ETV Bharat / state

Hirabhai Jotva Exclusive interview : ધર્મની રાજનીતિને લઈ પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ દ્વારા ભાજપ પર આકરા આક્ષેપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 6:40 PM IST

Hirabhai Jotva Exclusive interview
Hirabhai Jotva Exclusive interview

ભગવાનને વટાવવા એ ભાજપની એકમાત્ર રણનીતિ, કોગ્રેસને ધર્મ અને અધર્મ ન શીખવાડે ભાજપ, આ શબ્દો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાના છે. ઉપરાંત હીરાભાઈ જોટવાએ આગામી લોકસભા ચૂંટણી, અમરીશ ડેર અંગેના CR પાટીલના નિવેદન અને કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ અંગે ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

Hirabhai Jotva Exclusive interview

જૂનાગઢ : લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પક્ષની રણનીતિ તેમજ ચૂંટણીના મુદ્દાને લઈને ખુલીને વાત કરતા કહ્યું કે, ભાજપે ધર્મના નામે રાજનીતિ કરીને અત્યાર સુધી ભગવાનને વટાવવાનું કામ કર્યું છે. આવી પરિસ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લોકોના મુદ્દાને લઈને કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઉતરવા જઈ રહી છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ : લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને દિવાળી બાદ માહોલ બિલકુલ રાજકીય રંગે રંગાતો જોવા મળશે. દિવાળી બાદ રાજકારણના ફટાકડા પણ ફૂટતા જોવા મળશે, તેની વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક મુદ્દાથી લઈને લોકોના સામાન્ય પ્રશ્નો સાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ લોકોને સ્પર્શતા સામાન્ય મુદ્દાઓ પર લડવા જઈ રહી છે.

જે રીતે કર્ણાટકમાં કોંગ્રેસને ચૂંટણી પરિણામોમાં ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે, બિલકુલ તે પ્રકારે ગુજરાત કોંગ્રેસે પણ લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને લોકોને સ્પર્શતા મૂદ્દાઓ, લોકોની સમસ્યા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની નિષ્ફળતાઓને મુદ્દો બનાવીને આગામી ચૂંટણી જંગમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. -- હીરાભાઈ જોટવા (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ)

ધર્મની રાજનીતિ અંગે ભાજપ પર આકરા આક્ષેપ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ ભાજપની ધર્મની રાજનીતિને લઈને પણ નિવેદન આપ્યું છે. હીરાભાઈ જોટવાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, ભાજપ ભગવાનને વટાવવાની રાજનીતિ કરી રહ્યું છે. કોંગ્રેસ ક્યારેય પણ ધર્મ કે ભગવાનના નામે રાજનીતિ કરતું નથી. સોમનાથના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસી હતા, પરંતુ કોંગ્રેસે આજ દિન સુધી સરદાર પટેલ કે સોમનાથ મંદિરને લઈને ચૂંટણીમાં તેનો ધાર્મિક મુદ્દો બનાવ્યો નથી. ભાજપ દર વખતે ચૂંટણીના સમયે મતદારોમાં ધ્રુવીકરણ થાય તે રીતે ધર્મના કોઈ મુદ્દાને લઈને ચૂંટણી જંગમાં ઉતરે છે. ભાજપની આ ભગવાન વટાવવાની નીતિને હવે મતદારો ખૂબ સારી રીતે ઓળખી ગયા છે. બીજા શબ્દોમાં ધર્મ શું છે તે ભાજપ અમને શીખવાડવાનો પ્રયાસ ન કરે, અમે ધર્મની રાજનીતિથી દૂર રહ્યા છીએ પરંતુ ધર્મને લઈને અમારી કટિબદ્ધતા આજે પણ શિખર પર છે.

પક્ષપલટા પર હીરાભાઈનું નિવેદન : ભાજપ દ્વારા દર વખતે ચૂંટણીના સમયમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને તોડવાની જે નીતિ અખત્યાર કરી છે, આમ કહેતા હીરાભાઈ જોટવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારા પક્ષમાં પણ જે લોકો સત્તા કે સંપત્તિના લાલચુ હતા તે હવે ભાજપના સભ્યો બની ચૂક્યા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અમારા કોઈ પણ સક્રિય કાર્યકરને લોભ અથવા લાલચથી ખરીદી નહીં શકે. જે લોકો સત્તા કે સંપત્તિના લાલચું હતા તે આજે ભાજપ સાથે બેઠેલા જોવા મળે છે અને લોકોમાં તેનું સ્થાન ક્યાં છે તે ખુદ જાણે છે.

અમરીશ ડેર ભાજપમાં જોડાશે ! બે દિવસ પૂર્વે પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સોમનાથમાં અમરીશ ડેરને ભાજપમાં જોડાવાને લઈને જે રમૂજભરી ટિપ્પણી કરી હતી. આ અંગે હીરાભાઈ જોટવાએ નિવેદન આપ્યું છે કે, અમરીશ ડેર રાજુલા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ તરીકે સત્તા ભોગવી ચૂક્યા છે, જે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે અને અમારા ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. આવી પરિસ્થિતિમાં સી. આર. પાટીલના અમરીશ ડેર સાથે વ્યક્તિગત સંબંધ હોઈ શકે જેને કારણે તેમણે રમૂજમાં અમરીશ ડેર વિશે જાહેર મંચ પરથી ટિપ્પણી કરી હશે. પરંતુ આજના દિવસે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસના ચુસ્ત સૈનિક તરીકે જોડાયેલા છે, જે ક્યારેય પણ ભાજપનો ખેસ ધારણ નહીં કરે.

કોંગ્રેસનો દ્રઢ વિશ્વાસ : આ વર્ષે કર્ણાટકમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને કર્ણાટકમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત પ્રાપ્ત થઈ છે. આ અંગે હીરાભાઈ જોટવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે પ્રકારે કર્ણાટકમાં કોંગ્રેસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, તે મુજબ જ આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં લડાશે. ચૂંટણીને લઈને જે આયોજન અને રણનીતિએ કર્ણાટકમાં કોંગ્રેસને સફળતા અપાવી છે, તે પ્રકારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ કર્ણાટકની માફક અહીં પણ ખૂબ મોટો વિજય મેળવશે, તેને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે.

  1. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સુરેશ મહેતાને નડ્યો અકસ્માત
  2. Mahadev App Scam : મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે CM ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.