ETV Bharat / state

ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થવા પાછળ રાજકીય વિશ્લેષકોએ કરી મોટી ચોખવટ

author img

By

Published : Nov 6, 2022, 8:15 AM IST

Updated : Nov 6, 2022, 9:34 AM IST

ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થવા પાછળ રાજકીય વિશ્લેષકોએ કરી મોટી ચોખવટ
ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થવા પાછળ રાજકીય વિશ્લેષકોએ કરી મોટી ચોખવટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત (Gujarat Assembly election 2022) થઈ ચૂકી છે. જેને લઈને અનેક રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પણ ઉમેદવારોની જાહેરાતને લઈ થઈ રહેલા વિલંબને કારણે નિષ્ણાંતો કેટલીક (Expert view on Candidates list) આડઅસર અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

જૂનાગઢઃ રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેમ છતાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કેટલેક અંશે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાતને લઈને ખૂબ વિલંબ થઈ રહ્યો છે. ઉમેદવારોની જાહેરાતના વિલંબને લઈને રાજકીય વિશ્લેષકો (Expert view on Candidates list) એવા તારણ પર આવેલા જોવા મળે છે કે, ભાજપમાં ચૂંટણી લડવા અને ધારાસભ્ય બનવા માટે દાવેદારોની રીતસર પડાપડી થઈ રહી છે.

ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થવા પાછળ રાજકીય વિશ્લેષકોએ કરી મોટી ચોખવટ

યાદીમાં વિલંબઃ વર્તમાન ધારાસભ્યોની લોકોમાં રોષ ને ખાળવા માટે પણ સત્તાધારી પક્ષ ભાજપ (Gujarat BJP) દ્વારા ઉમેદવારોના પસંદગીને લઈને ખૂબ વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ જ પ્રકારે આગળ વધી રહી છે. નવા ઉમેદવારોની પસંદગીથી લઈને જુના ઉમેદવારોમાં જાહેર થયેલા ઉમેદવારોને લઈને કોઈ વિરોધ ન જોવા મળે તેને લઈને ધીમે ધીમે ઉમેદવનોની પસંદગી પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે. પરંતુ આ તમામ વ્યવસ્થાની વચ્ચે જાહેર થયેલા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારના ખૂબ જૂજ દિવસો હાથમાં રહેશે જે ચૂંટણી જીતવા માટે ખૂબ મુશ્કેલ બની શકે છે.

ખૂબ મોટી લાઈનઃ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે તેમ છતાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા તેમના સત્તાવાર ઉમેદવારોની જાહેરાતને લઈને ખૂબ વિલંબ થઈ રહ્યો છે. ઉમેદવારોની જાહેરાતના વિલમ અને જાહેરાત થયા બાદ ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચારના ખૂબ ઓછા દિવસો હાથમાં રહેશે. આ સવાલોને લઈને રાજકીય વિશ્લેષકોએ પોતાનું સ્પષ્ટ કારણ આપ્યું હતું. તેઓ માની રહ્યા છે કે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારોની ખૂબ મોટી લાઈનો જોવા મળે છે. એક વિધાનસભા બેઠક પર 10 કરતા વધુ દાવેદારો ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવી રહ્યા છે. જેને કારણે ભાજપના ઉમેદવારોની પસંદગી વિલંબમાં પડી રહી છે.

કોંગ્રેસનું પગલુંઃ બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતની ચૂંટણીમાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવા માગતી હોય તે પ્રકારે તેમના ઉમેદવારોની પસંદગી કરવાની લઈને હવે તે પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં જાહેર થયેલા ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચારના ખૂબ ઓછા દિવસો જોવા મળશે. જેને કારણે ઉમેદવારોની ચૂંટણી પ્રચાર પર ખૂબ વિપરીત અસર પડશે અને બની શકે કે કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો પોતાનો ચૂંટણી પ્રચાર કરી પણ ન શકે. ચૂંટણી પ્રચાર બંધ થવાની જાહેરાત કરી દેવામાં આવે.

આમ આદમી પાર્ટીઃ આ વખતે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી પોતાની પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના પસંદ કરવા અને તેની જાહેરાતને લઈને ભાજપ અને કોંગ્રેસ કરતા ખૂબ આગળ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના 70% કરતાં વધુ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. તો તેની સામે ભાજપ એ હજુ સુધી એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. ગઈકાલે કોંગ્રેસે પોતાના 45 ઉમેદવારોને જાહેર કર્યા છે. જેમાં યુવાનો શિક્ષિતો અને મહિલાઓ પર પ્રાધાન્ય આપીને આ વખતે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે.

નુકસાનની ભીતિઃ પરંતુ હજુ સુધી તમામ સીટો પર એક પણ રાજકીય પક્ષે ઉમેદવાર જાહેર કર્યા નથી જેને કારણે હવે મતદાનને આડે માત્ર 25 દિવસ જેટલો સમય રહ્યો છે ત્યારે ઉમેદવારોની જાહેરાતમાં થતો વિલંબ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો સંપૂર્ણ વિધાનસભા માં પ્રચાર કરવાની તક નહીં મળે. જેના કારણે થોડી ઘણે અંશે નુકસાન તમામ રાજકીય પક્ષ અને ઉમેદવારોને થશે.

