ETV Bharat / state

snack bite: ઉનાના લામધાર ગામે નિદ્રાધીન બે સગી માસુમ બહેનોને ક્રોક પ્રજાતિના સર્પએ ડંશ મારતાં બંન્નેના મોત

author img

By

Published : Jul 26, 2021, 7:38 AM IST

snack bite
snack bite

ઉના તાલુકાના લામધાર ગામમાં ખેડૂત પરીવારની બે દીકરીઓને રાત્રીના સૂતી હતી તે દરમિયાન ઘરમાં આવી ચડેલા સર્પે ડંશ (snack bite) મારી દીધો હતો. સવારે બંન્ને દિકરીઓની તબિયત બગડતા પરીવારજનો હોસ્પીટલએ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબએ બંન્નેને મૃત જાહેર કરતા પરીવાર ભાંગી પડયો હતો.

  • સર્પએ ડંશ મારતાં બંન્ને બહેનોના મોત નીપજ્યા
  • બંન્ને દીકરીઓની સવારે તબીયત લથડી
  • બે દીકરીઓની અણધારી વિદાયથી પરીવારજનો શોકમાં ગરકાવ

ગીર સોમનાથ: ઉના તાલુકાના લામધાર ગામે રહેતા ખેડૂત પરીવારની બે દીકરીઓને રાત્રીના સૂતી હતી તે દરમિયાન ઘરમાં આવી ચડેલા સર્પે ડંશ (snack bite) મારી દીધો હતો. સવારે બંન્ને દિકરીઓની તબિયત બગડતા પરીવારજનો હોસ્પીટલએ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબએ બંન્નેને મૃત જાહેર કરતા પરીવાર ભાંગી પડયો હતો. આ ઘટનાને લઈ નાના એવા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

ડંશ મારી સાપ ઘરના ખુણામાં છુપાઈ ગયો હતો

દીકરી એટલે વ્હાલનો દરીયો પણ જ્યારે દીકરીઓની અણધારી વિદાય થાય ત્યારે ભલભલા ભાંગી જાય છે. ત્યારે આ વાતને સાર્થક કરતી કરૂણ ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધર ગામમાં રહેતા કોળી પરીવાર સાથે બની છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ લામધાર ગામમાં બસ સ્ટેશન નજીક રહેતા ભરતભાઈ રામભાઈ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક દિકરો મળી ચાર સંતાનો છે. તેમની મોટી દીકરી નિધીબેન (ઉ.વ.13) અને તેમજ વાનિકા (ઉ.વ.10) ગત રાત્રીના પરીવારજનો સાથે જમ્યા બાદ પોતાનાં રૂમમાં સુઈ ગઈ હતી. દરમિયાન મધરાત્રીએ અચાનક ઘરમાં આવી ચડેલ ક્રોક નામના ઝેરી સર્પએ નિંદ્રા અવસ્થામાં રહેલા બંન્ને દીકરીઓને ડંશ મારી સાપ ઘરના ખુણામાં છુપાઈ ગયો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

બંન્ને દીકરીઓની એકાએક તબીયત ખરાબ થતા ઉલ્ટી થવા લાગી હતી

આજે વહેલી સવારે બંન્ને દીકરીઓની એકાએક તબીયત ખરાબ થતા ઉલ્ટી થવા લાગી હતી. જેથી તેમના પિતા ભરતભાઈ તુરંત સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પીટલએ લઈ ગયા હતા. જ્યાં તબીબએ અને બંન્ને સગી બહેન મૃત હોવાનું અને સર્પે ડંશ મારતા મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા પિતા સહિતના પરિવારજનો વલોપાત કરતા ચોધાર આસુઓએ રડવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ લામધાર ગામમાં થતા ગ્રામજનો અને ભરતભાઈના સંબંધીઓ હોસ્પિટલએ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: ડાંગના સુપદહાડ ગામેં રાજકોટના શખ્સ તણાઈ જતાં મોત

ઘટનાને લઈ ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી

બાદમાં ભરતભાઈ બાંભણીયાના ઘરમાં શોધખોળ શરૂ કરતાં ક્રોક નામનો ચટાપટા ધરાવતો ઝેરી સાપ મળી આવેલ હતો. દરમિયાન બંન્ને બહેનોના મૃતદેહ પરીવારને અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવેલા હતા. બંન્ને દીકરીઓ ભણવામાં તેજસ્વી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.