ETV Bharat / state

સોમનાથ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપ્યા, ડ્રગ્સના તાર મુંબઈ અડ્યા

author img

By

Published : Dec 8, 2022, 5:22 PM IST

સોમનાથ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપ્યા, ડ્રગ્સના તાર મુંબઈ અડ્યા
સોમનાથ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપ્યા, ડ્રગ્સના તાર મુંબઈ અડ્યા

ગીર સોમનાથ પોલીસે 5 લાખ કરતા વધુનુ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs case in Gir Somnath) ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ કરતા આ મેફેડ્રોન નામના નશીલા પદાર્થ તાર વેરાવળથી લઇને મુંબઇ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. (Gir Somnath Crime News)

ગીર સોમનાથ : પોલીસને નશીલા પદાર્થને લઈને ફરી એકવાર મોટી સફળતા (mephedrone Drugs In Somnath) મળી છે. અંદાજે 5 લાખ 73 હજાર કરતા વધુના મેફેડ્રોન નામના નશીલા પદાર્થ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઉપરાતં ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Gir Somnath police seized mephedrone drugs)

શું છે સમગ્ર મામલો ગીર સોમનાથ પોલીસે ગત મંગળવારની રાત્રી અને બુધવારે પૂર્વ બાતમી મળી હતી. જેના આધારે વેરાવળ જુનાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોટલ મહાકાળી પાસેથી સ્કુટર પર પસાર થઇ રહેલા વેરાવળના યુવાનને શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા જોવા મળ્યા હતા. પોલીસે તેઓને અટકાવીને તપાસ કરતાં તેમની પાસેથી 57 ગ્રામ કરતાં વધુ મેફ્રેડોન નામનું નશીલા પર્દાથ મળી આવતા પોલીસે આ યુવાનની અટકાયત કરી હતી. (Gir Somnath Crime News)

મુદ્દામાલ કર્યો જપ્ત આ શખ્સનું નામ સબીર પટણી અને ઉબેદ મેમણ છે. પોલીસે અંદાજીત 6 લાખ 14 હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલાના તાર વેરાવળથી લઇને મુંબઇ સુધી જોડાયેલા બહાર આવ્યા હતા. જેને લઈને પોલીસે હવે નશીલા પદાર્થની સપ્લાયમાં આંતરરાજ્ય ટોળકીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. (Veraval drugs case)

નશીલા પદાર્થના તાર મહારાષ્ટ્ર સાથે જોડાયા નશીલા પદાર્થ પકડવાના મામલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા જણાવ્યું હતું કે, પકડાયેલા બે આરોપી પૈકી ઉબેદ મેમણ મુંબઈમાં નોકરી કરે છે. જે થોડા સમય પૂર્વે જ વેરાવળ આવેલો છે. બીજો આરોપી સબીર પટણી જે વેરાવળમાં માછલી વેચવાનો ધંધો કરે છે. મેફેડ્રોન નામનો નશીલો પદાર્થ ઉબૈદ મેમણ મારફતે સબીર પટણી સુધી પહોંચ્યો હશે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી. (mephedrone Drugs In Somnath)

હજુ એક આરોપી પકડાવવાની શક્યતા ગીર સોમનાથ પોલીસ મુંબઈના અબુબકર નામના આરોપીને પકડી પાડવા માટે પણ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલામાં હજુ પણ કેટલાક આરોપી પકડવાની પૂરી શક્યતા છે. ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ કેટલાક કિસ્સામાં નશીલો પદાર્થ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી, પરંતુ જિલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન નામનો નશીલો પદાર્થ પકડી પાડવામાં સફળતા મળી છે, ત્યારે સમગ્ર મામલામાં ગીર સોમનાથ પોલીસ આરોપી સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.