આગામી દિવસોમાં સોમનાથ પરિક્ષેત્રમાં પુરાતન વિભાગ દ્વારા શોધ સંશોધનને વડાપ્રધાન મોદીની મંજૂરી

author img

By

Published : Jan 21, 2021, 8:33 AM IST

z

વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બન્યા છે, પ્રમુખ બનવાની સાથે જ નરેન્દ્ર મોદીએ સોમનાથ અને ખાસ કરીને પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં જમીનની નીચે દબાયેલા પ્રાચીનતમ વારસાને બહાર લાવવા માટે કામ શરૂ કરવાની ચર્ચા પ્રથમ મીટીંગમાં જ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં આઈઆઈટી અમદાવાદ અને પુરાતન વિભાગ દ્વારા સોમનાથ અને પ્રભાસ તિર્થમાં કામ કરીને જમીનમાં ધરબાયેલા વારસાને બહાર લાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

  • પ્રભાસ ક્ષેત્રમાં તીર્થ ક્ષેત્રને બહાર લાવવા હાથ ધરાશે કવાયત
  • વડાપ્રધાન મોદીની સોમનાથ ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં પ્રાચીન વારસાને લઈને વ્યક્ત કરાઈ ચિંતા
  • IIT ગાંધીનગર અને પુરાતન વિભાગ સોમનાથ તીર્થક્ષેત્રમાં કરશે ઉત્ખનનનું કામ
  • હજારો વર્ષ પહેલાનો જમીનમાં ધરબાયેલો પ્રાચીન વારસો મળે તેવી શક્યતાઓ

    ગીર સોમનાથઃ બે દિવસ અગાઉ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા. આ બેઠકમાં જ મોદીએ સોમનાથ અને ખાસ કરીને પ્રભાસ તીર્થક્ષેત્રમાં જમીનમાં દબાયેલા હિન્દુ ધર્મના પ્રાચીન તમામ વારસાને બહાર લાવવા અંગે ભલામણ કરી હતી જેને બેઠકમાં ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓએ સહર્ષ સ્વીકારી હતી અને મોદીના સૂચન ખૂબ જ યોગ્ય ગણાવીને તાકીદે ભારતના અને ખાસ કરીને સોમનાથ તીર્થ ક્ષેત્રના પ્રાચીન વારસાને બહાર લાવવા માટે તમામ ટ્રસ્ટીઓ પણ સહમત થયા હતાં.

    વર્ષ 2016માં પ્રથમ વખત આ પ્રકારનું સૂચન આવ્યું


    વર્ષ 2016 ની ત્રીજી ડિસેમ્બરના દિવસે દિલ્હી મુકામે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં પ્રાચીન વારસાને બહાર લાવવા માટેની ખૂબ ગંભીર ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં પ્રભાસ ક્ષેત્ર નજીક આવેલા વિસ્તારમાં આઈઆઈટી ગાંધીનગર દ્વારા સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને IIT ગાંધીનગરની ટીમ વર્ષ 2017ના વર્ષમાં સોમનાથ નજીક ચાર જગ્યા પર અંદાજીત 10 ફૂટ નીચે આધુનિક મશીનો દ્વારા તપાસ કરી હતી. જ્યાંથી તેમને ભારતનો પ્રાચીન વારસો જમીનમાં ધરબાયેલો હોઈ શકે છે તેના તાર્કિક અને સાંયોગિક પુરાવાઓ મળ્યા હતા.
    આગામી દિવસોમાં સોમનાથ પરિક્ષેત્રમાં પુરાતન વિભાગ દ્વારા શોધ સંશોધનને વડાપ્રધાન મોદીની મંજૂરી


    સોમનાથ નજીકના ચાર સ્થળ ઉપર IIT ગાંધીનગરને મળ્યા પ્રાચીન વારસાના સંકેતો

    વર્ષ 2017માં IIT ગાંધીનગરની ટીમે સોમનાથ નજીક કૃષ્ણ દેહોત્સર્ગ મંદિરમાં ગીતા મંદિર નજીક સોમનાથ મંદિરની સામે દિગ્વિજય દ્વાર કે જ્યાં સોમનાથના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલની પ્રતિમા છે તે વિસ્તારમાં તેમજ સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ આપવાની જગ્યા નજીક તેમજ ત્રિવેણી ઘાટ પર પાસે આવેલી બૌદ્ધ ગુફાઓમાં આ પ્રકારનો પ્રાચીન વારસો જમીનમાં ધરબાયેલું છે તેમાં તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ iit ગાંધીનગર ની ટીમને વર્ષ 2017માં પ્રાપ્ત થયા હતા સંશોધન કાર્ય બાદ ૨૬ જૂન 2017 માં આઈઆઈટી ગાંધીનગર દ્વારા 32 નો સંશોધન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમા સોમનાથ તીર્થ ક્ષેત્ર નજીક ભારતનો વારસો જમીનમાં દબાયેલો છે તેના કેટલાક પુરાવાઓ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

    ચાર જગ્યા પર મળી આવ્યા કેટલાક પ્રાચીનતમ સ્થાપત્યો

    દિગ્વિજય દ્વાર નજીકમાં જુના કોઠાર તરીકે ત્રણ માટેનું કોઈ સ્થાપત્ય હોય તેવું આ સંશોધન રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. તેમજ અહીં અઢી પાંચ અને સાડા સાત મીટર ઊંચું મકાન હોવાનું પણ માલુમ પડ્યું છે. ચેકપોસ્ટ નજીક અંગ્રેજીમાં એલ આકારનું બાંધકામ જમીનમાં ધરબાયેલું હોઈ શકે છે. તેવું IIT ગાંધીનગરની ટીમે રજૂ કરેલા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે સોમનાથ ક્ષેત્રમાં પુરાતન અને પ્રાચીન વારસાને શોધવા માટેની કવાયત શરૂ કરવા માટેના આદેશો આપી દીધા છે. ત્યારે આગામી દિવસોમાં આ પ્રકારની શોધ અને સંશોધન કાર્ય હાથ ધરવામાં આવે તો સોમનાથ નજીક જમીનમાં દબાયેલો આપણો પ્રાચીન વારસો બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.