ETV Bharat / state

જૂનાગઢ કેશોદમાં સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો

author img

By

Published : Jan 17, 2021, 5:14 PM IST

જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો
જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો

કેશોદના વોર્ડ નંબર 7માં રસ્તાના કામ શરૂ કરવાના મુહૂર્ત કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાજર રહ્યા હતા અને રસ્તાનું કામ લીલી જંડી બતાવી શરૂ કરાયું હતું.

  • જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા
  • કેશોદમાં ભાજપ કોંગ્રેસનાં હોદ્દેદારોએ ઉડાવ્યા સરકારનાં નિયમના ધજાગરા
  • કેશોદમાં નેતાઓ માટે જાણે કોઇ નિયમ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે
  • વોર્ડ ન. 7 માં રોડનું ખાત મુહૂર્તનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • ખાત મુહૂર્તમાં પોરબંદર સાંસદ રમેશ ધડુક અને કેશોદ ધારાસભ્ય પણ હાજર રહ્યા

જૂનાગઢઃ ખાસ વાત કરવામાં આવે તો જૂનાગઢના કેશોદ ખાતે વોર્ડ નંબર 7 માં છેલ્લા ઘણા શમયથી રહીશો રોડ રસ્તાથી પીડાતા હતા, ત્યારે કેશોદના વોર્ડ નંબર 7માં રસ્તાના કામ શરૂ કરવાના મુહૂર્ત કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાજર રહ્યા હતા અને રસ્તાનું કામ લીલી જંડી બતાવી શરૂ કરાયું હતું.

જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો
જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનો ભંગ કરાયો

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ તકે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા અને અને કોઇ કોઇ કાર્યકરોએ માસ્ક પહેરીયાં પણ નથી જયારે જેણે માસ્ક પહેરીયાં હતા તે પણ ઉપર રખાયા હતા આમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. જો સામાન્ય લોકો ઘરની બહાર માસ્ક વગરના નીકળે તો 1000 / દંડ ભરવો પડે પરંતુ ભાજપના નેતા કે, કાર્યકરો કોઇ પ્રોગ્રામ હોય કે, કોઇ ફંક્સન હોય જ્યાં કાયદેશરના સોશિસલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળે તો ત્યારે તંત્ર ક્યાં શુતું છે. તેવા અનેક સવાલો ઉભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.