ETV Bharat / state

ચારેય પિઠના શંકરાચાર્ય જ્યારે રામ લલ્લાના દર્શન કરશે પછીજ કોંગ્રેસ કરશે - પૂર્વ સાંસદ વિક્રમ માડમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 14, 2024, 6:41 AM IST

Etv Bharat
Etv Bharat

શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નું આમંત્રણ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી. જે મામલે હાલ રાજકારણ ગરમાયું છે. જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજાએ તાજેતરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. જે બાદ તેમના નણંદ અને કોંગ્રેસના નેતા નયનાબાએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેને પગલે જામનગરનું રાજકારણ ગરમાયું હતું, ત્યારે હવે કોંગ્રેસના નેતા અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

પૂર્વ સાંસદ વિક્રમ માડમ

જામનગર : રામ મંદિર આમંત્રણ મુદ્દે પૂર્વ સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે, હું હિન્દુ છું, હું સનાતન હિન્દુ છું મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. હિન્દુ તરીકે હું એક જ વસ્તુ માનું છું કે, જગતગુરુ શંકરાચાર્ય જે કહે તે હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોય છે. હિંદુસ્તાનની અંદર ચાર પીઠ ના ચારેય શંકરાચાર્ય જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય ત્યારે આ યાત્રા ની અંદર કોંગ્રેસ ન જોડાય તે સ્વભાવિક છે.

કોંગ્રેસે આમંત્રણનો અસ્વિકાર કર્યો : આ રાજકીય યાત્રા છે, કોઇ ઉદ્ઘાટન નથી. આ કોણ કરી રહ્યું છે, તે પણ આપણે જાણીએ છીએ. કોને કોને આમંત્રણ આપ્યા છે, કેવી રીતે આમંત્રણ આપ્યા છે તે પણ આપણે જાણીએ છીએ. તેને રામ મંદિર સાથે કોઇ નાતો નથી તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી તેવા ક્યાં પડ્યા છે તેની પણ કોઇ તસદિ લેવામાં આવતી નથી. અમારે કોઈને એમના પ્રમાણપત્રની જરૂર નથી, અમે પણ જઈશું અયોધ્યા. પણ સૌથી પહેલા જગતગુરુ શંકરાચાર્ય રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે રામ મંદિરે જઈશું. જે માટે અમારે આમંત્રણની જરૂર નથી.

  1. Uttarayan 2024: જૂનાગઢના બાળકોએ ઉત્તરાયણની પૂવ સંધ્યાએ પતંગ અને ડાન્સની મજા માણી
  2. Ahmedabad Uttarayan 2024 : મોંઘવારીને તડકે મૂકો, પતંગ 20 ટકા મોંઘા થયા છતાં પણ ખરીદી માટે ભીડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.