ETV Bharat / state

ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી

author img

By

Published : May 24, 2021, 9:06 AM IST

જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતું પાણી
જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતું પાણી

તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતું પાણી
  • અમદાવાદથી વધુ છ જનરેટર મંગાવાયા
  • 6 હેડવર્કસમાં કુલ -8 ડિઝલ જનરેટર સેટ ચાલુ

ગીર સોમનાથ: જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં 17 મેના રોજ તૌકતે વાવાઝોડું 160થી 180 કિ.મી.ની ઝડપથી આવેલું જેથી પાણી પુરવઠા બોર્ડ હસ્તકની જુથ યોજનાના હેડવર્કસ પર તૌકતે વાવાઝોડાના કારણે નુકસાની થતા યોજનાના ગામોને પાણી પુરવઠો સદંતર બંધ થયેલો હતો. જે પૂવર્વત કરવા માટે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવે, ઉનાની મુલાકાત લીધી હતી અને પાણી પુરવઠો કાર્યરત કરવા માટેના આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું.

આયોજનબધ્ધ કામગીરી
આયોજનબધ્ધ કામગીરી

બાકી રહેતા ગામોને ક્રમશઃ પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન

જેમાં ઉના તાલુકાના કુલ 90 ગામ તથા ગીરગઢડા તાલુકાના કુલ-37 ગામોનો બેડીયા-મચ્છુન્દ્રી ગ્રુપ પાણીપુરવઠા યોજના, ઉના-દીવ જુથ પાણી પુરવઠા યોજના અને ચાચકવાડા જુથ પાણી પુરવઠા યોજનામા સમાવેશ થયેલો છે. આ જુથ યોજનાઓમાં કુલ- 06 હેડવકર્સ ખાતે પાવર સપ્લાય બંધ હોવાથી, જેથી આ 6 હેડવર્કસમાં કુલ -8 ડિઝલ જનરેટર સેટ ચાલુ કરી, હેડવકર્સ નીચે આવતા ગામોને પાણી પુરવઠો ચાલુ કરવામાં આવ્યું હતું. તેમજ 02 ડીઝલ જનરેટ સેટના ટેસ્ટિંગ થયેલા છે. જે ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. 22 મે સુધીમાં બન્ને તાલુકાના- 59 ગામોને પાણી પુરવઠો ગામનાં સમ્પમાં પુરો પાડેલો છે. જ્યારે બાકી રહેતા ગામોને ક્રમશઃ પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન છે.

આ પણ વાંચો : કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન

02 કુવાથી કેસરીયા હેડવર્કસ પર પાણી લાવવામાં આવે છે

ઉપરાંત હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગામોને પાણી પુરવઠો આપવામાં આવે છે. જેમાં પાણીનો જથ્થો વધારો કરવા માટે જનરેટર સેટ સિવાય વધારાના 6 જનરેટર સેટ મંગાવવામાં આવેલા છે. જેનાથી ગામોને પાણી પુરવઠો પુરો પાડી શકાશે. આ બન્ને જુથ પાણી પુરવઠા યોજનામાં GWIL હસ્તકની NC-24,25 બલ્ક પાઇપલાઇન કડીયાળી ઓફ-ટેકથી ઉના ખારા ઓફ-ટેક અને કેસરીયા ઓફ-ટેક ખાતે પાણી પુરવઠો તૌકતે વાવાઝોડાના કારણે બંધ થયેલો છે. જેની અવેજીમાં દ્રોણ હેડવકર્સ ખાતે 02 DG. સેટ રાખી, દ્રોણ વીયરના 02 કુવાથી કેસરીયા હેડવર્કસ પર પાણી લાવવામાં આવે છે. જ્યાંથી કેસરીયા હેડવર્કસ હેઠળના ગામોને પાણી પુરવઠો કાર્યરત કરવામાં આવેલો છે.

નગડીયા ઝોનના ગામોને પાણી પુરવઠો ટુંક સમયમાં ચાલુ થશે

ચીખલકુબા હેડવર્કસ પર રાવલ ડેમ ખાતે 200 KVA તથા 500 KVAના 02 જનરેટર સેટ રાખી પાણી લઇ, ઉના હેડવર્કસ પરના ગામોને પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલો છે. જ્યારે નગડીયા ઝોનના ગામોને પાણી પુરવઠો ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે. 22 મેના રોજ ઉના તથા ગીરગઢડા તાલુકાના 59 ગામોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવેલો છે. આ જુથ પાણી પુરવઠા યોજનાના હેડવકર્સ પર 08 જનરેટર સેટ ચાલુ છે. જયારે 02 જનરેટર સેટના ટેસ્ટિંગ થયેલું છે. જે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે અને 06 નવા જનરેટર સેટ અમદાવાદ ખાતેથી મંગાવવામાં આવેલા છે. જે આવ્યા બાદ ચાલુ કરી યોજનાના મોટા ભાગના ગામોને પાણી પુરવઠો ચાલુ કરવાનુ આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાં પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

ખાનગી એજન્સી દ્વારા ટેન્કર ચાલુ કરી દેવામાં આવ્યા

તેમ છતાં પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો પુરો પાડી ન શકાય તેવા ગામોને પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવેલું છે. આમ, ગીરસોમનાથ જિલ્લાના ખાનગી એજન્સી દ્વારા ટેન્કર ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ઉના તાલુકામાં પણ 15 ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવશે અને કોડીનારમાં ચાલુ કરેલા 15 ટેન્કર, તેમજ કોડીનારમાં વિજ પુરવઠો શરૂ થતા જરૂરીયાત મુજબ ઉના શીફટ કરી, બાકી રહેતા ગામોને ટેન્કર દ્વારા પાણી પુરવઠો પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આંતરિક વ્યવસ્થા માટે દાતાઓ દ્વારા ઉના તથા ગીરગઢડા તાલુકાના કુલ-120 ગામો વચ્ચે કુલ-42 જનરેટર સેટ આપવામાં આવેલા છે. જે જનરેટર સેટ દ્વારા 06 કલાક પ્રતિ ગામ દીઠ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ કાર્યપાલક ઇજનેર જા.આ. બાંધકામ વિભાગ, વેરાવળની યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.