ETV Bharat / state

સાસણ ગીર અભ્યારણ નવા નિયમોની સાથે ખુલ્લુ મૂકાયૂ

author img

By

Published : Oct 16, 2019, 12:53 PM IST

સાસણ ગીર અભ્યારણ નવા નિયમો સાથે ખુલ્લું મૂકાશે

જૂનાગઢઃ ચોમાસની સિઝન પૂરી થયા બાદ સાસણનું પાર્ક 16 ઓક્ટોમ્બરથી એટલે રે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે અંગે તંત્ર દ્વારા મોટા પાયે આયોજનો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં પાર્ક સ્વચ્છતાને ધ્યાનમાં લઈને પ્લાસ્ટીક મુક્ત અભિયાન હાથ પણ ધરવામાં આવ્યું છે. ઋતુઓ પ્રમાણે પાર્કનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ પાર્કની મુલાકાત લેવા માટે તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ગીર અભ્યારણમાં ઋતુઓ પ્રમાણે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળામાં સાસણ પાર્કનો સમય 6.45 થી 9.45 સુધીનો કરાયો છે. ઉનાળામાં 1 માર્ચથી 15 જૂન સુધી સાંજે 4થી 7 કલાક સુધીનો કરાયો છે.

સાસણ ગીર અભ્યારણ નવા નિયમો સાથે ખુલ્લું મૂકાશે

આ ઉપરાંત રાજ્ય સરકાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સાસણ જંગલને પ્લાસ્ટિક નિષેધ કરવામાં આવ્યું છે. પાણીની બોટલો થર્મલ સ્ટીલ સાથે 2 બોટલો દરેક વાહનમાં રાખવામાં આવી છે. તેમજ GPS સિસ્ટમને અપડેટ કરવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારના વાહન મોનીટરીંગમાંથી બચી શકશે નહીં.

આમ, ઓનલાઈન બુકીંગ, પ્લાસ્ટીક મુક્ત અભિયાન અને ઋતુ પ્રમાણે કરવામાં આવેલાં સમય પરિવર્તન સાથે એકવાર ફરીથી સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે..

Intro:
16 ઓક્ટોબર થી શરૂ થયેલા 4 માસ ના સાસણ નું ચોમાસુ વેકેશન પૂરું થયા બાદ આજે 16 ઓક્ટોબરે સાસણ ગીર અભ્યારણ્ય ટુરીસ્ટો માટે ખુલ્લુ મુકાયુ હતું. વહેલી સવારે પ્રથમ સફારી ને લિલી ઝંડી આપી ડી.સી.એફ એ સાસણ જંગલ ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂક્યું હતું તો સાથે સાસણ ને પ્લાસ્ટીક ફ્રી બનાવવા વન વિભાગે કમર કસી છે. બીજી તરફ સિંહો નો સંવનન કાળ ગણાતું ચોમાસુ પત્યા પછી નાના બાળ સિંહો ની કિલકારીઓ થી ગીર ગુંજશે તેની સિંહ પ્રેમીઓ માં ખુશી છવાઈ છે.Body:આ વર્ષે ચોમાસા ની સીઝનમાં ગીર જંગલ માં અભૂતપૂર્વ વરસાદ પડતાં ગીર ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. વન્ય પ્રાણી ઓ માટે નો ગીર મધ્ય માં આવેલ કમલેશ્વર ડેમ પણ પુરતા પાણી ના કારણે નયનરમ્ય તો છે જ પરંતુ વન્યપ્રાણી ઓ ને પીવા ના પાણી ની ચિંતા પણ રહી નથી તો વરસાદ બાદ આખું ગીર અભ્યારણ્ય લીલું છમ રહ્યું છે સાથે પ્રક્રૃતી પોતાની સર્વોત્તમ સુંદરતા દર્શાવી રહી છે.


તો સાથેજ પ્રતિવર્ષ ઋતુ અનુસાર યાત્રીઓ ના પ્રતિભાવ જાણી વન વિભાગે જંગલ સફારી ના સમય માં ફેરફાર કર્યા છે જેમાં શિયાળા દરમિયાન 16 ઓક્ટોબર થી 28 ફેબ્રુઆરી સુધી અજવાળું થયા બાદ 6.45 થી 9.45 નો કરવામાં આવ્યો છે. જ્યારે ઉનાળામાં સૂર્ય ના આકરા તાપ ની અસર નિવારવા 1 માર્ચ થી 15 જૂન સુધી સાંજે 4 થી 7 સફારી નો સમય નક્કી કરાયો છે.

Conclusion:ત્યારે રાજ્ય સરકાર ના પ્લાસ્ટિક બેન ના અભિયાન માં સાસણ જંગલ માં કોઈપણ પ્રકાર નું પ્લાસ્ટિક નિષેધ કરવામાં આવ્યું છે પાણી ની બોટલો માટે થર્મલ સ્ટીલ સાથે 2 બોટલો દરેક વાહનમાં રાખવામાં આવી છે. અને સાથે દરેક વાહન માં જી.પી.એસ સિસ્ટમ ને અપડેટ કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારે વાહન મોનિટરિંગ માંથી બચી ના શકે તેમજ ટૂરિસ્ટો ને નિશ્ચિત માર્ગ પર સફારી કરાવી શકાય.



બાઈટ-1- હરિ મિશ્રા -ટુરીસ્ટ ઉત્તરપ્રદેશ

બાઈટ-2,3,4- મોહન રામ- ડીસીએફ સાસણ ગીર

Dcf1-સાસણ ખુલવા અને વરસાદ ના કારણે પ્રકૃતિ ઉપર

Dcf2-જંગલ માં થયેલા સફારી ના સમય ફેરફાર અંગે

Dcf3- પ્લાસ્ટિક બેન અને જી.પી.એસ. મુદ્દે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.