લોકોનો રોષ દૂર કરવા પગલાંઃ રાજકીય વિશ્લેષક ધીરુભાઈ પુરોહિત ઉમેદવારોની જાહેરાતમાં થઈ રહેલા વિલંબને લઈને પોતાનું અલગ આકલન રજૂ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતની ચૂંટણી જીતવાના રણશિંગા સાથે ઉમેદવારોની જાહેરાત કરશે. ઉમેદવાર પ્રમાણિક હોવો જોઈએ તેને લઈને તમામ રાજકીય પક્ષો કમર કસી રહી છે. જેને કારણે ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ 26 વર્ષનું ભાજપનું સાશન અને સ્થાનિક ધારાસભ્યોનો લોકોમાં રોષ ખાળવાને લઈને પણ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને વિલંબ થઈ રહ્યો છે.

જીતના દાવાના વાયદાઃ વધુમાં ધીરુભાઈ પુરોહિત જણાવી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતના દાવાઓ કરી રહી છે પરંતુ ચૂંટણી પરિણામના દિવસે આ દાવાઓ દીવા સ્વપ્ન સાબિત થશે અને ખરેખર પ્રામાણિક અને પ્રતિભાવાન ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહેશે તેવુ તેમનું આકલન રજૂ કરી રહ્યા છે. જેને કારણે જ તમામ રાજકીય પક્ષોને ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપ માટે ઉમેદવારોની પસંદગી અને તેના નામ જાહેર કરવાની લઈને ખૂબ વિલંબ થઈ રહ્યો છે.

મોટી સંખ્યામાં દાવેદારોઃ સિનિયર પત્રકાર વિજય પીપરોતર ઉમેદવારોની પસંદગી થવાને લઈને કોંગ્રેસ કરતા ભાજપમાં વધુ સમસ્યા છે તેવું જણાવી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે ભાજપમાં તમામ વિધાનસભા સીટો પર 10 કરતા વધુ દાવેદારો ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. જેને કારણે દાવેદારોનું લિસ્ટ ખૂબ લાંબુ થતા કોઈપણ વિધાનસભા સીટ પર સર્વસ્વીકૃત એક ઉમેદવાર મળતો નથી. જેને કારણે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને નામ જાહેર કરવાની પરંપરા ઘોંચમાં પડી રહી છે. ભાજપ આજે તેમના તમામ ઉમેદવારોનું યાદી જાહેર કરે તો તેમની પાસે માત્ર 25 દિવસ જેટલો સમય ચૂંટણી પ્રચાર માટે બાકી રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં જાહેર થયેલો કોઈ પણ ઉમેદવાર વિધાનસભાના પ્રત્યેક મત વિસ્તાર સુધી પહોંચી શકે. તે વાત શક્ય બનતી નથી.

પ્રચારમાં મુશ્કેલીઃ જેને કારણે કેટલાક વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ને તો કેટલીક વિધાનસભા સીટો પર રાજકીય પાર્ટીને નુકસાન થવાની શક્યતાઓ પૂરી રીતે જોવાઈ રહે છે હજુ પણ જો રાજકીય પક્ષ અને ખાસ કરીને ભાજપ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરવાની લઈને સમય લેવામાં આવશે તો ઉમેદવારોની ચૂંટણી પ્રચાર લઈને જે મુશ્કેલીઓ છે તે સતત વધતી જોવા મળશે જેને કારણે રાત ઉજાગરા કરવા છતાં પણ ઉમેદવારો પ્રત્યેક મત વિસ્તારમાં પહોંચી નહીં શકે જેની નુકસાની રાજકીય પક્ષોને પણ થશે.

પસંદગી મોડીઃ ભાજપ પોતાના ચૂંટણી પ્રચારનો દારોમદાર રાષ્ટ્રીય નેતૃત્વ પર રાખી રહી છે અને રાષ્ટ્રીય નેતૃત્વના ચહેરા અને તેના પ્રચાર પર ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી રહી છે. જેને કારણે ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ દર ચૂટણી ની રાજકીય પરિસ્થિતિ અલગ હોય છે જેથી રાષ્ટ્રીય નેતૃત્વના ચહેરા અને પ્રચાર પર ઉમેદવારોની જાહેરાત કરીને ચૂંટણી તે નુકસાનીનો સોદો પણ સાબિત થઈ શકે છે. રાજકીય વિશ્લેષકો તમામ રાજકીય પક્ષો માટે રાત નાની અને વેશ જાજા જેવું માહોલ જોઈ રહ્યા છે પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર 25 દિવસ જેટલો સમય બાકી છે.

45 ઉમેદવારોઃ આવી પરિસ્થિતિમાં હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી કોંગ્રેસે પોતાના 45 ઉમેદવાર જાહેર કર્યા છે તો આમદની પાર્ટી એ તેના ઉમેદવારોનું લિસ્ટ મોટેભાગે ગુજરાતમાં પૂર્ણ કરી દીધું છે થોડી ઘણી સીટો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે જે આજકાલમાં થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે પરંતુ ભાજપ માટે રાત નાની અને વેશ ઝાઝા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે ઉમેદવારોની પસંદગી બાદ ચૂંટણી લડવા માંગતા અન્ય ઉમેદવારોમાં વિરોધને શાંત કરવાની સાથે જાહેર થયેલા ઉમેદવારોને જીતાડવા માટેની રણનીતિ પણ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે જેને કારણે ઉમેદવારોની પસંદગી અને તેની જાહેરાતમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે તેવો સ્પષ્ટ અભિપ્રાય રાજકીય વિશ્લેષકો આપી રહ્યા છે.

Last Updated :Nov 6, 2022, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.