ETV Bharat / state

નકલી DySPએ તો ભારે કરી ! પોલીસ તપાસમાં નકલી DySP વિનીત દવેએ કર્યા આશ્ચર્યજનક ખુલાસા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 7:11 AM IST

પોલીસ તપાસમાં નકલી DySP વિનીત દવેએ કર્યા આશ્ચર્યજનક ખુલાસા
પોલીસ તપાસમાં નકલી DySP વિનીત દવેએ કર્યા આશ્ચર્યજનક ખુલાસા

તાજેતરામાં જુનાગઢમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા વિનીત દવે નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. પોલીસની વધુ તપાસમાં આ નકલી ડીવાયએસપી વિનીત દવેએ કેટલાંક આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા છે. આ ઉપરાંત તેની પાસેથી લાખોની રકમ અને કેટલીક એવી સામગ્રી મળી છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

જુનાગઢ: જુનાગઢ શહેરમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા વિનીત દવે નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસની વધુ તપાસમાં વિનીત દવે પાસેથી 20 લાખ 98 હજાર કરતાં પણ વધુનો મુદ્દામાલ અને કેટલાક સરકારી દસ્તાવેજો કે જેને ખૂબ ગંભીર માનવામાં આવે છે તેને પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે.

20 લાખ ઝડપાયા: ગત તારીખ 11 ડિસેમ્બર, સોમવારના રોજ જુનાગઢ શહેરમાંથી વિનીત દવે નામના નકલી ડીવાયએસપીને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ રિમાન્ડમાં રહેલા વિનીત દવેની વધુ પૂછપરછ દરમિયાન વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. આરોપીના ઘરેથી 20 લાખ 98 હજાર જેટલી રોકડ મળી આવી છે, જેને પોલીસે હસ્તગત કરી છે, આ ઉપરાંત પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજનો ઓરીજનલ સ્ટેમ્પ પણ તેની પાસેથી મળી આવ્યો છે. આ સિવાય સરકારી કામમાં ઉપયોગી થઈ શકે તેવા બીજા દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા છે.

ગંભીર સામગ્રી મળી: સમગ્ર મામલામાં જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તપાસ કરી રહ્યા છે, તેમની આ તપાસ દરમિયાન વિનીત દવે પાસેથી કોરા હાજરી રજીસ્ટર, કર્મચારીની સર્વિસ બુક, લેપટોપ, કમ્પ્યુટર જેવા આધુનિક સાધનોની સાથે રેલવેના લાલ અને બ્લુ રંગના હોલોગ્રામ વાળા ત્રણ સ્ટીકરની સીટો પણ મળી આવી છે. આ સિવાય કલેકટર ઓફિસ રાજકોટના સિક્કા વાળી ત્રણ સીટ પણ પોલીસે કબજે કરી છે. પોલીસ તપાસમાં પગાર સ્લીપ બદલી અને નિમણૂક ઓર્ડર તેમજ એપોઇન્ટમેન્ટ લેટર પણ પોલીસને મળી આવ્યો છે. નકલી ડિવાયએસપી બનીને લોકોને છેતરતા વિનીત દવેના ઘરેથી બે જોડી પોલીસ યુનિફોર્મની સાથે નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યું છે.

નકલી ડીવાયએસપીનો કારસો: નકલી ડીવાયએસપી તરીકે પકડાયેલા વિનીત દવે જૂનાગઢના મનિશ વાજા નામના ફોટોગ્રાફરને જુનાગઢ ફેમિલી કોર્ટમાં એક અઠવાડિયા માટે પટાવાળાની નોકરી પણ કરાવી હતી. વધુમાં પાટણના કનકસિંહ રાજપૂતને પોલીસમાં નોકરી અપાવીને તેના ડ્રાઇવર તરીકે નોકરી કરાવતો હતો. આ સિવાય કનકસિંહ રાજપૂતને તેણે વડોદરામાં ગણેશ વિસર્જન વખતે બંદોબસ્તમાં પણ ગોઠવી આપ્યો હતો. તો પાટણના વધુ એક અજીતસિંહ ચૌહાણને પણ પોલીસમાં નોકરી આપીને તેને કમાન્ડર તરીકે તેની સાથે રાખીને રૌફ જમાવતો હોવાનુ પણ જુનાગઢ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. હાલ નકલી ડિવાયએસપી વિનીત દવે જુનાગઢ પોલીસના રિમાન્ડ પર છે ત્યારે આવનારા દિવસોમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે.

  1. Fake MLA GUJARAT : નકલી MLA બનીને ફરતા રાજેશ જાદવના વધુ કારસ્તાનો આવ્યા સામે, લોકોને આવી રીતે છેતરતો
  2. Fake DySP: ફેમિલી કોર્ટનો ડ્રાઇવર નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો કરોડોનો ચૂનો, જાણો સમગ્ર મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.