ETV Bharat / state

Sasan Safari Park News: સાસણ સફારી પાર્ક 'સિંહ દર્શન' માટે આજથી શરૂ થયો, પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 7:03 PM IST

સાસણ સફારી પાર્કને પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો
સાસણ સફારી પાર્કને પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો

ચાર મહિનાના વેકેશન બાદ આજે ફરીથી સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે પણ 'સિંહ દર્શન' માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાંચો પ્રવાસીઓના અનુભવ વિશે વિસ્તારપૂર્વક

સાસણ સફારી પાર્ક 'સિંહ દર્શન' માટે આજથી શરૂ થયો

સાસણઃ આજે 'સિંહ દર્શન' માટે સાસણ સફારી પાર્ક ફરીથી શરૂ થયો છે. વહેલી સવારે 6.30 કલાકે સફારી પાર્ક પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે પહેલા દિવસે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ 'સિંહ દર્શન' માટે ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓમાં 'સિંહ દર્શન'નો ખૂબજ વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રવાસન ગતિવિધિથી જીવંત બની ગયું હતું સાસણ સફારી પાર્ક
પ્રવાસન ગતિવિધિથી જીવંત બની ગયું હતું સાસણ સફારી પાર્ક

સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયોઃ સાસણ સફારી પાર્ક આજે ચોમાસા બાદ ફરીથી શરૂ થયો છે. પહેલા દિવસે જ ગુજરાત, ગુજરાત સિવાયના રાજ્યો તેમજ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ચાર મહિના પછી સાસણ ગીરનું જંગલ ફરી એક વખત પ્રવાસન ગતિવિધિથી જીવંત બની ગયું હતું.

પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં
પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઘણા સમયથી અમે સાસણ ગીર આવવા માટે ઉત્સુક હતા. આજે પ્રથમ દિવસે પ્રથમ ટ્રીપમાં બચ્ચા સાથે સિંહણને જોઈને અમને ખૂબ જ રોમાંચ થયો છે...કૃતિકા(પ્રવાસી, કોલકાતા)

અમે આજે પ્રથમ દિવસે પહેલી ટ્રિપમાં સાસણગીર સફારીની મુલાકાત કરી હતી. અમારા દેશના જંગલોમાં ગીરમાં જોવા મળતા વન્ય પ્રાણીઓ અને વન્ય સંપદા જોવા મળતી નથી. ગીરના જંગલમાં પશુ પક્ષીની સાથે સિંહ જેવા પ્રાણીની એક આખી વસાહત છે તે ખરેખર સૌ કોઈએ અનુભવવા લાયક છે...પ્રવાસી(નેધરલેન્ડ)

પ્રવાસીઓના અનુભવઃ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાંથી ઘણા પ્રવાસીઓને 'સિંહ દર્શન'નો લાભ મળ્યો હતો જ્યારે અનેક પ્રવાસીઓને આ લાભ મળ્યો નહતો. જો કે સાસણ ગીર જંગલનું કુદરતી સંપદા, આહલાદક વાતાવરણનો અનુભવ અવિસ્મરણિય રહ્યો હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. પ્રવાસીઓએ 'સિંહ દર્શન' સિવાય હરણ તેમજ અન્ય પ્રાણીઓને પોતાના કુદરતી વસવાટમાં કુદરતી રીતે જીવન જીવતા જોવાનો અદભુદ અનુભવ માણ્યો હતો.

  1. World Lion Day 2023: સાસણગીરમાં વસતા સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન છે બેમિસાલ
  2. જો આ નથી જાણતા તો, ગીર ફરવા જતા પ્રવાસીઓને થશે ધરમનો ધક્કો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.