ETV Bharat / state

Junagadh Crime: જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોરને ઝડપાયા

author img

By

Published : Jan 5, 2023, 4:21 PM IST

જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોરને ઝડપાયા
જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોરને ઝડપાયા

જૂનાગઢમાં જંગલ વિસ્તારમાંથી ચંદનની ચોરી કરનારી ગેંગને પકડવામાં વન વિભાગને મોટી સફળતા (Sandalwood Thieves Gang arrested by Forest Department) મળી છે. વન વિભાગે ટ્રેપ ગોઠવી (Forest Department Junagadh) આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આખી ગેંગ મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી થવાની (Sandalwood thieves Gang arrested by Forest Department)અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે ફરી એક વાર વન વિભાગે સફળ ઓપરેશન કરીને લાકડાની ચોરી કરતા 21 આરોપીની ધરપકડ કરી હતી.

તસ્કર ટોળકી ઝડપાઈ જૂનાગઢ વન વિભાગે (Forest Department Junagadh) સાસણ નજીક જંગલ વિસ્તારમાંથી ચંદનના ઝાડ કાપતી મોટી તસ્કર તોળકીને ઝડપી પાડી છે. જંગલમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયાની માહિતી મળતા વન વિભાગે ટ્રેપ (Junagadh Forest Department Trape) ગોઠવી હતી. તેમાં મધ્યપ્રદેશની 13 મહિલા સહિત 21 આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.

વન વિભાગની મોટી સફળતા આ ચંદનચોર (Sandalwood Thieves Gang arrested by Forest Department)ટોળકીના સભ્યો રાત્રિના સમયે ચંદનના વૃક્ષોનું કટિંગ કરી રહ્યા હતા. આવા સમયે વન વિભાગે ટ્રેપ (Junagadh Forest Department Trape) ગોઠવી હતી, જેમાં 21 આરોપીઓ ફસાઈ ગયા હતા. હાલ વન વિભાગે આ આરોપીઓને પકડી વન વિભાગની ધારાઓ મુજબ કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી

વૃક્ષોનું કટિંગ કરતી ગેંગ જેલહવાલે ગીર જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષોનું કટિંગ કરીને તેની ચોરી કરતી મધ્યપ્રદેશની એક ગેંગને (Chandan Chor Gang arrested by Forest Department) ઝડપી પાડવામાં આવી છે. સાસણ નજીક ભોજદેના આરક્ષિત જંગલ (Bhojde Sasan Gir) વિસ્તારમાં વન વિભાગે ગોઠવેલી ટ્રેપમાં (Junagadh Forest Department Trape) 13 મહિલા સહિત કુલ 21 આરોપીઓ પકડાયા છે. છેલ્લા કેટલાક સમયથી સાસણ અને આસપાસના આરક્ષિત જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવા માટે એક ટોળકી સક્રિય થઈ હોવાની વિગતો વન વિભાગને મળી હતી. તેને લઈને ટ્રેપ ગોઠવતા આરોપીઓ સરળતાથી ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી

વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કરી ધરપકડ મુખ્ય વનસંરક્ષક જૂનાગઢે આપી માહિતી સમગ્ર મામલાને લઈને જૂનાગઢ પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાસણ વિસ્તાર નજીક ભોજદેના (Bhojde Sasan Gir) આરક્ષિત જંગલોમાં પરપ્રાંતિય ટોળકી ચંદન ચોરી (Chandan Chor Gang arrested by Forest Department)કરવાને લઈને સક્રિય બની હતી, જેને લઈને વનવિભાગે રાત્રિના સમયે પેટ્રોલિંગ કર્યું હતું. તે સમયે ભોજદે વિસ્તારમાંથી ચંદનના ઝાડને કાપીને ચોરી કરવાના ઈરાદે કાપતા 1 ઈસમને રંગે હાથ પકડી પાડ્યો હતો. તેની તપાસ કરતા મધ્યપ્રદેશના 21 ચંદન ચોરની ટોળકી ઝડપાઈ હતી.

અગાઉ ભવનાથમાં પણ ચંદનના ઝાડની થઈ હતી ચોરી વર્ષ 2020થી 2022ના સમયગાળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં પણ ચંદનના ઝાડની ચોરી થયાનું સામે આવ્યું હતું. ભવનાથના લાલઢોરી વિસ્તારમાં 10 કરતા વધુ ચંદનના ઝાડ કાપીને તેની ચોરી થયાની (Chandan Chor Gang arrested by Forest Department)ફરિયાદ વન વિભાગે નોંધી હતી. બીજી તરફ ભવનાથમાં આવેલા ગાયત્રી મંદિરમાં પણ 8 જેટલા ચંદનના વૃક્ષોને કાપીને કોઈ લોકો રાત્રિના સમયે રફૂચક્કર થઈ ગયા હતા. ત્યારે આજે સાસણ નજીક ભોજદેના જંગલમાં (Bhojde Sasan Gir) ચંદનના વૃક્ષને કાપીને તેની ચોરી કરવાનો કિસ્સો સામે આવતા વન વિભાગ પણ ચોંકી ઊઠ્યું છે અને સમગ્ર મામલામાં 21 જેટલા મધ્યપ્રદેશના ચંદન ચોરોને પકડીને કાર્યવાહી શરૂ કરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.