ETV Bharat / state

દીવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્તઃ ક્રુઝ કરાઇ સેનિટાઇઝ

author img

By

Published : Apr 2, 2021, 4:15 PM IST

Updated : Apr 3, 2021, 4:33 PM IST

દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્તઃ ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્તઃ ક્રુઝ કરાઇ સેનિટાઇઝ

હજીરાથી દીવની શરૂ થયેલી પ્રથમ ટ્રીપ પ્રવાસીઓ સાથે દીવ પહોંચતા સ્થાનિક તંત્ર દ્રારા ભવ્‍ય સ્‍વાગત કરાયેલી ક્રુઝમાં સવારે તમામ પ્રવાસીઓનું ફુલહારથી સ્વાગત કરાયું હતું.

  • ક્રુઝની દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર સહિતના લોકોએ લીધી મુલાકાત
  • પ્રથમ ટ્રીપનુ દીવમાં આગમન થયું ત્‍યારે ક્રુઝમાં સવારે પ્રવાસીઓના રેપીડ ટેસ્‍ટ કરાયા
  • ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટિવ
    દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં મહિલા કોરોનાગ્રસ્તઃ ક્રુઝ કરાઇ સેનિટાઇઝ

સુરતઃ હજીરાથી દીવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સર્વિસની પ્રથમ ટ્રીપનુ દીવમાં આગમન થયું ત્‍યારે ક્રુઝમાં સવારે પ્રવાસીઓના રેપીડ ટેસ્‍ટ કરવામાં આવ્યા. જેમાંથી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી તેને સારવાર માટે દીવની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં આખી ક્રુઝને સેનિટાઇઝ કરાઇ હતી. ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, તેની સાથેના ગ્રુપના બીજા 4 સહિત પાંચ લોકોને એમ્બ્યુલન્સ મારફતે સુરત રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરાયું

સુરતના હજીરાથી દીવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સર્વિસની પ્રથમ ટ્રીપનું દીવમાં આગમન થયું. ત્યારે પ્રથમ ટ્રીપમાં સવારે દીવ પહોંચેલા તમામ પ્રવાસીઓને દીવ પ્રશાસન દ્વારા આવકારવામાં આવેલી હજીરાથી આવેલી ક્રુઝ જય સુફિયા બેલીઝનો દીવના કિલ્લા પાછળના દરિયામાંથી પ્રવેશ થયો હતો. દીવ જેટી પર પ્રશાસન દ્વારા સ્વાગતની તૈયારીઓ કરાઇ હતી. જેમાં તમામ પ્રવાસીઓનું તિલક કરી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરાયું હતું.

દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્રુઝને સેનિટાઈઝ કરાઇ હતી

દરમિયાન ક્રુઝમાં આવેલી એક મહિલાનો રેપીડ ટેસ્‍ટ કરાતા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે મહિલાને દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના કોરોના વિભાગમાં સારવાર માટે દાખલ કરી હતી. ક્રુઝમાં સવારે મહિલા પોઝિટિવ આવતા અન્‍ય પ્રવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, સાવચેતી માટે દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્રુઝને સેનિટાઈઝ કરાઇ હતી. પ્રથમ ટ્રીપમાં આવેલી આ ક્રુઝની દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર સહિતના લોકોએ મુલાકાત લઇ ક્રુઝની દરેક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દીવ ક્રુઝ રૂટનું કર્યું ઉદ્ધાટન

સૌરાષ્‍ટ્ર-ગુજરાતના દરીયાકાંઠેથી ક્રુઝ સેવા શરૂ કરાય તો પ્રવાસીઓને સારી સુવિઘા મળશે

ક્રુઝની પ્રવાસીઓમાં ઓછા પૈસામાં અદભુત પ્રવાસનો આનંદ માણવાનો લ્‍હાવો મળ્યો હતો, આવુ ક્રુઝ ટૂરિઝમ સમગ્ર ગુજરાતમાં વિસ્‍તરણ કરવામાં આવે તેવી લાગણી છે. ક્રુઝ ટૂરિઝમ થકી સુરત (હજીરા) અને દીવના પર્યટન સ્‍થળના વેપાર-ઘંઘાને નોંઘપાત્ર ફાયદો થશે. આ સાથે આગામી દિવસોમાં સોમનાથ સહિતના સૌરાષ્‍ટ્ર-ગુજરાતના દરીયાકાંઠેથી ક્રુઝ સેવા શરૂ કરવામાં આવે તો પ્રવાસીઓને સારી સુવિઘા મળશે અને ટૂરિઝમને ફાયદો થશે.

દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ
દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપમાં કોરોનાગ્રસ્ત મહિલા આવવાથી ક્રુઝ કરાઇ સેનિટાઇઝ

કોરોનાની ગાઇડલાઇનના ચુસ્‍ત અમલના કારણે પ્રવાસીઓ અસ્વસ્થ પણ જોવા મળ્યા

સુરતના તથા ગુજરાતી લોકો ફરવાના શોખીન હોય છે. દરીયાઇ પ્રવાસ કરવો એક એડવેન્‍ચર સમાન છે. શરૂ થયેલી સુરત-દીવ ક્રુઝ સેવા લોકોને અલગ પ્રકારના પ્રવાસનો લાભ અપાવનારૂ સાબિત થશે, તો દીવમાં પણ ટૂરિઝમને વિકસાવવા માટે બીચ ડેવલોપમેન્‍ટ સહિતના અનેક કામો થઇ રહયા છે. આ બન્ને આવનારા દિવસોમાં પ્રવાસીઓમાં આર્કષણનું કેન્‍દ્ર બની રહેશે. સુરતના હજીરાથી દીવ સુઘીની શરૂ થયેલી ક્રુઝ સર્વિસની પ્રથમ ટ્રીપનો લ્‍હાવો લેનારા પ્રવાસીઓમાં રોમાંચ માણ્‍યાનું સ્‍પષ્‍ટ જોવા મળતુ હતુ. જો કે, એક સાથી પ્રવાસી મહિલા પોઝીટીવ આવતા થોડી ચિંતા પણ વ્‍યકત કરી હતી, પરંતુ તંત્ર દ્રારા કોરોનાની ગાઇડલાઇનના ચુસ્‍ત અમલના કારણે પ્રવાસીઓ અસ્વસ્થ પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે 2 દિવસ બંધ



Last Updated :Apr 3, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.