જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે આપ્યો પાંચ બચ્ચાંને જન્મ

author img

By

Published : Nov 25, 2021, 10:36 AM IST

Updated : Nov 25, 2021, 10:45 AM IST

જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે આપ્યો પાંચ બચ્ચાંને જન્મ

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં(Junagadh Sakkarbaug Zoo) એક સિહણે વધુ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો છે. પાંચ બચ્ચાનો(Lion cubs) જન્મ થતાં આ વર્ષ દરમિયાન સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વર્ષ દરમિયાન 29 જેટલા સિંહબાળનો જન્મ(birth of a lion cub) થઈ ચૂક્યો છે. સિંહબાળનો જન્મ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થયો છે જેને લઇને સક્કરબાગના અધિકારીઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે

  • સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહણે આપ્યો 5 બચ્ચાને જન્મ
  • પાછલા આઠ દિવસમાં 10 જેટલા સિંહબાળનો જન્મ થયો
  • ગત વર્ષે પણ આજ સિંહણે ત્રણ જેટલા સિંહબાળને આપ્યો હતો જન્મ

જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Junagadh Sakkarbaug Zoo) વધુ પાંચ સિંહબાળનું આગમન થયું છે. વહેલી સવારે એક સિંહણે પાંચ જેટલા તંદુરસ્ત સિંહબાળને જન્મ આપ્યો(Lion cubs) છે. સિંહ બાળનો જન્મ થતા વન વિભાગના કર્મચારી(Forest Department employee) અને અધિકારીઓ નવજાત પાંચેય સિંહબાળ તેમજ માતા સિંહણ પર સતત દેખરેખ અને તેનુ નિદર્શન કરી રહ્યા છે. જન્મ લેનાર પાંચેય સિંહબાળની સાથે જન્મ આપનાર માતા સિંહણ તંદુરસ્ત હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ગત 16મી નવેમ્બરના દિવસે પણ એક સિંહણે પાંચ જેટલા સિંહબાળને જન્મ આપ્યો હતો. ત્યારે પાછલા આઠ દિવસ દરમિયાન 10 જેટલા સિંહ બાળનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે પણ આજ સિંહણે ત્રણ જેટલા સિંહ બાળને આપ્યો હતો જન્મ

25મી નવેમ્બર 2021 જે સિંહણે સિંહબાળને જન્મ આપ્યો છે તે સિંહણે પણ ગત વર્ષે ત્રણ જેટલા તંદુરસ્ત સિંહબાળને જન્મ(lion cub born at Sakkarbaug Zoo) આપ્યો હતો જે આ વર્ષે આજ સિહણે વધુ પાંચ સિંહબાળને જન્મ આપ્યો છે પાછલા આઠ દિવસમાં 10 જેટલા નવજાત સિંહબાળનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં આગમન(arrival of the lion cub) થયું છે. નવજાત તમામ સિહ બાળની(Lion cubs) સાથે જન્મ આપનાર માતા સિહણ તંદુરસ્ત હોવાનું અને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ નવજાત સિંહ બાળની સાથે જન્મ આપનાર માતા સિંહણ પર સતત દેખરેખ અને તેનું નિદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Guru Pushya Yoga : જાણો મુહૂર્ત અને ખરીદી અંગે

આ પણ વાંચોઃ ક્રિસમસ પરેડ અકસ્માતમાં 8 વર્ષના જેક્સનના મોત સાથે મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો

Last Updated :Nov 25, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.