ETV Bharat / state

Junagadh News: જૂનાગઢ જિલ્લો અન્ય જિલ્લાના શાકભાજી પર બન્યો નિર્ભર

author img

By

Published : Jul 20, 2023, 12:46 PM IST

અતિ ભારે વરસાદને કારણે સ્થાનિક શાકભાજીની આવક સદંતર બંધ જૂનાગઢ જીલ્લો અન્ય જિલ્લાના શાકભાજી પર બન્યો નિર્ભર
અતિ ભારે વરસાદને કારણે સ્થાનિક શાકભાજીની આવક સદંતર બંધ જૂનાગઢ જીલ્લો અન્ય જિલ્લાના શાકભાજી પર બન્યો નિર્ભર

અતિ ભારે વરસાદને કારણે સોરઠના જિલ્લામાં શાકભાજીની આવક અને ઉત્પાદન સદંતર બંધ થઈ છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આજે અન્ય જિલ્લાના શાકભાજી પર નિર્ભર બની રહ્યું છે. શાકભાજીના બજાર ભાવોમાં આગ જરતી તેજી જોવા મળતી હતી. તેમાં હવે સ્થાનિક ઉત્પાદન સદંતર બંધ થતા આગામી દિવસોમાં બજાર ભાવમાં આ વધારાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

જૂનાગઢ જિલ્લો અન્ય જિલ્લાના શાકભાજી પર બન્યો નિર્ભર

જૂનાગઢ: સ્થાનિક શાકભાજીની આવક સંપૂર્ણ બંધપાછલા એક અઠવાડિયા થી સોરઠ પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એ પાછલા 48 કલાક દરમિયાન જે રીતે અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને લઈને જિલ્લાનો સંપૂર્ણ વહીવટ જાણે કે ઠપ થઈ ગયો હોય તે પ્રકારનું વાતાવરણ સર્ચાઇ રહ્યું છે. ભારે વરસાદને કારણે શાકભાજી ની આવક મર્યાદિત બની રહી છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આજે અન્ય જિલ્લાના શાકભાજી પર નિર્ભર બની રહ્યું છે.

"સામાન્ય દિવસોની માફક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક સદંતર બંધ થઈ છે. જેને કારણે શાકભાજીનો પુરવઠો યથાવત રાખવા માટે જુનાગઢ બહારના જિલ્લાઓ કે રાજ્ય બહારથી શાકભાજી આવી રહે છે. જેને કારણે બજાર ભાવોમાં વધારો જોવા મળે છે.-- આબેદ મિયા (જૂનાગઢ માર્કેટિંગ)

અન્ય રાજ્યમાંથી આવકઃ સ્થાનિક ખેડૂતો દ્વારા શાકભાજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને પૂર્વવત્ રહે તેમ છતાં અહીંથી અન્ય જિલ્લામાં શાકભાજી મોકલવામાં આવી રહ્યા હતા. અતિ ભારે વરસાદને કારણે સ્થાનિક શાકભાજીની આવક અને ઉત્પાદન સદંતર બંધ થયું છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આજે રાજ્ય બહારના શાકભાજી પર નિર્ભર બની રહ્યું છે. બજાર ભાવોમાં આગ ઝરતી તેજી સ્થાનિક શાકભાજીની આવક અને ઉત્પાદન સદંતર ઠપ થયું છે જેને કારણે જથ્થાબંધ બજારમાં પણ શાકભાજીના ભાવોમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે.

સ્થાનિક આવક બંધઃ અઠવાડિયા પૂર્વે ટમેટામાં ઐતિહાસિક સ્તરે ઉછાળો જોવા મળ્યો હતો. 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા વહેંચાઈ રહ્યા હતા. તેમાં હવે અન્ય શાકભાજીનો ઉમેરો પણ થયો છે. ટામેટાની સાથે બેવડી સદી ફટકારી ચૂકેલા આદુને બાદ કરતાં મોટા ભાગના શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો ની આસપાસ વહેંચાઈ રહ્યા છે. જેની પાછળ સ્થાનિક આવક સદંતર બંધ અને શાકભાજી પર અન્ય રાજ્યો પર નિર્ભરતાને કારણભૂત માનવામાં આવી રહી છે.

આજના બજાર ભાવ: આજે જૂનાગઢ શાકભાજી યાર્ડ ખાતે બજાર ભાવમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. ટમેટા 160 થી 180 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો આદુ 250 ની આસપાસ પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યું છે. મેથી અને ધાણા પણ પ્રતિ કિલો 250 થી 300 ના બજાર ભાવે મળી રહ્યા છે. ગુવાર પ્રતિ કિલો 100 રીંગણ 80 થી 100 સુધી ગલકા 80 થી લઈને 100 તેવીજ રીતે કારેલા પણ 60 રૂપિયાથી લઈને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યા છે. માત્ર ટમેટાના બજાર ભાવોમાં આગ જરતી તેજી જોવા મળતી હતી. પરંતુ આજે તેમાં પણ જાણે કે ખુબ ઉછાળો આવ્યો હોય તેમ મરચાં પણ 150 થી લઈને 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યા છે.

  1. Junagadh News : જૂનાગઢ મનપાના ચાર વોર્ડમાં અશાંત ધારો અને ભવનાથમાં વેજ ઝોન જાહેર કરવા માગણી
  2. Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.