ETV Bharat / state

સોમનાથથી કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થશે, મઘ્યપ્રદેશના પૂર્વ CM જોડાશે

author img

By

Published : Oct 29, 2022, 2:13 PM IST

આગમી ચૂંટણીને લઈને સોમનાથથી કોંગ્રેસની (parivartan yatra gujarat) પરિવર્તન યાત્રા નિકળા જઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ચાર જગ્યાએથી પરિવર્તન યાત્રા કાઢવામાં આવશે. તે મોટેભાગે કોંગ્રેસના દબદબાવાળા મત વિસ્તારમાંથી પસાર થશે. ત્યારે ક્યા ક્યા વિસ્તારમાંથી પસાર થશે જૂઓ. (Congress parivartan yatra from Somnath)

કોંગ્રેસની સોમનાથથી દબદબાવાળી શરૂ થશે પરિવર્તન યાત્રા
કોંગ્રેસની સોમનાથથી દબદબાવાળી શરૂ થશે પરિવર્તન યાત્રા

સોમનાથ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (parivartan yatra gujarat) લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી ચાર અલગ અલગ પરિવર્તન યાત્રાઓ કાઢવામાં આવશે. તે મુજબ આગામી 31 તારીખ અને સોમવારના દિવસે સોમનાથ ખાતેથી બીજા તબક્કાની પરિવર્તન યાત્રાનો શરૂઆત થવા જઈ રહી છે. જેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના અગ્રણી નેતા કમલનાથ પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ યાત્રા સોમનાથથી શરૂ થઈ અને પાંચમાં દિવસે અમદાવાદ ખાતે પૂર્ણ થશે. પરિવર્તન યાત્રાના રૂટ માં પાંચ જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.(Congress yatra in Gujarat)

સોમનાથથી શરૂ થશે યાત્રા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ચાર જગ્યાએથી પરિવર્તન યાત્રા કાઢવામાં આવશે. ચાર યાત્રા પૈકી બીજા નંબરની યાત્રા સોમનાથથી શરૂ થશે અને પાંચ દિવસ બાદ આ યાત્રા અમદાવાદ પહોંચશે અને ત્યાં વિરામ લેશે. સોમનાથથી શરૂ થતી અને ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકો પર પાંચ દિવસ દરમિયાન યાત્રા ફરશે. પાંચમા દિવસને અંતે તે યાત્રાનું સમાપન અમદાવાદ ખાતે થશે. જ્યાં રાજ્યની તમામ ચારેય યાત્રાઓ એક સાથે ભેગા થશે અને અમદાવાદ ખાતે વિશાળ પરિવર્તન યાત્રા સભાનું પણ આયોજન કરાયું છે. (Congress parivartan yatra from Somnath)

કોંગ્રેસના દબદબા વાળી યાત્રા ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિવર્તન આત્રાનું આયોજન કરાયું છે. તે મોટેભાગે કોંગ્રેસના દબદબાવાળા મત વિસ્તારમાંથી પસાર થશે. ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાની ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ગત વિધાનસભામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો, ત્યારે આ વર્ષે પણ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોંગ્રેસ વધુ મજબૂત બને તેને ધ્યાને રાખીને આ યાત્રા કાઢવામાં આવશે. જે પાંચ દિવસ બાદ અમદાવાદ ખાતે પૂર્ણ થશે. હાલ સમગ્ર કાર્યક્રમની માહિતી ગીર સોમનાથ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રાકેશ ચુડાસમાએ આપી હતી. સમગ્ર કાર્યક્રમને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેવું પણ જણાવ્યું હતું. (Gujarat assembly elections 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.