ETV Bharat / state

જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી

author img

By

Published : Dec 13, 2020, 2:20 PM IST

Updated : Dec 13, 2020, 2:33 PM IST

જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી
જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી

જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર તાલીમ ભવન જામનગરના પ્રાધ્યાપક વિજયભાઈ સુરેલીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

• જોડિયાની હડિયાણા કન્યા શાળાના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં જોડાયા
• વેસ્ટમાંથી વેસ્ટ કૃતિઓ રજૂ કરી
• મૂલ્યાંકન સમિતિ દ્વારા નવતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગરઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર તાલીમ ભવન જામનગરના પ્રાધ્યાપક વિજયભાઈ સુરેલીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી
જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી

શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો

જોડિયા તાલુકાની વિવિધ શાળાઓના ઇનોવેટીવ શિક્ષકો દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો કરવા તથા કઠિન બિંદુઓ અને સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે. જેને હડિયાણા કન્યા શાળાના દેવાંગીબેન બારીયા તથા નેસડા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર ધમસાણીયા અને યોગેશ ભેંસદડિયા દ્વારા માઇક્રોસોફ્ટ ટિમ્સના માધ્યમથી રજૂ કર્યા હતા.

મૂલ્યાંકન સમિતિ દ્વારા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન

આ ઇનોવેશન ફેરમાં તાલુકાની શાળાના શિક્ષકો, આચાર્યઓ, સી.આર.સી. કો. ઓ. જોડાયા હતા અને નવતર પ્રવૃત્તિઓ નિહાળી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી. મૂલ્યાંકન સમિતિ દ્વારા નવતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

ફેરમાં ભાગ લેનારાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બી.આર.સી.કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ભાગ લેનાર તથા જોડાનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો....

Last Updated :Dec 13, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.