જમણ થકી સમાજના દરેક વર્ગને સરખો ન્યાય આપી શકાય ગરીબ અને નાના લોકો તમામ એક સાથે બેસીને ભગવાનના પ્રસાદસમું ભોજન ગ્રહણ કરી શકે તે માટે આજના સમારોહનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો Sparsh mahostav: જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે

આ જમણવાર સ્વામી વાત્સલ્યના જમણવાર તરીકે પણ ઓળખાય છે : જૈન ધર્મમાં સૂચવવામાં આવેલી આજ્ઞા અનુસાર સમાજનો કોઈ પણ વ્યક્તિ નાનો મોટો ગરીબ કે તવંગર બધા એક સાથે એક પંગત પર બેસીને ભોજન ગ્રહણ કરે તો સમાજ પણ ધાર્મિક એકતા વધુ મજબૂત બને છે. જેના અન્ન સાથે તેના મન પણ સાથે જેને લઈને આજના જમણવારનું આયોજન કરાયું હતું. વધુમાં આજના જમણવારમાં આવેલા વ્યક્તિઓ પૈકી કોઈ વ્યક્તિ ભાવિનો ભગવાન પણ હોઈ શકે છે અને તે વહેલો મોક્ષ માર્ગે જવાનો હશે એટલે આવા પવિત્ર આત્માઓ સાથે કે જેને ભગવાન તરીકે માનવામાં આવે છે. તે દ્રષ્ટિએ ભગવાન સાથે ભોજન કર્યાનો ભાવ જળવાઈ તેવા ઉદેશ્યથી પણ આ જમણવારનું આયોજન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.