ETV Bharat / state

ગીર સોમનાથ: આવતી કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોમાં આનંદ

author img

By

Published : Oct 25, 2020, 8:14 PM IST

ETV BHARAT
સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં 26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં કુલ 1,03,500 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે 21 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  • સોમવારથી ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખદીરી શરૂ
  • ખરીદી સેન્ટર પર વીડિયોગ્રાફી અને CCTV કેમેરાની વ્યવસ્થા
  • 90 દિવસ સુધી થશે ખરીદી

ગીર સોમનાથઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2020 ખરીફ સિઝનમાં 26 ઓક્ટોબરથી 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 5275 અને પ્રતિ મણના રૂપિયા 1055 ટેકાના ભાવેથી મગફળીની રાજ્યભરમાં ખરીદી કરવામાં આવશે.

સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોમાં આનંદ

જિલ્લામાં કુલ 9 ખરીદ સેન્ટર

વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડખાતે 2 ખરીદ સેન્ટર, તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 ખરીદ સેન્ટર, સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે 1 ખરીદ સેન્ટર, કોડીનાર તાલુકાના બિલેશ્વપ સુગર ફેક્ટરી ખાતે 2 ખરીદ સેન્ટર, ઉના APMC સેન્ટર ખાતે 1 ખરીદ સેન્ટર અને ગીર ગઢડા તાલુકાના 1 ખરીદ સેન્ટર સહિત જિલ્લામાં કુલ 9 ખરીદ સેન્ટર ખાતેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક મગફળી ખરીદી સેન્ટર પર વહીવટીતંત્ર દ્વારા વીડિયોગ્રાફી અને CCTV કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ETV BHARAT
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

1,03,500 હેક્ટરમાં મગફળીનું વાવેતર વાવેતર

રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોને SMS દ્વારા તારીખ અને સમયથી જાણ કર્યા બાદ તેમણે નોંધણી સ્લીપ સાથે મગફળી ખરીદ સેન્ટર પર લાવવાની રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં 1,03,500 હેક્ટરમાં મગફળીનું વાવેતર વાવેતર થયું છે. જિલ્લામાં 21 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ETV BHARAT
સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

સોશિયલ ડિસ્ટન્સની થશે જાળવણી

કોવિડ-19 પરિસ્થિતિને અનુરૂપ સરકારની વખતો-વખતની સૂચનાઓ અનુસાર સામાજીક અંતર જળવાય રહે તે મુજબ જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. ટેકાના ભાવે મગફળી વેચાણ અંગે ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ/હેલ્પલાઈન નંબર.02876-285063 પર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વ્યવસ્થા ઉભી કરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.