ETV Bharat / state

જામનગર મનપાની દંડાત્મક કાર્યવાહી સામે 500 વેપારીઓએ વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Sep 11, 2019, 9:41 PM IST

જામનગર

જામનગરઃ મહાનગરપાલિકાની દંડાત્મક કાર્યવાહીનો વેપારીઓએ બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 500થી વધુ વેપારીઓ સામેલ થયા હતાં. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપી દંડાત્મક કાર્યવાહી અટકાવવાની રજૂઆત કરી હતી.

જામનગર મહાનગરપાલિકામાં બુધવારે વેપારીઓએ દંડાત્મક કાર્યવાહીના વિરોધમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. કારણ કે, એક તરફ પ્લાસ્ટિક મુક્ત ભારતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના અચાનક હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થતું હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપી દંડ અટકાવવાની રજૂઆત કરી હતી.

જામનગર

આ અંગે વેપારીઓએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, " મંગળવારે વેપારીઓ પાસેથી મહાનગરપાલિકાની ટીમે 40 હજારનો દંડ ફટાકાર્યો હતો. જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બાઇક રેલી યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો."

Intro:
Gj_jmr_01_vepari virodh_avbb_7202728_mansukh

જામનગર મનપાની દંડાત્મક
કાર્યવાહીના વિરોધમાં 500 જેટલા વેપારીઓ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

(1)મુન્નાભાઈ નાગોરી,પ્લાસ્ટિક એસો.પ્રમુખ જામનગર

(2)લાખાભાઈ કેશવાલા,ફેકટરી એસો. પ્રમુખ જામનગર

જામનગરમાં વેપારીઓએ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ દંડાત્મક કાર્યવાહીના વિરોધમાં આજરોજ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શુભાષ જોશીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.....

જામનગર શહેરમાં 60 હજાર જેટલા વેપારીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે.... અને ગઈકાલે મહાનગર પાલિકાની ટીમે ૪૦ હજાર જેટલો વેપારીઓને દંડ ફટકારતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.....

દેશમાં એક બાજુ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની મુહિમ ચાલી રહી છે તો બીજી બાજુ જામનગર મહાનગરપાલિકા વેપારીઓને વિશ્વાસમાં લીધા વિના અવારનવાર આજે દોઢ દંડાત્મક કાર્યવાહી કરતા વેપારીઓ આજરોજ ચાંદી બજાર ખાતે એકઠા થયા હતા અને ૫૦૦ જેટલા વેપારીઓએ બાઇક રેલી યોજી મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને અહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.....

જો કે વેપારીઓ પ્લાસ્ટિક ઝુંબેશને ટેકો આપી રહ્યા છે અને સ્વચ્છ ભારત બને તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને પરેશાન કરવામાં આવતો હોવાની રાવ ઉઠી છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.