ગીતા જયંતી નિમીત્તે, જૂનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માગ

author img

By

Published : Dec 3, 2022, 5:56 PM IST

Etv Bharatગીતા જયંતી નિમીત્તે, જૂનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ

આજે ગીતા જયંતીનું પાવન પર્વ છે. માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતીનો તહેવાર (Gita Jayanti Festival) મનાવવામાં આવે છે, ત્યારે જૂનાગઢના જગમાલ ચોકમાં આવેલું ગીતામંદિર (junagadh gita tample) આજે જીર્ણતા અનુભવી રહ્યું છે. ગીતા જયંતીના પ્રસંગે માતાના ભક્તો દ્વારા મંદિરનું સમારકામ રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

જૂનાગઢ : માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતીનો પાવન પર્વ (Gita mohotsav 2022) જૂનાગઢમાં આવેલું ગીતામંદિર (junagadh gita jayanti gita tample) આજે ખૂબ જીર્ણતાની વચ્ચે સનાતન ધર્મની ઓળખ સમાન ઊભેલું જોવા મળે છે. 500 વર્ષ જૂનું આ મંદિર આજે સનાતન ધર્મની પ્રેરણા બની ગયું છે, ત્યારે ગીતા જયંતીના પ્રસંગે માતાના ભક્તો દ્વારા મંદિરનું સમારકામ રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ગીતા જયંતી
આજે ગીતા જયંતીનું પાવન પર્વ: આજે ગીતા જયંતીનું પાવન પર્વ છે. (why celwbrate gita mahotsav) માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતીનો તહેવાર મનાવવામાં આવે છે સનાતન ધર્મના ધર્મગ્રંથ તરીકે આજે પણ ગીતાજીનો ખૂબ મહત્વ જોવા મળે છે. ગીતાજી સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે શ્રીમદ ભાગવત ગીતાના યોગમાં જીવન જગત અને ઈશ્વર ત્રણેયનો સમાવેશ થાય છે .ધર્મગ્રંથ ગીતામાં સમાવવામાં આવેલા મુખ્ય ત્રણ યોગમાં કર્મ ભક્તિ અને જ્ઞાનયોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી તે સનાતન ધર્મના ધર્મગ્રંથ તરીકે આજે પૂજનીય બની રહ્યું છે.
ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ
ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ

મહાભારત કાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો હતો: ગીતાના દસમા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, (Geeta Mohotsav history) સનાતન ધર્મમાં માગશર મહિનાને શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. મહાભારત કાળમાં વર્ષનો પ્રારંભ માગશર મહિનાથી થતો હતો, ત્યારે માગસર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે પણ માનવામાં આવે છે. (why celwbrate gita mahotsav) આ એકાદશી મોક્ષ પ્રદાન કરતી હોય છે. આજના દિવસે બ્રહ્મવિદ્યાની સાથે યોગશાસ્ત્રની જયંતી પણ ઉજવવામાં આવે છે જેના સંદર્ભમાં સનાતન ધર્મમાં માગશર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતીની ઉજવણી કરાઈ છે.

ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ
ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ
જૂનાગઢમાં આવેલું ગીતામંદિર જીર્ણતાને આરે : જૂનાગઢના જગમાલ ચોકમામં આવેલું ગીતામંદિર નવાબી કાળમાં બનેલું હોવાના પુરાવા મળે છે એક સદી કરતા વધુ પૌરાણિક આ મંદિર આજે જીર્ણતા અનુભવી રહ્યું છે, પરંતુ આ જીર્ણતાની વચ્ચે ગીતાજીની પ્રતિમા સનાતન ધર્મની રખેવાળી કરતી હોય તે પ્રકારની પ્રતીતિ આજે પણ અહીં દર્શન કરવા માટે આવતા ભક્તો કરી રહ્યા છે, પરંતુ મંદિર ખૂબ જ જીર્ણ બની ગયું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્રની સરકાર મંદિરના સમારકામ અને જીરણોધ્ધાર માટે આગળ આવે તેવી અહીં દર્શન કરવા આવેલા ભક્તો નરસિંહ ટાંક અને દિપક ચુડાસમાએ પોતાની ધાર્મિક ભાવના ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કરી હતી.
ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ
ગીતા જયંતી નિમીત્તે, જુનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.