ETV Bharat / state

જામનગરમાં બાગ બગીચા ખુલ્યા, બે મહિના બાદ શહેરીજનો નીકળ્યા મોર્નિંગ વોક પર

author img

By

Published : Jun 11, 2021, 3:27 PM IST

જામનગર
જામનગર

કોરોના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે, ધાર્મિક સ્થળો અને બાગ-બગીચાઓ શહેરોમાં ખુલ્લા મુકવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી તમામ બાગ-બગીચાઓ ખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.

  • સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રહેશે
  • યંગ જનરેશન તેમજ સિનિયર સિટીઝનો પણ લાખોટા તળાવ ખાતે ઉમટ્યા
  • બે મહિના બાદ જામનગરમાં બાગ બગીચા ખુલ્યા

જામનગર: તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિરલ બાગ, રણજીતસાગર ઉધાન સહિતના બાગો આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સવારે છ વાગ્યે રણમલ તળાવ ખુલતાની સાથે જ મોર્નિંગ વોક માટે લોકો ઉમટ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રાખવા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જામનગરમાં બાગ બગીચા ખુલ્યા

આ પણ વાંચો:અનલોક: વડોદરામાં બાગ બગીચા ફરી શરૂ થયા

લાખોટા તળાવ પર જોવા મળી ભીડ

કોરોનાથી કંટાળેલા લોકો વહેલી સવારે જ મોર્નિંગ વોક માટે લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા. અહીં જામનગર વાસીઓ હળવી કસરત તેમજ રનીંગ અને વોકિંગ કરી દિવસની શરૂઆત કરી છે. છેલ્લા બે મહિનાથી જામનગર વાસીઓ lockdownના કારણે ઘરની બહાર નીકળી શક્યા ન હતા. યંગ જનરેશન તેમજ સિનિયર સિટીઝનો પણ લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા.

જામનગરના બાગ બગીચા
જામનગરના બાગ બગીચા

આ પણ વાંચો: પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ-બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.