ETV Bharat / state

દેવ દિવાળીના પાવન અવસરે જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી

author img

By

Published : Nov 30, 2020, 8:30 PM IST

Damodar Kund
દેવ દિવાળી

આજે દેવદિવાળીના પાવન પર્વે ભવનાથની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવીને ભવ ભવ નું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. દેવ દિવાળીના દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનુ ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. ત્યારે દેવદિવાળીના દિવસે દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાન કર્યું હતું.

  • દેવદિવાળીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવાનું પ્રાચીન મહત્વ
  • દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી
  • કોરોના સંક્રમણને કારણે જૂજ ભાવિકો જોવા મળ્યા


જૂનાગઢ : આજે દેવદિવાળીના પાવન પર્વે ભવનાથની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવીને ભવ ભવ નું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. દેવ દિવાળીના દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનુ ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે. ત્યારે દેવદિવાળીના દિવસે દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાન કર્યું હતું.

Damodar Kund
દામોદર કુંડ
સ્નાન કરીને ભક્તો બાંધી રહ્યા છે પુણ્યનું ભાથું

દેવ દિવાળીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો. દેવદિવાળીના દિવસે પવિત્ર ઘાટ અને નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. ત્યારે આદિ-અનાદિ કાળથી ધાર્મિક આસ્થાને સાચવીને સતત વહેતા દામોદર કુંડમાં દેવદિવાળીના પવિત્ર સ્નાન માટે ભક્તો આવી રહ્યા છે. અહીં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે સમગ્ર વિશ્વની ધાર્મિક યાત્રા બાદ જો દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો ધાર્મિક યાત્રાનુ પુણ્ય ફળ મળતું નથી.

દેવ દિવાળીના પાવન અવસરે જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ લગાવી આસ્થાની ડૂબકી
દામોદર કુંડમાં ભગવાન શ્રીકૃષ્ણનું તર્પણ વિધિ અને મહાત્મા ગાંધીના અસ્થિનું પણ થયું છે વિસર્જનપવિત્ર દામોદર કુંડમાં ભગવાન શ્રીકૃષ્ણના પિંડદાન થયા હોવાની ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળી રહી છે. દામોદર કુંડમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિઓનુ પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ જ દામોદર કુંડમાં ભક્ત નરસિંહ મહેતા હરિ ભજન માટે આવતા હતા. કહેવાય છે કે, આ જ દામોદર કુંડમાં ભક્ત નરસિંહ મહેતા અને હરિનું મિલન પણ થયું હતું. આવા પવિત્ર દામોદર કુંડંમાં આજે ભાવિકોની પાંખી હાજરીની વચ્ચે દેવ દિવાળીનું પવિત્ર સ્નાન થઈ રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવેલી પરિક્રમાને કારણે જૂજ માત્રામાં ભાવિકો જોવા મળ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.