ગીર સોમનાથમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ, રૂપિયા 15.20 લાખનો મુદ્દામાલ કબજે

author img

By

Published : Sep 19, 2021, 3:38 PM IST

Veraval News

વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે શનિવારેના એક ટ્રક વર્કશોપમાં ચાલી રહેલ ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણના પંપ પર ASP એ ખુદ દરોડો પાડી આકરી કાર્યવાહી કરી છે. ASP ઓમપ્રકાશ જાટે ખુદ એક ટ્રકમાં બાયોડીઝલ ભરતા જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો. ના હોદ્દેદાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. સ્થળ પરથી 12 હજાર લીટર બાયોડીઝલના જથ્થો, સિનટેક્સની ટાંકી, ઇલેક્ટ્રીક ફ્યુલ પંપ, પીક અપ ગાડી, ટ્રક, મોટર સહિત કુલ રૂપિયા 15.50 લાખનો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર બાયોડીઝલનું વેંચાણ કરતા રંગેહાથ પકડાયેલા આરોપી સતીષ વાળાને ત્યાંથી એક માસ અગાઉ પણ શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો પકડાયેલ હોવાનું સામે આવ્યુ છે.

  • વેરાવળ નજીક ટ્રક વર્કશોપમાં પોલીસ વડા ત્રાટક્યા
  • બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ
  • 12 હજાર લિટર બાયોડીઝલના જથ્થા સહિત રૂપિયા 15.20 લાખનો મુદ્દામાલ કબજે

ગીર સોમનાથ: જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું બેફામ વેંચાણ થઈ રહ્યું હોવાની વારંવાર ફરીયાદો ઉઠતી હતી. શનિવારે રાત્રે જિલ્લામાં બાયોડીઝલ વેંચાણની પ્રવૃત્તિ ડામી દેવા માટે બનાવેલી પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન તે ટીમના કરશન મુસારને બાતમી મળી કે વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જે માહિતીના આધારે ASP ઓમપ્રકાશ જાટએ PI આહીર સહિતના સ્ટાફને સાથે બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે સતનામ પાર્કની સામે આવેલા રાધાકૃષ્ણ નગર વિસ્તારમાં એક ટ્રક વર્કશોપ પર દરોડો પાડયો હતો.

ગીર સોમનાથમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ
ગીર સોમનાથમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ

વર્કશોપના કમ્પાઉન્ડમાં અન્ય બે ટ્રકો પણ બાયોડીઝલ ભરાવવા આવેલ હોવાનું સામે આવ્યું

આ સમયે વર્કશોપમાં સતીષ પુનભાઈ વાળા, પરબત રાજશીભાઈ સોલંકી બાયોડીઝલનું વેંચાણ કરી રહ્યા હતા. ડ્રાયવર રામભાઇ કોડીયાતર પોતાની ટ્રકમાં બાયોડીઝલ ભરાવી રહ્યો હતો. વર્કશોપમાં અન્ડરગ્રાઉન્ડ લોખંડના ટાંકામાં, પીક અપ ગાડીમાં રાખેલ સીનટેક્સની ટાંકીઓમાં પીળા કલરનું શંકાસ્પદ બાયોડીઝલનો અંદાજે 12 હજાર લીટરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ટ્રક વર્કશોપના કમ્પાઉન્ડમાં અન્ય બે ટ્રકો પણ બાયોડીઝલ ભરાવવા આવેલ હોવાનું સામે આવ્યું હતું.

ગીર સોમનાથમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ
ગીર સોમનાથમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો કર્યો પર્દાફાશ

બાયોડીઝલના જથ્થામાંથી સેમ્પલ લઈ પૃથકરણ માટે મોકલાયા

આ જથ્થા રાખવા અંગે જરૂરી લાયસન્સ સાહિના આધારો માંગતા તે ન હોવાનું ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ચલાવતા સતીષ વાળાએ જણાવ્યું હતું. જેથી સ્થળ પરથી અંદાજે 12 હજાર લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા 7.20 લાખ તથા એક ટ્રક, મહિન્દ્રાની પીક અપ ગાડી, બે ઇલેક્ટ્રીક મોટરવાળો ડીજીટલ ફ્યુલ પંપ, ઇલેક્ટ્રીક મોટર, પીવીસી પાઇપ, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 15.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આજે સવારે જપ્ત કરાયેલા બાયોડીઝલના જથ્થામાંથી સેમ્પલ લઈ પૃથકરણ માટે મોકલવા માટે મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે.

સેમ્પલને પૃથક્કરણ માટે મોકાયેલા હોવાથી રીપોર્ટ આવવાનો બાકી

આ મામલે PI એન.એમ.આહીરે જણાવ્યું હતું કે, બાયોડીઝલના ગેરકાયદેસર વેંચાણના પર્દાફાશમાં સ્થળ પરથી સતીષ પુનભાઈ વાળા, પરબત રાજસીભાઇ સોલંકી, ટ્રક ચાલક રામભાઇ કોડીયાતરની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. ટ્રક વર્કશોપ આરોપી સતીષના સંબંધી બાબુ કાળાભાઈ વાળાની માલિકીનું હોવાનું સામે આવ્યું હોવાથી તેમને આરોપી બનાવી અટક કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી સતીષ વાળા અગાઉ ગીર સોમનાથ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનનો પ્રમુખ હતો.

આરોપીએ એક માસ પહેલા પડેલા દરોડા બાદ થોડા સમય માટે બાયોડીઝલ વેંચાણની પ્રવૃત્તિ બંધ કરી

એક માસ પૂર્વે સતીષ વાળાને ત્યાંથી મોટીમાત્રામાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો પકડાયો હતો. તે સમયે લેવાયેલા નમૂનાને પૃથક્કરણ માટે મોકાયેલા હોવાથી તેનો રીપોર્ટ આવવાનો બાકી છે. આરોપી સતીષ વાળાએ એક માસ પહેલા પડેલ દરોડા બાદ થોડા સમય માટે તેણે ગેરકાયદેસર બાયોડીઝલ વેંચાણની પ્રવૃત્તિ બંધ કરી દીધી હતી. જે બાદ છેલ્લા થોડા દિવસોથી ફરી બાયોડીઝલ વેચવાનું શરૂ કર્યું હતું. રવિવારે જપ્ત કરાયેલા બાયોડીઝલનો જથ્થો મોરબીની એક પેઢી પાસેથી લીધો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હોવાનું પીઆઈ એન.એમ.આહીરે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.