ગીરસોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર એક દિવસમાં કરોડપતિ કઈ રીતે બન્યો? જુઓ

author img

By

Published : Oct 15, 2021, 4:12 PM IST

ગીરસોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર એક દિવસમાં કરોડપતિ કઈ રીતે બન્યો? જુઓ

ગીર સોમનાથના ઉના તાલુકામાં સૈયદ રાજપરા ગામના બંદરના માછીમારને દરિયામાં માછીમારી દરમિયાન કિંમતી ધોલ પ્રજાતિની માછલીનો જથ્થો મળી આવ્યો છે. આ કિંમતી માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઉંચી કિંમત છે. એટલે કે આ માછીમાર રાતોરાત કરોડપતિ થઈ ગયો છે. આ માછીમાર દરિયામાંથી 2,000 મોંઘી માછલી લઈને આવ્યો છે. એટલે કે હવે આ માછલીની કિંમત કરોડો રૂપિયા હોવાથી માછીમારને જેકપોટ લાગ્યો છે.

  • ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર એક જ દિવસમાં બન્યો કરોડપતિ
  • બોટ માલિકની ત્રણ બોટો દરિયામા ફિશિંગ કરતી હતી ત્યારે ધોલ પ્રજાતિની 2,000થી વધુ માછલી તેના જાળમાં ફસાઈ
  • ધોલ પ્રજાતિની માછલીની બજારમાં કિલોનો અંદાજે 5,000 રૂપિયાથી વધુ ભાવ છે
  • દરિયામાં માછલી પકડવા બિછાવેલી જાળમાં આંતરરાષ્‍ટ્રીય બજારમાં ઉંચી કિંમત મળતી ધોલ પ્રજાતિ માછલીના 2,000 નંગ પકડાયા
  • વિદેશમાં ધોલ માછલી મેડિકલ અને ખાદ્યપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગ લેવાતી હોય છે

ગીરસોમનાથઃ જિલ્‍લાના ઉના તાલુકામાં છેવાડાના દરિયાકાંઠે વસેલા સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર દરિયામાં ફિશિંગ બોટ લઈને ગયો હતો. જોકે, ત્રણ દિવસ પહેલા ગુજરાતના દરિયાના ખાડી વિસ્તારમાં આ ફિશિંગ બોટ મચ્છી પકડવા જાળ પાથરી કામગીરી કરી રહી હતી. ત્યારે રાત્રિના સમયે કિંમતી ધોલ પ્રજાતિની માછલીનો જથ્થો માછીમારની જાળમાં ફસાઈ ગઈ હતી. આ ધોલ પ્રજાતિની માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઉંચી કિંમત હોવાથી આ માછીમાર રાતોરાત કરોડપતિ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ વેરાવળમાં માછીમારોને ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત

ત્રણ દિવસ પહેલા માછીમારની જાળમાં ફસાઈ ધોલ માછલી

માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફિશિંગ બોટ લઈ થોડા દિવસ પહેલાં દરિયામાં માછીમારી કરવા ગયો હતો. ત્રણેક દિવસ પહેલા આ માછીમારની જાળમાં ધોલ પ્રજાતિની મોંઘી માછલી ફસાઈ હતી. જોકે, આ ધોલ માછલી એક ફિશિંગ બોટમાં રાખવી શકય ન હોવાથી માછીમારે તે જ વિસ્‍તારમાં માછીમારી કરી રહેલા પોતાના પરિચીતની અન્‍ય 2 બોટને બોલાવી હતી. ત્યારબાદ પકડાયેલી સંખ્‍યાબંધ ધોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદર પર પહોંચ્‍યા પછી ગણતરી હાથ ધરતા અંદાજે 2,000 નંગ જેટલી ધોલ માછલીનો જથ્‍થો પકડાયાનું સામે આવ્યું હતું. તો આ પકડાયેલી માછલીના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે. આમ, માછીમારને જેકપોટ લાગતા રાતોરાત કરોડપતિ બની જતા ખુશખુશાલ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે કરી જાહેરાત, પાકિસ્તાનમાં પકડાયેલા પરિવારને અપાશે દર મહિને 9000 રૂપિયા

ધોલ માછલી અંગે નિષ્ણાતો શું કહે છે?

માછીમારી વ્‍યવસાયના જાણકારના મતે, ધોલ નામની પ્રજાતિની માછલીની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ખૂબ ઉંચી કિંમત છે. આ માછલીના શરીરના અંદર બ્‍લેડર નામનો અંગ ખૂબ જ કિંમતી હોય છે. જયારે તેના માસનો વિદેશમાં શૂપમાં ઉપયોગ થાય છે. આ ધોલ માછલીને મેડિકલ અને વિદેશમાં ખાદ્ય પદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માછલી ફિશ મોઝનો વેપાર કરતા જ વેપારીઓ ધોલ માછલી ખરીદી કરતા હોય છે.

ધોલ માછલી પકડનારા માછીમારોને લાગે છે જેકપોટ

કિંમતી ધોલ માછલી દરિયામાં મોટાભાગે ખાડી વિસ્‍તારના દરિયામાંથી મળે છે. ગુજરાતમાં કચ્‍છ અને ગલ્‍ફની ખાડી વિસ્‍તારના દરિયામાં ધોલ માછલી મળી આવે છે. હમેંશા ધોલ માછલી દરિયામાં સમૂહમાં જ મળી આવે છે. કારણ કે, ધોલ માછલી દરિયામાં ક્યારેય એકલદોકલ હોતી નથી. આથી જયારે ધોલ માછલી પકડાય ત્‍યારે તે મોટા જથ્‍થામાં જ મળી આવે છે. એટલે જે માછીમારની જાળમાં ધોલ માછલી પકડાય તેને સીધેસીધો જેકપોટ લાગી જાય છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.