ETV Bharat / state

Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ

author img

By

Published : Jul 10, 2021, 8:29 PM IST

ગીર સોમનાથ
ગીર સોમનાથ

દોઢેક માસ અગાઉ તૌકતે વાવાઝોડુ આવ્યું હતું તે સમયે ગીર સોમનાથ જિલ્‍લાના વેરાવળ, તલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ થોડો વરસાદ વરસાવ્યો હતો. વાવણી નિષ્‍ફળ જવાની ચિંતામાં ખેડૂતો મુંઝવણભરી સ્‍થ‍િતિમાં મુકાઈ ગયા હતા અને કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે, હવામાન વિભાગે 11 જુલાઇથી સૌરાષ્‍ટ્રના જીલ્‍લાઓમાં વરસાદ આવશે તેવી આગાહી કરી હતી.

  • સવારે 6થી બપોરે 4 વાગ્‍યા સુઘીમાં તાલુકામાં સાર્વત્રીક અડઘો ઇંચ વરસાદ
  • વેરાવળમાં 3 MM, સુત્રાપાડામાં 12 MM, તલાલામાં 17 MM વરસાદ
  • લગભગ સવા મહિના બાદ વરસ્યો વરસાદ

ગીર સોમનાથ: જિલ્લાના છએય તાલુકામાં 10 જૂલાઈ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયાની સાથે મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદી ઝાપટા રૂપી હેત વરસાવ્યું હતું. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ દસ્‍તક આપતા છવાયેલા વરસાદી માહોલના પગલે ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. સવારે 6થી બપોરે 4 વાગ્‍યા સુઘીમાં જિલ્‍લાના છએય તાલુકામાં સાર્વત્રીક અડઘો ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્‍લામાં સૌથી વઘુ કોડીનારમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બાકીના તાલુકાઓમાં વેરાવળમાં 3 MM, સુત્રાપાડામાં 12 MM, તલાલામાં 17 MM, ઉનામાં 18 MM, ગીરગઢડામાં 5 MM વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી

આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

જિલ્‍લાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મુશળાઘાર ઝાપટાઓ

દરમિયાન સવારથી જ ગીર સોમનાથ જિલ્‍લાના છએય તાલુકામાં મેઘરાજાએ એન્‍ટ્રી કરી છે. છએય તાલુકામાં સવારથી જ સુર્યનારાયયણની ગેરહાજરીમાં વરસાદી માહોલ છવાયાની સાથે ઝરમર સાર્વત્રીક વરસાદી ઝાપટા વરસી રહયા છે. તો જિલ્‍લાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મુશળાઘાર ઝાપટાઓ પણ વરસ્‍યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વેરાવળ શહેર અને પંથકના ગામોમાં વહેલીસવારથી જ સુરજ દાદાની ગેરહાજરી વચ્‍ચે ઘટાટોપ વાદળા આકાશમાં બંઘાઇ સતત ઘીમી ઘારે વરસાદી ઝાપટા વરસી રહયા છે.

પ્રાચી તીર્થમાં મુશળાધાર વરસાદ

તલાલા ગીરના પંથકમાં મેઘરાજાએ એન્‍ટ્રી કરી અડઘો ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો છે. જેના પગલે પંથકના ધાવા ગીર, માધુપુર, જસાધાર, જાબુંર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્‍યો છે. સુત્રાપાડા શહેર તથા તાલુકાના લોઢવા, પ્રશ્નાવાડા સહીતના ગામોમાં પણ અડઘો ઇંચ વરસાદ વરસ્‍યો છે. પ્રાચી તીર્થમાં મુશળાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

લોકોમાં ખુશીની લહેર

કોડીનાર શહેરમાં બપોરે મુશળાઘાર સવા ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્‍તાઓ પર પાણીની નદીઓ વહેતી થઇ હતી. જયારે પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ વરસી રહયો છે. જયારે ઉના શહેર-પંથકમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી જતા તાલુકાના કેસરીયા, સોનારી, કાજરડી, તડમાં ઘીમી પણ ઘીગી ઘારે વરસાદ સવારથી વરસી રહયો છે. તો નજીકના પ્રવાસન સ્થળ દિવ અને ગીરગઢડા તાલુકામાં મેઘરાજા પઘરામણી કરી ઘીમી ઘારે ઝાપટા રૂપી હેત વરસાવી રહયા છે. જિલ્‍લામાં સાર્વત્રીક ઘીમી પણ ઘીગી ઘારે મેઘરાજાએ સવારથી હેત વરસાવી રહયા હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જેના પગલે લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.

આ પણ વાંચો: Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ

મગફળી, સોયાબીન જેવા પાકોને નવુ જીવન

જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી. બાદ મેઘરાજાએ એક માસથી વિરામ લઇ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. સવારથી ફરી મેઘરાજાએ જિલ્‍લામાં દસ્‍તકના પગલે મગફળી, સોયાબીન જેવા પાકોને નવુ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.